મહિલાઓના શરીર પર કેમ ઉગવા લાગે છે અણગમતા વાળ? જાણો તેના કારણો અને ઈલાજ 

Image Source

અણગમતા વાળ ની સ્થિતિ ને હર્ષુટિઝમ કહેવામાં આવે છે. મહિલાઓના ચહેરા અને શરીર પર સામાન્ય રંગના વાળ હોય છે. પરંતુ હરસુટીઝમમાં આ વાળ મોટા અને કાળા રંગના હોય છે. તે અણગમતા વાળ ચહેરા હાથ પીઠ અને છાતી પર આવી શકે છે.મહિલાઓમાં થતા હર્ષુટીઝમ ખાસ કરીને પુરૂષોના હોર્મોન્સ સાથે જોડાયેલું હોય છે.

હર્ષુટીઝમ ના કારણે મહિલાઓમાં અણગમતા વાળ,  જાણો શું છે તેનો ઈલાજ

અમુક મહિલાઓના ચહેરા અથવા શરીર ઉપર ખૂબ જ વધુ વાળ આવવા લાગે છે તે અણગમતા વાળને હર્ષુટીઝમ કહેવામાં આવે છે. આપણા શરીર પર સામાન્ય રંગના વાળ હોય છે પરંતુ તેના કારણે વાળ મોટા અને કાળા રંગના થાય છે તે અણગમતા વાળ શરીરના અલગ અલગ ભાગમાં આવી શકે છે મહિલાઓમાં થતા હર્ષુટીઝમ ખાસ કરીને પુરુષના હોર્મોન્સ સાથે જોડાયેલા હોય છે તે હાનિકારક હોતા નથી.

હર્ષુટીઝમ ના કારણ

ટેસ્ટોસ્ટેરોનની સાથે એન્ડ્રોજન હોર્મોનના સામાન્ય સ્તરથી વધુ વધી જવાના કારણે મહિલાઓના શરીરમાં અણગમતા આવવા લાગે છે. તેના કારણે મહિલાઓને પુરૂષની જેમ વાળ ઊગવા લાગે છે તેના ઘણા બધા કારણો છે પરંતુ સૌથી ખાસ કારણ પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ PCOS છે. તેની અસર હોર્મોન પ્રોડકશન અને પિરિયડ તથા ફર્ટિલિટી ઉપર પડી શકે છે તે સિવાય એડ્રેનલ ગ્લેન્ડ ડિસોર્ડર ના કારણે પણ મહિલાઓના શરીરમાં ખૂબ જ જલ્દી અણગમતા વાળ ઊગવા લાગે છે.

હર્ષુટીઝમ ના લક્ષણો 

વજન ખૂબ જ જલ્દી વધવું, મોં પર ફોલ્લી, ખૂબ જ વધુ થાક, મૂડમાં બદલાવ, પેલ્વિક નો અને માથાનો દુખાવો ઇન્ફર્ટિલિટી, ઊંઘવામાં તકલીફ,આ બધા હર્ષુટીઝમ ના લક્ષણો છે. અમુક પરિસ્થિતિમાં બ્લડ-પ્રેશરનો વધી જવું હાડકા અને સ્નાયુઓના કમજોર થવા જેવા લક્ષણો પણ જોવા મળે છે. તેના માટે ડોક્ટરો હોર્મોનનું સ્તર તપાસવા માટે લોહીના રિપોર્ટ કરાવે છે. ટ્યુમર અને સિસ્ટની જાણકારી મેળવવા માટે અલ્ટ્રાસાઉન્ડ પણ કરાવે છે.

અણગમતા વાળનો ઈલાજ

જો તમારું વજન ખૂબ જ વધુ છે તો ડોક્ટર પાસે જઈને તમારું વજન ઓછું કરવાનું જણાવી શકો છો વજન યોગ્ય રાખવાથી તમારા હોર્મોનનું સ્તર પણ સંતુલિત રહે છે. PCOS અથવા એડ્રેનલ ડીસઓર્ડર થવાથી ડોક્ટર તેની દવા શરૂ કરી શકે છે. હર્ષુટીઝમ કંટ્રોલ કરવા માટે ક્યારેક-ક્યારેક ડોક્ટર ગર્ભનિરોધક ગોળી પણ આપે છે જેથી આપણે હર્ષુટીઝમને યોગ્ય રાખી શકીએ. તે સિવાય હેર રિમૂવર,સેવિંગ, લેઝર, હેર રિમૂવર અને ઇલેક્ટ્રોલીસીસ દ્વારા પણ અણગમતા વાળથી છુટકારો મેળવી શકાય છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ ફક્ત ગુજરાતીલાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment