બાથરૂમમાં જ સૌથી વધારે હાર્ટ એટેક કેમ આવે છે, જેમાં મોટાભાગના લોકો આ ત્રણ ભૂલો કરે છે.

ખાસ નોંધ : નીચે આપેલ દરેક માહિતી અમે ઇન્ટરનેટ ઉપર થી એકત્રિત કરેલ છે તો દરેક ને ખાસ વિનંતી છે કે ની સલાહ આવશ્યક છે. 

વધારે હાર્ટ એટેક કે કાર્ડિયક અરેસ્ટ સવારના સમયે બાથરૂમમાં આવે છે. બાથરૂમમાં હાર્ટ એટેક આવવાના ઘણા કારણો છે, જો તમને આ કારણો વિશે જાણકારી હોય તો તમે પોતાને બચાવી શકો છો.

આજકાલ હાર્ટ અટેક કે કાર્ડિયક અરેસ્ટ લોકો માટે સૌથી ગંભીર સમસ્યા બની ગઈ છે. આમ તો હાર્ટ એટેક અચાનક જ આવે છે પરંતુ તેના ઘણા કારણો છે, જેમાં ખરાબ જીવનશૈલી અને બેકાર ખાણીપીણી સુધી નો સમાવેશ છે. આમ તો હાર્ટ એટેક આવવાનો કોઈ નિશ્ચિત સમય નથી હોતો. પરંતુ શું તમે જાણો છો કે સૌથી વધારે હાર્ટ એટેક કે કાર્ડિયક અરેસ્ટ સવારના સમયે બાથરૂમમાં આવે છે.

પરંતુ હવે તમને લાગી રહ્યું હશે કે અંતે આવું કેમ થાય છે. બાથરૂમમાં હાર્ટ એટેક આવવાના ઘણા કારણો છે, જો તમને આ કારણો વિશે જાણકારી હોય તો તમે પોતાને અને તમારા પરિવારને તેનાથી સુરક્ષિત રાખી શકો છો. હવે અમે તમને એ જણાવીશું કે સવારના સમયે બાથરૂમમાં હાર્ટ એટેક કેમ આવે છે? એ પહેલા આ વાત સમજી લો કે હાર્ટ એટેક કે કાર્ડિયક અરેસ્ટ શું હોય છે?

હાર્ટ એટેક અનેકાર્ડિયક અરેસ્ટ શું હોય છે?

Image Source

વિજ્ઞાનની દ્રષ્ટિએ જોતા એવું જણાય છે કે હાર્ટ એટેક અને કાર્ડિયક અરેસ્ટનો સીધો સંબંધ આપણા લોહી સાથે હોય છે. લોહી દ્વારા આપણા શરીરમાં ઓક્સિજન અને જરૂરી પોષક તત્ત્વો પહોંચે છે. પરંતુ જ્યારે તમારા હૃદય સુધી ઓક્સિજન પહોંચાડતી ધમનીઓમા પ્લાકની રચનાને કારણે અવરોધ આવે છે તો તેનાથી હૃદયના ધબકારા અસંતુલિત થઈ જાય છે. તેનાથી જ આપણને હાર્ટ એટેક કે કાર્ડિયક અરેસ્ટ આવી જાય છે.

બાથરૂમમાં હાર્ટ એટેક આવવાનું પહેલું કારણ:

Image Source

સવારના સમયે જ્યારે આપણે શૌચાલયમાં જઈએ છીએ તો ઘણીવાર પેટ સંપૂર્ણ રીતે સાફ કરવા માટે આપણે દબાણ કરીએ છીએ. ભારતીય શૌચાલયનો ઉપયોગ કરતી વખતે લોકો વધારે દબાણ કરતા જોવા મળે છે. આ દબાણ આપણા હૃદયની ધમની ઓ ઉપર વધારે દબાણ ઉત્પન્ન કરે છે. તેનાથી હાર્ટ એટેક કે કાર્ડિયક અરેસ્ટ આવી શકે છે.

બાથરૂમમાં એટેક આવવાનું બીજું કારણ:

Image Source

તમે ઘણીવાર જોયું હશે કે બાથરૂમનું તાપમાન આપણા ઘરના બીજા ઓરડાઓની સરખામણીમાં વધારે ઠંડું હોય છે.આવી સ્થિતિમાં શરીરના તાપમાનને સંતુલિત કરવા અને લોહીના પ્રવાહને જાળવી રાખવા માટે વધારે કાર્ય કરવું પડે છે. આ પણ હાર્ટ એટેક આવવાનું એક કારણ હોઇ શકે છે.

બાથરૂમમાં એટેક આવવાનું ત્રીજુ કારણ:

Image Source

સવારના સમયે આપણું બ્લડપ્રેશર થોડું વધારે હોય છે. એવામાં આપણે જ્યારે નાહવા માટે વધારે ઠંડુ કે ગરમ પાણી સીધું માથા પર નાખીએ છીએ, તો તેનાથી બ્લડ પ્રેશર ઉપર અસર થાય છે, તેનાથી હાર્ટ એટેક આવવાનું જોખમ વધી જાય છે.

હાર્ટએટેકથી બચવાના ઉપાયો:

Image Source

 1. જો તમે ભારતીય શૌચાલયનો ઉપયોગ કરો છો, તો વધારે સમય સુધી એક જ સ્થિતિમાં ન બેસવું. આ રીતે તમે હાર્ટએટેક કે કાર્ડિયક અરેસ્ટથી બચી શકો છો.
 2. બાથરૂમમાં નહાતી વખતે પાણીના તાપમાનનું ધ્યાન રાખતા સૌથી પહેલા પગના તળિયા પલાળો. ત્યારબાદ થોડું પાણી માથા પર નાખો. આ ઉપાય તમને બચાવી શકે છે.
 3. પેટ સાફ કરવા માટે વધારે બળ ન કરવું અને ઉતાવળ પણ ન કરવી.
 4. જો તમે નહાતી વખતે વધારે સમય સુધી બાથટબ કે પાણીમાં રહો છો તો તેની અસર પણ તમારી ધમનીઓ ઉપર પડે છે. એવામાં વધારે સમય સુધી બાથ ટબમાં ન બેસવું.

હાર્ટ એટેકના લક્ષણો:

Turmeric Can Help Prevent Heart Attacks by FaktGujarati

 • છાતીમાં ભારે દુખાવો.
 • શ્વાસ લેવામાં તકલીફ પડવી.
 • નબળાઈ નો અનુભવ થવો.
 • ડાયાબિટીસના દર્દીઓ માં ઘણીવાર કોઈ લક્ષણો દેખાયા વગર પણ હાર્ટ એટેક આવી જાય છે. તેને સાઇલેન્ટ હાર્ટ એટેક કહેવામાં આવે છે.
 • તણાવ અને ગભરામણ પણ હાર્ટ એટેક ના લક્ષણો છે.
 • ચક્કર આવવા કે ઉલટી થવી એ પણ એક લક્ષણ છે.

જ્યારે હાર્ટએટેક આવે ત્યારે શું કરવું:

 • જો તમારી સામે કોઈ વ્યક્તિને હાર્ટ એટેક આવે તો તમે તેને સૌ પ્રથમ જમીન પર સુવડાવી દો.
 • સુવડાવ્યા પછી જો તમે વધારે ચુસ્ત કપડાં પહેર્યા હોય તો તેને ખોલી નાખો.
 • સુવડાવતી વખતે વ્યક્તિનું માથું થોડું ઉપર તરફ હોય તે વાતનું ખાસ ધ્યાન રાખવું.
 • એમ્બ્યુલન્સ માટે તરત જ ફોન કરો.
 • હાથ-પગને ઘસતા રહો.
 • જો દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો તેના નાકને બંધ કરો અને તેના મોઢામાં તમારા મોઢા દ્વારા હવા ભરો,આમ કરવાથી તેના ફેફસામાં હવા ભરાશે.

જો તમને આ લેખ સારો લાગ્યો હોય તો તેને ફેસબુક પર જરૂર શેર કરો અને આ પ્રકારના અન્ય લેખ વાંચવા માટે જોડાયેલ રહો ફકત ગુજરાતી સાથે.

#Author: FaktGujarati Team

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *