શું તમે જાણો છો કપડા માં આવેલ આ નાની-નાની વસ્તુઓને આખરે કેમ બનાવવામાં આવ્યું હશે?

આપણા ઉપયોગમાં દરરોજ એવી ઘણી બધી વસ્તુ આવે છે જે આપણે વર્ષોથી જોઈએ છીએ, પરંતુ તેનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે તે વિશે આપણને વધુ જાણકારી હોતી નથી. ઘણી વખત તો કપડા માં લાગેલ બટનનું શું કામ હોય છે તે વિશે પણ આપણે જાણી શકતા નથી પરંતુ એવું કેમ? શું તમે ક્યારેય એ સમજવાની કોશિશ કરી છે? જો તમે પણ તેમાંથી એક છો તો તેને ફેશન અને કપડાં થી જોડાયેલા ફેકટ્સ ની જાણકારી નથી. તેની માટે તમને આ સ્ટોરી ખુબ જ કામ લાગી શકે છે.

ચાલો તમને જણાવી દઈએ કે ફેશન થી જોડાયેલા આવા 9 ફેક્ટ્સ વિશે

Image Source

1 કેમ હોય છે અન્ડરવેર માં પોકેટ?

તમે કદાચ નોટિસ કર્યું હોય તો મહિલાઓની અન્ડરવેરમાં પોકેટ માં એક ખીસ્સા જેવી આકૃતિ બનેલી હોય છે, તે લગભગ પોલિસ્ટર ની બનેલી હોય છે, અને તે માત્ર એક્સ્ટ્રા પ્રોટેક્શન માટે હોય છે. વર્જાઈનલ એરિયાની સ્કિન ખૂબ જ નાજુક હોય છે અને તેને બચાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે.

Image Source

2 કપડા ની અંદર ઉપસ્થિત સ્ટ્રીગ્સ

તમે જોયું હશે કે કપડામાં ખંભાની પાસે અમુક સ્ટ્રીટ નીકળે છે તે લુપ્સ જેવી દેખાય છે, તે અલગ-અલગ મટિરિયલની હોઈ શકે છે. તે એટલા માટે હોય છે જેથી તમે કપડાને હેંગર માં લગાવી શકો અને તેના શેપમાં કોઈ જ બદલાવ ન આવે.

Image Source

3 જીન્સની પોકેટમાં કેમ હોય છે નાના બટન

જીન્સના ખીસામાં નાના બટન એટલે કે રિવેટ્સ નો ઇતિહાસ 1829 થી જોડાયેલો છે, ખરેખર એ દરમિયાન જ્યારે ફેશન ફિલ્ડમાં ક્રાંતિ આવેલી હતી ત્યારે લોકો એવી જોબ કરતા હતા, જેમાં ખૂબ જ મહેનત લાગતી હતી અને જ્યાં મજૂરો માટે બનાવવામાં આવી હતી. એવામાં જીન્સ ના ખિસ્સા ફાટે નહીં અને વધુ ભારે કામના બોજનો સામનો કરવા માટે, તેમના પર નાના બટનો મૂકવામાં આવ્યા હતા.આ બટનો જીન્સના ખિસ્સાની ટકાઉપણું વધારે છે.

Image Source

4 કેમ હોય છે ઊનની ટોપી માં પોમ પોમ 

તમે લગભગ જોયું હશે કે બાળકોની અને મોટા લોકોની ઊન ની ટોપી માં પોમ પોમ લાગેલું હોય છે. તે બોલ દેખાવમાં ખૂબ જ સારા લાગે છે પરંતુ તેને એક ખાસ કારણ ને લીધે ટોપી ઉપર લગાવવામાં આવે છે. 18મી સદીથી જ તેને ઉપયોગમાં લેવામાં આવ્યું છે. તે માથાને બચાવવાનું કામ કરે છે જૂના જમાનામાં નીચા સીલિંગ વાળા ઘરો અને દરવાજાથી માથાને બચાવી રાખવા માટે તથા બાળકોને પડવાથી ડાયરેક્ટ માથા ઉપર વધુ વાગી ન જાય તેથી તેને લગાવવામાં આવતું હતું.

Image Source

5 જિન્સમાં ઉપસ્થિત નાના ખિસ્સા

જીન્સમાં ઉપસ્થિત આ નાના ખિસ્સા નો આવિષ્કાર 18 મી સદીમાં પોકેટ વોચ રાખવા માટે કરવામાં આવતો હતો. એ સમયે લોકો પોકેટ વૉચનો ઉપયોગ કરતા હતા અને વારંવાર ઊંડા પોકેટમાં હાથ નાખવો ન પડે તેથી આ પોકેટ બનાવવામાં આવ્યું હતું.

Image Source

6 સ્નીકર્સમાં ઉપસ્થિત નાના નાના હોલ

સ્નીકર્સમાં લેસ લગાવવાના હોલની સાથે સાથે નીચેની તરફ બે નાના હોલ પણ હોય છે. તે કૅન્વાસ સૂઝમાં હંમેશા જોવા મળે છે ખરેખર તેનો આવિષ્કાર વેન્ટિલેશન માટે કરવામાં આવ્યો હતો જેથી પગમાં હવા આવતી જતી રહે અને તેમાંથી દુર્ગંધ ન આવે.

Image Source

7 શર્ટ માં ઉપસ્થિત એલ્બો પેચ

તમે જોયું હશે કે ઘણા બધા શર્ટમાં એલ્બો પેજ આપવામાં આવે છે, તેઓ લગભગ એટલા માટે કરવામાં આવે છે જેથી તે જગ્યાએથી કપડાં ફાટી જાય નહીં. મિલેટ્રી વાળા માટે સૌથી પહેલા તેનો આવિષ્કાર થયો હતો, હવે તેને ડિઝાઇન નો એક ભાગ બનાવવામાં આવ્યો છે.

Image Source

8 સ્નીકર્સમાં રબર ટોપર્સ શા માટે હોય છે

સ્નીકર્સમાં હોલની સાથે સાથે રબર ટોપર પણ લાગેલા હોય છે, જે આપણા પગના પંજા ની પાસે હોય છે, તે એટલા માટે હોય છે કારણ કે પહેલાના સમયમાં સ્નીકર્સ માત્ર એથલીટ્સ લોકો જ પહેરતા હતા, અને રમતી વખતે તેમના પંજા ઉપર વાગી ન જાય તેથી તેને લગાવવામાં આવતો હતો.

Image Source

9 શર્ટ ના પાછળના હેંગિંગ લુપ

તમે નોટિસ કર્યું હશે કે ઘણા બધા શર્ટમાં પાછળની ભાગે એક નાનું લુપ આપવામાં આવે છે આ લુપ એટલે બનાવવામાં આવે છે જેથી લોકો તેને આસાનીથી ટાંગી શકે અને શર્ટમાં ક્રિશ ન પડે.

તો હવે તમે સમજી જ ગયા હશો કે અલગ અલગ વસ્તુઓ ને બનાવવા માટે આ ફેશન આઇટમનું કારણ શું હોય છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment