ડિસેમ્બરમાં જન્મેલા લોકો કેમ આટલા ભાગ્યશાળી હોય છે, જાણો તેની ૧૦ ગુણવતા

ડિસેમ્બરમાં જન્મેલા લોકો ભાગ્યશાળી હોવાની સાથે સાથે ઘણા બુદ્ધિમાન પણ હોય છે. આ મહિનામાં જન્મેલા લોકોની ઘણી ગુણવતા તેને બીજાઓથી શ્રેષ્ઠ બનાવે છે. ભારતમાં જન્મેલા ઘણા મહાન વ્યક્તિ ઓ પોતે આ વાતનું પ્રમાણ છે. ઘણી ચર્ચિત હસ્તીઓનો ભારતમાં જન્મ થયો છે. તો ચાલો જાણીએ ડિસેમ્બર મહિનામાં જન્મેલા લોકોના સ્વભાવની ૧૦ ખાસ વાતો.

અટલ બિહારી  બાજપાઈ 


જન્મથી જ લીડર  – જો આમને ક્યાંય પણ લીડ કરવાનું મળે તો તેઓ વધુ સારા નેતાઓ અને સંચાલક સાબિત થાય છે. ટીમને સંભાળવાનું હોય કે કોઈપણ પરિસ્થતિમનો કરવાનો હોય, આ બધી જ પરિસ્થિતી ને ઘણી સરળતાથી સંભાળી શકે છે.  તેમની તાર્કિક ક્ષમતા તેને મહાન બનાવે છે. તેઓ દરેક વસ્તુઓના સારા અને ખરાબ પહેલુઓને સારી રીતે સમજે છે.

જન્મ તારીખ : December 25, 1924

રજનીકાન્ત

ક્રિએટિવ – આ મહિનામા જન્મેલા લોકો ઘણા ક્રિએટિવ હોય છે તેમનો રચનાત્મક સવભાવ તેમને કોઈપણ કામને એક અલગ રીતે કરવા માટે મજબૂર કરે છે, જેના કારણે પરિણામ પણ સારું આવે છે. આ રાશિના ઘણા લોકો અભિનેતા, નિર્માતા, નિર્દેશક અને કલાકાર હોય છે. તે ઘન કમાવવામાં પણ ખૂબ ભાગ્યવાન હોય છે.

જન્મ તારીખ : December 12, 1950

યુવરાજ

ભાગ્યશાળી – આ મહિનામાં જન્મેલા લોકોને ઘણા ભાગ્યશાળી પણ માનવામાં આવે છે. મહેનતની સાથે સાથે ભાગ્ય પણ તેનો સાથ આપે છે. પછી તે અંગત જીવન હોય કે વ્યવસાઇક દરેક મામલામાં તે ભાગ્યશાળી સાબિત થાય છે.

જન્મ તારીખ : December 12, 1981

Photo: Reuters

મોહમદ રફી


ઈમાનદાર – ડિસેમ્બર મહિનામાં જન્મેલા લોકો ખુબજ ઈમાનદાર હોય છે. તેઓ જીવનમાં ખોટી રીતનો ક્યારેય ઉપયોગ કરતા નથી . તેઓને જાણ હોય છે કે બેમાની કે જૂઠું બોલીને તેઓને કઈ પણ પ્રાપ્ત થશે નહિ. તેઓ પોતાના વિશ્વાસ અને નૈતિક મૂલ્યો પ્રત્યે ખૂબ દ્રઢ રહે છે. તેઓને આ મૂલ્યોથી કોઈ હલાવી શકતું નથી.
જન્મ તારીખ : December 24, 1924
Photo: Facebook Page

અનિલ કપૂર


શકિતશાળી – આ મહિનામાં જન્મેલા લોકો ખુબજ સક્રિય રહે છે. તેઓ જે કંઇપણ કામ કરે છે, તેમા પોતાની સંપૂર્ણ ઊર્જા લગાવી દે છે. તેમની અંદર તેમના વ્યવસાય પ્રત્યે ખુબજ ઉત્સાહ હોય છે. મહત્વાકાંક્ષી હોવાની સાથે સાથે તેઓ બીજાની મદદ પણ ખુબ કરે છે. આ ખાસિયતનાં લીધેથી તેઓ એક સારા નેતા બની શકે છે.

જન્મ તારીખ : December 24, 1956

ધર્મેન્દ્રજી


ડાઉન ટુ અર્થ – તેઓને ખુબજ વૈભવી જીવન ની ઈચ્છા હોતી નથી. તેઓને નાની નાની વસ્તુઓ જેમકે મિત્રો, પ્રેમ , હાસ્યમાં જ ખુશી મળી રહે છે. તેઓ દરેક ક્ષણને જીવવામાં માને છે. તેમની કંપનીમાં રહેવું કોઈ વરદાનથી ઓછું નથી.

જન્મ તારીખ : December 8, 1935
Photo: Facebook Page

વિશ્વનાથન આનંદ


ગુપ્ત – તેમને તેમની વ્યક્તિગત જગ્યા ખુબજ પસંદ હોય છે. તેઓ દરેક સાથે તેમની લાગણી વિશે વાત કરતા નથી. તેઓ થોડા લોકો સાથેજ પોતાની અંગત વાતો શેર કરે છે. જેના પર તેમને ખૂબ ભરોસો હોય છે.
જન્મ તારીખ : December 11, 1969

ડો. રાજેન્દ્ર પ્રસાદ


ઉદાર – ડિસેમ્બરમાં જન્મેલા લોકો ખુબજ ઉદાર પ્રકૃતિના હોય છે. પરંતુ તેમના આજ સ્વભાવનો ઘણા લોકો ફાયદો ઉઠાવે છે. તેઓને ખૂબ મોડેથી અનુભવ થાય છે કે દરેક લોકો માટે દીલદારી બતાવવી યોગ્ય નથી.

જન્મ તારીખ : December 3, 1884

સલમાન ખાન


જિદ્દી – દરેકના વ્યક્તિત્વમાં નકારાત્મક પક્ષ પણ હોય છે. ડિસેમ્બરમાં જન્મેલા લોકો ઘણા જિદ્દી હોય છે અને ઘણીવાર તેઓ પોતાની માન્યતાઓ અને વિશ્વાસથી અલગ વસ્તુઓનો સ્વીકાર કરતા નથી. ઘણીવાર પોતે ખોટા હોવા છતાં પણ પોતાને સાચાજ માને છે. તેમ છતાં તેઓ તેમની વસ્તુઓ બીજા પર લાદતા નથી.
જન્મ તારીખ : December 27, 1965

પ્રણવ મુખર્જી


વફાદાર – ડિસેમ્બરમાં જન્મેલા લોકો પર આંખ બંધ કરીને ભરોસો કરી શકાય છે. જો તમારે એક વાર સારી મિત્રતા થઈ જાય તો તમને ખબર હશે કે તે જીવનભર તમારી સાથે ઉભા રહે છે. તેઓ જે કંઈ પણ બોલે છે, તેમા કઈ પણ ખોટું હોતું નથી. તેમને સરળ વસ્તુઓ કેવી રીતે કરવી તે ખબર નથી.
જન્મ તારીખ :December 11, 1935
Photo: PTI

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *