રસોઈનો સામાન જ્યારે જૂનો થઈ જાય, ત્યારે આ ઉપાયથી ઉપયોગી અને ડેકોરેશનનો સામાન બનાવો.

Image Source

જો રસોઈમાં કોઈ તૂટેલો અને જૂનો સમાન હોય, તો તેને ફરીથી ઉપયોગી બનાવી લો. આ તૂટેલી ચીજોને ફરીથી ઉપયોગી બનાવશે, જ્યારે રસોડું વ્યવસ્થિત અને સ્વચ્છ બનાવવામાં આવશે.

રસોડામાં એવા વાસણો, ડબ્બાઓ અને બરણીઓ પર ક્યારેક તો નજર જરૂર પડી હશે જે તૂટેલા અને જૂના થઈ ગયા છે પરંતુ હજી પણ રસોડાનો ભાગ છે. કાંચની વસ્તુઓ જેવી કે પ્લેટ, બાઉલ જેમની કિનારીઓ ખરાબ થઈ ગઈ છે, કે તે તૂટી ગઈ છે તો તેને દૂર કરી દો. આમ પણ તૂટેલો સામાન રાખવો યોગ્ય નથી. પરંતુ કેટલીક વસ્તુઓ ફરીથી ઉપયોગ કરી શકાય છે. અમુક ઉપાયો અહી આપવામાં આવી રહ્યા છે…..

Image Source

ચોપિંગ બોર્ડનું હોલ્ડર:

જૂના ચોપિંગ બોર્ડને હોલ્ડરની જેમ ઉપયોગ કરી શકો છો. જો ઇન્ટરનેટ પરથી જોઈને નવી નવી રેસિપી અજમાવી રહ્યા છો, તો ચોપિંગ બોર્ડને ટેબલેટનું હોલ્ડર બનાવી લો. તેના પર ટેબલેટ લગાડવા માટે અને બોર્ડને ચીપકવવા માટે લાકડાના ટુકડા ચોંટાડવા પડશે. તેવીજ રીતે જો પાટલી જૂની અથવા ખરાબ થઈ ગઈ છે, તો તેને કલર કરી તેના પર મીણબત્તી અથવા ઈન ડોર પ્લાન્ટ રાખીને ઓરડાને સજાવી શકો છો.

Image Source

ઢાંકણ વગરની બરણી:

ઘણી બરણી અથવા સ્ટીલના ડબ્બાના ઢાંકણ ખરાબ થઈ જાય અથવા ખોવાઈ જાય છતાં આપણે તેને રસોડામાં રાખીએ છીએ, તો તેને દૂર કરી અને બીજા કામમાં ઉપયોગ કરી લો. બરણીને રીસાઈકલ કરીને છોડ લગાવી શકો છો. આ ઉપરાંત બરણીને કલર કરીને પેન સ્ટેન્ડ અથવા શણગારમાં ઉપયોગ કરી શકો છો. આ ઉપરાંત સ્ટોન રાખીને પણ શણગારી શકો છો.

Image Source

ચીનાઈ કપ પ્લેટનો ઉપયોગ:

ચીનાઈના વાસણ જેમકે કપ અને પ્લેટની ડીઝાઈનની પ્રિન્ટ જતી રહી હોય, તો તેને શણગારમાં ઉપયોગ કરો. કપમાં મીણબત્તીને સજાવી શકો છો. પ્લેટ પર કપ રાખીને ચોંટાડી દો અને પ્લેટને દોરીથી બાંધીને ઝાડ પર લટકાવીને પક્ષીઓ માટે ખાવાનુ મૂકી શકો છો. ચીનાઈની પ્લેટને કલર કરી અને ડીઝાઈન બનાવીને દીવાલ પર લગાવી શકો છો. આ ઉપરાંત ચીનાઈની પ્લેટ પર પેઇન્ટિંગ કરી રૂમના ટેબલ પર પણ મૂકી શકો છો.

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *