જયારે સુશાંતે પહેલીવાર જીત્યો હતો એવોર્ડ, એકતા કપૂરે શેર કર્યો વિડીયો

સુશાંતે દુનિયાને અલવિદા કહી દીધું છે. જ્યાં ઘણા એકટરો ભાવુક પોસ્ટ, કવિતા અને વિડીયો દ્વારા સુશાંતને અલવિદા બોલી રહ્યા છે, ત્યાં એકતા કપૂર આ દર્દમાંથી નીકળી નથી શકી. એકતા સતત સુશાંત રાજપૂતથી જોડાયેલી કોઈને કોઈ પોસ્ટ શેર કરી રહી છે. તેમણે હાલમાં જ સુશાંતના પહેલો એવોર્ડ જીતવાનો જુનો વિડીયો શેર કર્યો છે.

image source

એકતા કપૂરે તેની સીરીયલ પવિત્ર રિશ્તાથી સુશાંત સિંહ રાજપુતને લોન્ચ કર્યો હતો. આ શો માં તેમણે માનવ દેશમુખ નો કિરદાર નિભાવ્યો હતો. માનવનું પાત્ર દર્શકોનું પ્રિય હતું અને તેના કારણે સુશાંતને અનેક એવોર્ડ મળ્યા હતા. હવે એકતાએ વિડીયો શેર કર્યો છે જેમાં એક્ટરને પહેલી વાર એવોર્ડથી નવાજવામાં આવ્યો હતો.

image source

આ વીડિયોમાં, તમે સુશાંતને ITA એવોર્ડના સ્ટેજ પર તેનો પહેલો એવોર્ડ જીતતા જોઈ શકો છો. સુશાંતનું નામ જાહેર થતાંની સાથે જ અભિનેત્રી અને તેની પૂર્વ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે ખુશીથી ચીસો પાડી હતી. એવોર્ડ જીત્યા બાદ સુશાંત ITA, એકતા કપૂર, બાલાજી ટેલિફિલ્મ્સ અને અંતે તેની માતાનો આભાર માને છે. તેમણે તેનો આ એવોર્ડ તેની માતા ને સમર્પિત કર્યો હતો.

 

View this post on Instagram

 

Sushant 1st award ever wins a #marutidzire .. popular actor #itaawards2010 ..memories..

A post shared by Anu Ranjan (@anuranjan1010) on

નથી રહ્યા સુશાંત સિંહ રાજપૂત

14 જુન 2020 એ સુશાંત સિંહ રાજપૂતે તેનું મુંબઈના બાંદ્રામાં સ્થિત એપાર્ટમેન્ટમાં ફાંસી લગાવી હતી. ખબર છે કે પાછલા 6 મહિનાથી તે ડીપ્રેશન જજુમી રહ્યો હતો. સુશાંતને તેના પરિવાર અને બોલિવૂડના સહ-સ્ટારની હાજરીમાં મુંબઇમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. બાદમાં પટનામાં તેની અસ્થીઓને વિસર્જિત કરવામાં આવ્યા હતા. સુશાંતનું આટલું મોટું પગલું ભરવાનું કારણ હજી સ્પષ્ટ થયું નથી. પોલીસ હજી પણ આ કેસની તપાસમાં લાગી છે. સુશાંતની આત્મહત્યાના રહસ્યને હલ કરવા માટે મુંબઈ પોલીસ તેના નજીકના સંબંધી અને મિત્રોની પૂછપરછ કરી રહી છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *