વજન ઘટાડવા માટે ક્યારે , કેટલુ અને કેવી રીતે ખાવુ? ચાલો જાણીએ

Image source

તમે આ કહેવત તો સાંભળી જ હશે કે, જો તમે આખો દિવસ ખાવ છો, તો તમે સ્થૂળતા કેવી રીતે ઘટાડશો? જ્યારે હકીકત એ છે કે, વારંવાર ખોરાક ખાવાનું સારું છે. તે તમને સ્વસ્થ રાખે છે અને ચયાપચયનુ સ્તર યોગ્ય રહે છે તથા બ્લડસુગર પણ નિયંત્રણમાં છે. કહેવાનો અર્થ એ છે કે, આખા દિવસમા થોડુ-થોડુ ખાવ તો જ તમારુ વજન નિયંત્રિત કરવામા સમર્થ રહેશો. જો કે, આના તમામ અધ્યયનો વિવિધ મંતવ્યો ધરાવે છે. જો તમે તમારા વજન ને નિયંત્રિત કરવા ઈચ્છો છો તો આખા દિવસમા લો પરંતુ, તે પહેલા અમુક મહત્વપૂર્ણ બાબતો પર ધ્યાન આપો.

કેલરી નુ વિભાજન કરો :

Image source

તમે તમારા ભોજનને છ વિભાગમા વહેંચો. દરેક વિભાગમા લગભગ સમાન કેલરી હોવી જોઈએ. દાખલા તરીકે જો તમે દિવસમાં ૧૮૦૦ કેલરીનો વપરાશ કરી રહ્યા છો, તો પછી દરેક વિભાગમા ૩૦૦ કેલરી શામેલ કરો. આ રીતે તમે એકસાથે વિશાળ પ્રમાણમાં કેલરી લેવાનું ટાળશો. આ રીતે તમારુ વજન વધશે નહીં.

નિયમિત ભોજન કરો  :

Image source

આખા દિવસ દરમિયાન દર ત્રણ કલાકના સમયે ભોજન લો. વજન ઘટાડવા માટે દિવસભર તમારા ભોજન સુનિશ્ચિત કરો. સવારે ઉઠવાના એક કલાકની અંદર તમારુ પ્રથમ ભોજન અથવા નાસ્તો લો. તદુપરાંત બાકીના ભોજનની પણ યોજના બનાવો. દાખલા તરીકે, જો તમે ૬ વાગ્યે નાસ્તો કરો છો, તો પછી સવારે ૯ વાગ્યે નાસ્તા પછી પછી બપોર નુ ભોજન કરો. ત્યારબાદ ૬ વાગ્યે અને પછી રાત્રે ૯ વાગ્યે જમવાનું. આ સમયપત્રકનુ નિયમિતપણે પાલન કરો.

ઓછુ ભોજન લેવુ :

Image source

જો તમે તમારા ભોજનમા યોજના કરતા ૫૦ કે ૧૦૦ કેલરી વધારે લેતા હોવ, તો પછી તમે જાતે અંદાજ લગાવી શકો છો કે આખો દિવસ તમારી કેલરીનું સેવન કેટલું વધ્યું છે. તમે શું ખાવ છો તેના પોષક મૂલ્યને જાણવું અને તમારા ભોજનની યોજના કાળજીપૂર્વક લેવી તે વધુ સારું છે. આખા દિવસ દરમિયાન છ વાર ભોજન લો, ઓછું ખાવ અને તંદુરસ્ત આહાર લો.

પ્રોટીન અને ફાઈબરયુક્ત ભોજન કરો :

Image source

તમારા ભોજનમા પ્રોટીન અને ફાઇબર સમાવિષ્ટ છે કે નહીં તેની ખાતરી કરો. વજન ઘટાડવા માટે આ પોષકતત્વો ખૂબ જ ઉપયોગી છે. ચિકન , માછલી , માંસ , મરઘા , ઓછી ચરબીવાળા માખણ , દાળ , બીજ , બદામ પ્રોટીન નો ઉત્તમ સ્ત્રોત છે. જ્યારે ફાઇબર માટે તમામ પ્રકારની સબ્જી અને ફળો ખાવ. આ ઉપરાંત દાળ અને આખા અનાજ પણ ફાઈબરથી ભરપૂર હોય છે.
જ્યારે તમે ત્રણ ને બદલે દિવસમા છ વાર ખાવ છો તો પછી ચોક્કસ તમારી પ્લેટ પર એક નજર નાખો. તમે શુ ખાવ છો અને શુ નહી તે ધ્યાનમાં રાખો. તમે જે ખાઈ રહ્યા છો તે તમારા સ્વાસ્થ્ય માટે યોગ્ય છે કે નહીં. આ બાબતોને જાણીને તમે સ્વસ્થ આહારની સાથે વજન પણ નિયંત્રિત કરશો.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *