જ્યારે પપ્પાને મારા પ્રેમ સંબધ વિશે જાણ થઈ!!! વાંચો આગળ

હું પંજાબના એક નાનકડા શહેરમાં રહું છું અને આ છે મારા પેહલા પ્રેમની કહાની. મેં જીવનમાં પેહલીવાર પ્રેમ કર્યો પરંતુ મારી પેહલી પ્રેમ કહાનીમાં અડચણ હતી. હું રાજપુત પરિવારમાંથી છું અને જે છોકરી સાથે મેં પ્રેમ કર્યો છે તે બ્રાહ્મણ પરિવારમાથી છે. મારા પપ્પા બાળપણથી જ ઘણા કડક અને ગુસ્સા વાળા વ્યક્તિ છે. જ્યારે તેમને મારા પ્રેમ સંબંધ વિશે જાણ થઈ તો તેણે મને સીધુ કહી દીધુ હતું કે બ્રાહ્મણ પરિવારમાં લગ્ન થઈ શકશે નહીં. પરંતુ હું પણ જિદ્દી સ્વભાવવાળો વ્યક્તિ છું, મેં પણ કહ્યું કે લગ્ન કરીશ તો તેની સાથેજ.

મારા મમ્મી પપ્પાએ વારંવાર સમજાવ્યો છતાં પણ જ્યારે હું માન્યો નહિ ત્યારે મારા પપ્પાએ મારી સાથે વાત કરવાની બંધ કરી દીધી. મેં પણ મારા પપ્પાને વધારે સમજાવ્યા નહિ કારણકે હું જાણતો હતો કે તે આ લગ્ન માટે માનશે નહીં. આ બધી સમસ્યામાં સૌથી વધારે તકલીફ મારી મમ્મીને થઇ રહી હતી. મારી મમ્મી ક્યારેક મને સમજાવતી તો ક્યારેક મારા પપ્પાને. પરંતુ હું મારી વાત પર અડગ રહ્યો , અને કેમ ન રહ્યુ, કેમકે તે મારો પેહલો પ્રેમ હતો અને તે છોકરીને હું ખૂબ પ્રેમ કરતો હતો, કોઈપણ કિંમતે હું તેને ગુમાવવા ઈચ્છતો ન હતો.

આવી રીતે ઘણા દિવસો વીતી ગયા. હવે મારે અને પપ્પાને વાત કર્યે લગભગ એક મહિનો થવા આવ્યો હતો. એક દિવસ હું ઓરડામાં બેઠો હતો ત્યારે મમ્મી મારી પાસે આવી અને બોલી “કરણ બેટા… તને પપ્પા ગાર્ડનમાં બોલાવે છે… તારી સાથે કઈક વાર કરવી છે.”

મેં વિચાર્યું હવે શું વાત કરવી છે… હું તેની પાસે ગાર્ડનમાં ગયો અને ઊભો રહ્યો…. મેં પૂછ્યું “પપ્પા.. શું થયું.. તમે બોલાવ્યો હતો.”

પપ્પા એ મને બેસવાનું કહ્યું અને કહ્યું…

“કરણ… જ્યારે હું કોલેજમાં હતો ત્યારે એક ઉમા નામની છોકરી સાથે ખૂબ પ્રેમ કરતો હતો. પપ્પાએ અમારો સંબંધ સ્વીકાર કર્યો નહીં અને મારા લગ્ન કરાવી દીધા. તે સમય મારા જીવનનો ખુબજ દુઃખી સમય હતો, હું ખૂબ રડ્યો હતો અને આજે જો કિસ્મતે ફરીથી મને તે દિવસોની યાદ અપાવી. મને ખુશી છે કે તે તેણી છોકરીનો સાથ છોડ્યો નહિ…. હવે જલ્દીથી તે છોકરીના માં બાપને મળાવ જેથી સંબંધની વાત કરી શકીએ”

આ સાંભળીને મને મારા કાન પર વિશ્વાસ થયો નહીં અને થોડીવાર માટે તો હું જેમ કે કોઈ વિચારમાં પડી ગયો હતો. 10 સેકન્ડ પછી મેં મારા પપ્પાને કહ્યું “You are world’s best dad”

પપ્પા પણ આ સાંભળીને હસવા લાગ્યા અને ત્યારે મારી મમ્મી પણ બહાર આવી. મેં ખુશીમાં મમ્મીને કહ્યું કે, ” મમ્મી … પપ્પા માની ગયા… તારી વહુ પાસે કામ કરાવવાની તૈયારી કરી લો.”

આ સાંભળીને મમ્મીની ખુશીનો પાર ન રહ્યો અને તે સીધી પપ્પા પાસે વાત કરવા ચાલી ગઈ.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment