મુળાના પાન ના અધધ આટલા બધા ફાયદા

Image source

મૂળાની ભાજી સ્વાદમાં કેટલી મજેદાર હોય છે! આઈ લવ થીસ ટેસ્ટ…ખરેખર મૂળાની ભાજી ખાવાની જેટલી મજા આવે છે એથી વિશેષ જો મૂળાના પાનના ફાયદાઓ એકવાર જાણી લઈએ તો ખબર પડે કે આપણે જે મૂળાની ભાજી ખાઈએ છીએ એ કેટલી ગુણકારી છે?

મૂળા કરતા મૂળાના પાનમાં સૌથી વધારે પોષકતત્વો હોય છે. મૂળાના પાનમાં અમુક એવા તત્વો હોય છે જે શરીરની સ્વાસ્થ્ય સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. કેલ્શીયમ, ફોલિક એસીડ, વિટામીન – સી, ફોસ્ફરસ, આયર્ન વગેરે તત્વો તેમજ ખનીજ શરીર માટે બહુ ઉપયોગી હોય છે. આ તત્વો શરીર માટે જરૂરી હોય છે, જે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાના નિવારણ માટે કામ આવે છે. તો વધુ માહિતી જણાવતા તમને એ પણ જણાવી દઈએ કે મૂળાના પાન તમને ક્યાં-ક્યાં ફાયદાઓ આપે છે.

અહીં એક પછી એક ફાયદાઓ અને તેની માહિતી જણાવી છે તો આપ આ આર્ટીકલની માહિતીને છેલ્લે સુધી વાંચજો. બની શકે કે કદાચ તમારી કોઈ સ્વાસ્થ્યની સમસ્યા માટેની આયુર્વેદિક દવા મળી જાય અને ફાયદો થઇ જાય!

કેન્સરના ઉપચાર માટે :

Image source

મૂળના પાન વિટામીન-સી થી ભરપૂર હોય છે, જે એન્ટી ઓક્સીડેન્ટના રૂપમાં કામ કરે છે. આ પાનમાં રહેલા ફાઈટોકેમિકલ્સ અને એન્થોસાયનીન કેન્સરને ધીમે ધીમે મટાડી શકે છે.

ડાયાબિટીસની સમસ્યા :

શરીરના લોહીમાં શુગર લેવલ ઠીક રાખવા માટે મૂળાના પાન ફાયદાકારક છે. ઊંચા ગ્લુકોઝના સ્તરને ઘટાડી ડાયાબીટીસની સમસ્યાને હળવી કરવા માટે મૂળાના પાન એક સારો એવો આયુર્વેદિક વિકલ્પ છે.

કમળાને દૂર કરવા માટે :

Image source

જે વ્યક્તિને કમળો થયો હોય એ મૂળાના પાનના સેવન દ્વારા રાહત મેળવી શકે છે. મૂળાના પાનને પીસીને તેને પાતળા કપડા વડે ગાળી અર્ક મિશ્રણ બનાવી લો. કમળાને દૂર કરવા માટે દરરોજ અડધો લીટર આ મિશ્રણનું સેવન કરવાથી જલ્દીથી કમળામાં જબરી રાહત થઇ શકે છે. અમુક પ્રકારની આયુર્વેદિક દવાઓની બનાવટ માટે પણ મૂળાના પાનનો અર્ક કે રસ વપરાશમાં લેવામાં આવે છે.

બ્લડના પ્યુરીફીકેશન માટે :

Image source

રક્તશોધક ગુણની વાત કરીએ તો મૂળાના પાનમાં આ ગુણ હોય છે એટલે બ્લડના પ્યુરીફીકેશન માટે બેસ્ટ ઓપ્શન છે. એન્ટીક્યોર્બુટીક ગુણ પણ મૂળાના પાનમાં હોય છે આ બધું એકસાથે મળીને બ્લડને એકદમ હેલ્ધી બનાવે છે.

ફાઈબર સોર્સ :

કબજિયાત કે ફૂલેલું પેટ જેવી અસંતુલિત શરીરને બનાવે તેવી સમસ્યામાં ફાયદો જોઈતો હોય તો પણ આપ મૂળાના પાનનો ઉપયોગ કરી શકો છો. મૂળાના પાન ફાઈબર સોર્સ છે એટલે શરીરમાં ફાઈબરની કમી દૂર કરવા માટે મૂળાના પાનના રસનું સેવન શરૂ કરી દેવું જોઈએ.

પ્રતિકારક ક્ષમતા વધારવા માટે :

Image source

વારેવારે થાક લાગી જવો એ તકલીફથી પરેશાન હોય તો મૂળાના પાન અકસીર આયુર્વેદિક કહેવાય. મૂળાના પાનમાં આયર્નનું ઊંચું પ્રમાણ હોય છે, જે શરીરને થાક લાગી જવો એ સમસ્યામાંથી છુટકારો આપે છે. ઉપરાંત મૂળાના પાનમાં ખનીજ પણ હોય છે જે શરીરની પ્રતિકારક શક્તિ વધારવા માટે મદદ કરે છે. વધારે સ્થિતિમાં વિટામીન – એ, વિટામીન – સી અને થાયમીન તેમજ અન્ય આવશ્યક ખનીજો પાનમાં મૌજુદ હોય છે. એનીમિયા અને હિમોગ્લોબીનની સમસ્યાવાળા દર્દી મૂળાના પાનનું રસ સેવન કરે તો ફાયદો થાય છે.

આ બધા ફાયદાઓ એવા છે જે શરીરની કોઇપણ સમસ્યાનું સમાધાન કરવા માટે મદદ કરી શકે છે. આ અહીં જણાવેલ કોઇપણ સમસ્યા સામે લડી રહ્યાં હોય તો મૂળાના પાનનો ઉપયોગ આજે જ કરવાનું શરૂ કરી દો. મૂળાના પાન છે પરફેક્ટ આયુર્વેદિક ઔષધ….

આવી જ અન્ય રસપ્રદ માહિતી જાણવા માટે ફેસબુક પેજ ‘ફક્ત ગુજરાતી’ સાથે જોડાયેલા રહેજો. અમે અહીં દરરોજ નવીનતાથી ભરેલ માહિતી પોસ્ટ કરીએ છીએ, જેને આપ સૌથી પહેલા મોબાઈલ કે કોમ્પ્યુટર પર મેળવી શકો છો.

#Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *