વધતી ઉંમરની સાથે છોકરીઓના ભોજનમાં ફેરફાર જરૂરી હોય છે. શું તમને ખબર છે ૨૦ વર્ષ પછી છોકરીઓને ક્યાં ખાસ પોષક તત્વોની જરૂર હોય છે? કેલ્શિયમ, વિટામિન, એન્ટી ઓક્સિડન્ટ, પ્રોટીન જેવા પોષક તત્વોથી ભરપુર ભોજન તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આજે અમે વાત કરીશું ૨૦ વર્ષ પાર કરી ચૂકેલી છોકરીઓના ભોજન પર જેનાથી તેને આગળ ચાલતા પોષક તત્વોની ઉણપનો સામનો ન કરવો પડે. યુવાન છોકરીઓને બેલેન્સ ડાયટ ની જરૂર પડે છે. ઉંમરના આ પડાવ પર સ્વસ્થ ભોજન એક પડકાર બની જાય છે. કોલેજનું ભણતર અથવા કરિયરના કામથી ઘણા પ્રકારની બીમારીઓ વધી શકે છે જેને રોકવા માટે તમારે સ્વસ્થ ભોજન તરફ કૂચ કરવીજોઈએ. આ ઉંમરમાં તમે સ્વસ્થ ભોજન સરળતાથી મેળવી શકો છો. લખનઉના શુભેચ્છક ડાયટ ક્લિનિકની ડાયટિશ્યન ડો. સ્મિતા સિંહ પાસે આપણે જાણશું કે યુવાન છોકરીઓ માટે શ્રેષ્ઠ ભોજન કેવું હોવું જોઈએ.
છોકરીઓને ભોજનમાં કયા પોષક તત્વો લેવા જોઈએ ?
આ સમય તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર પ્રભાવ કરે છે તેથી જરૂરી છે કે તમે સમતોલ આહાર લો. પોષક તત્વોમાં તમારે કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન અને એન્ટિઓક્સિડન્ટ યુક્ત ભોજન પર ધ્યાન આપવાનું છે. તમારે તે વાતનું ધ્યાન રાખવાનું છે કે તમે આ સંતુલિત આહારની ઝપેટમાં ન આવો. તેનાથી શરીરમાં ચરબી જામવા લાગે છે અને ઘણા પ્રકારની બીમારીઓ થઈ શકે છે.
વિટામિન યુક્ત આહાર:
સારી જીવનશૈલી માટે શરીર માટે સારો આહાર જરૂરી છે. આપણે બધા જાણીએ છીએ કે વિટામીન આપણા શરીર માટે કેટલા જરૂરી હોય છે. ૨૦ વર્ષની ઉંમર વટાવ્યા પછી શરીરમા ફેરફાર થાય છે. જો તમે વિટામિન નહીં લો તો શરીરમાં થાકનો અનુભવ થશે. પોષણયુક્ત આહારમાં વિટામિન અને ખનીજનો સમાવેશ થવો જોઇએ. તેનાથી સૂવું – ઉઠવું, કસરત કરવી જેવા કામ સરળતાથી થઇ શકે છે નહિતર સામાન્ય દિનચર્યામાં પણ તમારું શરીર થાકી જાય છે.
આહાર:
૨૦ વર્ષની ઉંમર વટાવ્યા પછી તમારે ઘણા જરૂરી પોષક તત્વો લેવાના છે જેમકે ઓમેગા ૩, તે તમારા ધંધા ને મજબૂત રાખશે. હદય સ્વસ્થ રાખશે. માછલી અને અળસીના બીજમાં ઓમેગા ૩ ની માત્રા હોય છે. વિટામિન ડી હાડકા માટે જરૂરી હોય છે. ઈંડા, સોયા, પનીર મેગ્નેશિયમ નો સમાવેશ કરવા માટે કેળા, બીજ, અંકુરિત અનાજ સારો વિકલ્પ છે. આયન માટે પાંદડાવાળી શાકભાજીઓ, દાળ ખાઓ. વિટામિન ડી માટે લાલ માસ, આખું અનાજ ખાઓ. તેનાથી તમારા શરીરમાં ઉર્જા રહેશે. વિટામીન સી માટે સંતરા, લીંબુ, સ્ટ્રોબેરીનો આહારમાં સમાવેશ કરી શકો છો.
કેલ્શિયમયુક્ત આહાર:
જો તમે ૨૦થી ૩૦ વર્ષ ઉંમરની વચ્ચે છો તો તમારા ભોજનમાં કેલ્શિયમને બિલકુલ અવગણવું નહીં. તમારા માટે ફક્ત દૂધ અથવા દૂધથી બનાવેલી પ્રોડક્ટસ મહત્વની નથી. તેની સાથે ઘણા એવા ખોરાક છે જેમાં કેલ્શિયમની ભરપૂર માત્રા હોય છે તેને તમારે તમારા ભોજનમાં શામેલ કરવાનું છે. જો તમારા શરીરમાં કેલ્શિયમનું પ્રમાણ ઓછું હોય છે તો તમારા શરીરમાં દુખાવો થઇ શકે છે. આ ઉંમરથી જ દરરોજ કેલ્શિયમ લેવાની ટેવ રાખો. જે સ્ત્રીઓના લગ્ન યુવાન વયમાં થાય છે તેને બાળકોને સ્તનપાન કરાવવામાં મુશ્કેલી થાય છે કેમ કે શરીરમાં કેલ્શિયમની પૂરતી માત્રા રહેલી હોતી નથી.
આહાર:
તમારે દરરોજ એક ગ્લાસ દૂધ પીવાનું છે. ડોક્ટરની સલાહ લઈને તમે તેમાં પ્રોટીન પાઉડર પણ ઉમેરી શકો છો પરંતુ કંઈક સ્વસ્થ ઇચ્છો છો તો કાજુ, બદામ અને કેસરનું મિશ્રણ દૂધમાં ઉમેરીને પીઓ. જે છોકરીઓને દૂધમાં રહેલા લેકટોઝની એલ્રજી હોય તેઓ દહીં પી શકે છે. બપોરના ભોજનમાં એક વાટકી દહીંનો સમાવેશ કરો. આ ઋતુમાં લીલા પાંદડાવાળી શાકભાજી મળી રહે છે જેમકે કોબી, પાલક, બ્રોકલી તેમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ જોવા મળે છે. ટોફુ પણ સારો વિકલ્પ છે. તમે ટોફુ નું સલાડ પણ ખાઈ શકો છો. ટોફુ સોયાબીનથી બનેલું છે તેથી તેમાં કેલ્શિયમની સારી માત્રા જોવા મળે છે.
પ્રોટીનયુક્ત ભોજન:
૨૦ વર્ષ થતા જ શરીરમાં નવા કોષો નો વિકાસ થાય છે. તેવામાં તમારે પ્રોટીનથી ભરપૂર ભોજન લેવું જોઈએ. પ્રોટીનમાં શરીરના કોષો રીપેર કરવાની ક્ષમતા હોય છે. તેનાથી તમારા વાળ અને નખ પણ સ્વસ્થ રહે છે. જે સ્ત્રીઓ કસરત કરે છે અથવા જીમ જાય છે તેને ડોક્ટરની સલાહ લઈને જાણવું જોઈએ કે કેટલું પ્રોટીન તેમના શરીર માટે જરૂરી છે. પ્રોટીનયુક્ત આહાર તમારા આંખોનું સ્વાસ્થ્ય પણ સારું રાખે છે.
આહાર:
પાલકમાં પ્રોટીન હોય છે. પાલક ખાવાથી હાડકા મજબૂત બને છે અને તેમાં દુખાવો થતો નથી. તેની સાથે જ કોળામાં પ્રોટીનની સાથે મેગ્નેશિયમ અને આયર્ન પણ રહેલા હોય છે. તેનાથી તમારા વાળ કાળા થાય છે અને રોગો દૂર ભાગે છે. જમવામાં મગદાળ, મસુર દાળ વગેરેનો સમાવેશ કરો. તેમાં પ્રોટીન, કેલ્શિયમ અને વિટામિન એ જોવા મળે છે. આ ઉપરાંત તમે બાફેલા ચણાની ચાટ બનાવીને ખાઈ શકો છો. સિયા સિડ્સ માં પણ પ્રોટીન જોવા મળે છે. લોબિયા પણ પ્રોટીનનો સારો સ્ત્રોત છે. તેને તમારા ભોજનમાં જરૂર સમાવેશ કરો.
એન્ટી ઓક્સિડન્ટ યુક્ત ભોજન:
એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર ખોરાક ભોજનમાં સમાવેશ કરવાથી તમારો તણાવ ઓછો કરવામાં મદદ મળશે. તેનાથી હાર્ટઅટેક, કેન્સર, ડાયાબિટીસ જેવા રોગોનું જોખમ ઓછું થઈ જાય છે. ઘણા ખોરાકમાં એન્ટિઓક્સિડન્ટની માત્રા હોય છે જેને તમે ભોજનમાં સમાવેશ કરી શકો છો. ૨૦ વર્ષની ઉંમર થતાં જ તમારે તમારા ભોજનમાં એન્ટિઓક્સિડન્ટ યુક્ત ખોરાકનો સમાવેશ કરવો જોઈએ.
આહાર:
જો તમને ચોકલેટ પસંદ હોય તો તમને આ વિકલ્પ પસંદ આવશે. ખરેખર,ડાર્ક ચોકલેટમાં એન્ટિઓક્સિડન્ટ રહેલ હોય છે. તેનાથી હદયનું સ્વાસ્થ્ય સારું રહે છે તેથી તમે ક્યારેક ક્યારેક ડાર્ક ચોકલેટનું સેવન કરી શકો છો. ઘણાબધા લોકો કઠોળ નથી ખાતા પરંતુ કઠોળમાં ફાઈબર અને એન્ટી ઓક્સિડન્ટ ભરપૂર હોય છે તેથી તમારે કઠોળ ખાવું જોઈએ. ડોકટર એવું માને છે કે કઠોળ કેન્સરના કોષને ઓછા કરવામાં મદદ કરે છે. બીજા ફળોની સરખામણી માં બ્લુબેરિમાં એન્ટી ઓક્સિડન્ટની માત્રા વધારે હોય છે. તેનાથી સોજા પણ ઓછા થાય છે. આ ઉપરાંત તમે ભોજનમાં બીટનો સમાવેશ કરી શકો છો. બીટમાં ફાઈબર, પોટેશિયમ, આયરન, ફોલેટની માત્રા હોય છે. તેનાથી તમારું પાચનતંત્ર સારું રહે છે. શરીરમાં લોહીના સ્તરને પણ વધારે છે.
સંતુલિત આહાર ના ઉપાયો:
વધારે પડતું ભોજન ન કરો. આ ઉંમરમાં તમને જંકફુડ ખાવાનુ મન થાય છે જેના કારણે તમે વધારે પડતું ભોજન કરવા માંડો છો. ક્યારેક ક્યારેક તમે બહારનું ખાઈ શકો છો પરંતુ તેની ટેવ ન રાખો. થોડા થોડા સમયમાં ભોજનની યોજના કરવાને બદલે તમે એક વારમાં વધારે ખાઓ.
લીલા શકભાજીનો તમારા ભોજનમાં સમાવેશ કરો. લીલા શાકભાજીથી શરીરમાં પોષક તત્વો વધે છે. તેની સાથેજ ભોજનમાં રોજ એક ફળને ઉમેરો. કબજિયાતની સમસ્યાથી બચવા માટે ફાઇબરથી ભરપૂર ફળોને ખાઓ.
તમારે કેલેરીથી પણ દૂર રહેવાનું છે. વધારે ગળ્યું ખાવાથી તમારા શરીરમાં ચરબી જામવા લાગશે. એક સંશોધન મુજબ ગળ્યાની લત છોડવી દારૂ છોડવાથી પણ મુશ્કેલ હોય છે તેથી નાની ઉંમરથી જ કેલેરી ઇન્ટેક પર ધ્યાન આપો.
આ ઉંમરમાં હાઇડ્રેશન પણ જરૂરી છે નહિતર તમારી એનર્જી હંમેશા ઓછી રહેશે. તેથી પોતાને ફ્રેશ રાખવા માટે સમય સમય પર પાણી પીતા રહો.
આ વાતોનું ધ્યાન રાખશો તો ઉંમરનો આ સુંદર પડાવ તમને ખુશી અને સ્વસ્થ જીવનની ભેટ દઈને જશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team