લગ્ન જીવનને મધુર બનાવવા માટે શું કરવું જોઈએ ?….આટલી બાબતોનું રાખો ખાસ ધ્યાન

જીવનની ભાગદોડમાં આજે આપણા એટલા વ્યસ્ત થઈ ગયા છે. કે પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફને ભેગી કરી કાઢી છે. પતિ પત્નીએ કામ કરવાની સાથે એકબીજાને ટાઈમ આપવો પણ તેટલોજ જરૂરી છે. લગ્ન જીવનમાં મધુરતા લાવવા માટે જો તમે ટાઈમ કાઢશો એકબીજા માટે તોજ તમારુ જીવન ખુશખુશાલ રહેશે. માટે આજે અમે તમને જણાવા જઈ રહ્યા છે. કે તમારું લગ્ન જીવન આનંદ ભર્યું રહે તે માટે તમારે શું કરવું જોઈએ.

એકબીજાને હંમેશા પ્રેમ કરો

તમે લવ મેરેજ કરો કે પછી અરેન્જ મેરેજ કરો પરંતુ સૌથી જરૂરી છે કે લગ્ન પછી પણ તમારા બંને વચ્ચે પ્રેમ પહેલા જેવોજ રહેવો જોઈએ. તમારા પાર્ટનરની ખરાબ આદતો સાથે ટેવાઈને તમારે તેનું ધ્યાન પણ રાખવું પડશે. સાથેજ તેને ખુશ રાખવાની ભાવના પણ રાખવી પડશે. બંને જણા કોઈ પણ વસ્તુ એકબીજાથી ક્યારેય પણ છુપાવશો નહી તે સારુ રહેશે. સાથેજ ક્યારે કોઈ વાતને લઈને ગેરસમજ પણ ના ઉભી થવા દો જો આટલું કરશો તો તમારો પ્રેમ એટલોજ રહેશે જેટલો લગ્ન પહેલા હતો.

હંમેશા ભરોસો રાખજો

ભરોસો એક એવી વસ્તું છે કે તે તમારો સંબંધ હંમેશા માટે ટકાવી રાખે છે. જીવનના અંતિમ ક્ષણ સુધી તમારે ભરોસો ક્યારેય તૂટે નહી તે વાતનું ધ્યાન રાખવું પડે છે. ક્યારેય પણ ખોટું બોલીને તમારા પાર્ટનરનો ભરોસો તોડવાનો પ્રયાસ ન કરતા. તમારા પાર્ટનરને તમે જ્યારે ખોટું બોલો ત્યારે તેને ખબર પડીજ જતી હોય છે. જો તમે કોઈ વાત તમારા પાર્ટનરને કહેવા નથી માગતા તો તેના વીશે સીધી તેને ના પાડી દેશો તે વધારે સારુ રહેશે પરંતુ ક્યારેય પણ ખોટું બોલીને તેનો ભરોસો ના તોડતા .

એકબીજીની ભૂલો માફ કરો

કોઈ પણ વ્યક્તિ 100 ટકા સારો નથી હોતો. તેનામાં કોઈકને કોઈક ખામી તો હોય છે. પરંતુ તેની તે ખામીને તેની ભૂલ સમજીને માફ કરવાની ભાવના રાખજો જેથી તમારું લગ્નજીવન હંમેશા સારુ રહેશે. મનમાં ગાંઠ બાંધીને તમે ઝઘડો કરશો તો તે વાતનો ઉકેલ નહી આવે પરંતુ વાત વધી જશે….જેથી બને ત્યા સુધી એકબીજાની ભૂલોને માફ કરવાનું રાખશો તો તમારું લગ્નજીવન સુખમય રહેશે.

એકબીજાની ઈજ્જત કરો

સંબંધોમાં હંમેશા એકબીજાની ઈજ્જત કરશો તો તે વધાર મધુંર રહેશે. ક્યારેય પણ તમારા પાર્ટનરની તમે અવગણના ન કરતા તેને એવું ક્યારેય પણ ફીલ ન થવા દેતા કે તેની કોઈ ઈજ્જત નથી, બંનેએ એકબીજાની સમાન ઈજ્જત કરવી જોઈએ. સાથેજ જ્યારે ઝઘડો થાય ત્યારે તમારા પાર્ટનરની બેઈજ્જતી થાય તેવું પણ કઈ ન બોલવું જોઈએ તે વાતનું ખાસ ધ્યાન રાખજો. જો તમે તમારા પાર્ટનરની હંમેશા ઈજ્જત કરશો તો તે પણ તમારી તેટલીજ ઈજ્જત કરશે અને તમારા સંબંધો મજબૂત રહેશે.

એકબીજા પ્રત્યે વફાદાર રહેજો

લગ્નજીવનમાં જો તમે ઝઘડશો તે ચાલી જશે. એકબીજા સાથે થોડા દિવસ એકબીજા સાથે વાત નહી કરો તે પણ ચાલી જશે. પરંતુ જો તમે તમારા પાર્ટનર પ્રત્યે વફાદાર નહી રહો અને બહાર એક્સ્ટ્રા મેરીટલ અફેર કરશો તો તે તમારા માટે ઘણું ભારે પડી શકે છે. કારણકે  પતિ પત્નીના સંબંધોમાં જ્યારે કોઈ ત્રીજી વ્યક્તિનું આગમન થાય ત્યારે તેનું પરિણામ ગંભીર આવતું હોય છે. તમારો સબંધ પછી એવો ક્યારેય નહી થાય જેવો પહેલા હતો.

એકબીજા સાથે મીત્રોની જેમ રહો

તમે તમારા પાર્ટનર સાથે ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડની જેમ પણ રહી શકો છો. જરૂરી નથી કે તમારે પતિ પત્ની બનીને રહેવું જોઈએ. કારણકે જેટલા તમે એકબીજા સાથે મીત્ર બનીને રહેશો તેટલો તમારો સંબંધ વધારે મજબૂત થશે. વાતો પણ તમારે એકબીજા સાથે મીત્રની જેમ કરવી જોઈએ જેથી તમે પતિ પત્ની છો. તે વાતનો પણ તમને ખ્યાલ ન રહે અને તમારો સંબંધ હંમેશા મજબૂત રહેશે.

સારા સમયને યાદ કરો

દરેક પતિ પત્નીના જીવનમાં સારો સમય તેમના માટે અનમોલ હોય છે. તમે એવા સમયને યાદ કરી શકો છો. જે સમયે તમે બંને જણા ખુશ હતા. ખાસ કરીને તમે ફરવા ગયા હોવ ત્યારે તમે સૌથી વધારે ખુશી મળતી હોય છે. અથવા તો કોઈ પણ પાર્ટીમાં ગયા હો તે ખુશી પણ તમારા માટે અલગ હોય છે. તમારા લગ્નનો સમય યાદ કરો જ્યારે તમે એકબીજા સાથે જીવનભર સંબંધોમાં બંધાઈ ગયા હતા. કારણકે સારા સમયને યાદ કરવાથી બંને વચ્ચે પ્રેમ વધે છે. જેના કારણે તમારું લગ્નજીવન વધારે મજબૂત થતું હોય છે.

એકબીજા માટે સમય કાઢો

જ્યારે આપણે જીવનના એક તબ્બકા પર પહોચી જઈએ ત્યારે આપણે એકબીજાને સમય નથી આપી શકતા. પરંતુ એક વસ્તુ જીવનમાં હંમેશા યાદ રાખજો કે તમે ગમે તેટલા સફળ થઈ જાવ તો પણ એકબીજા માટે સમય કાઢવાનું ન ભૂલો. ખાસ કરીને તમારા પાર્ટનરને તમે ડેટ પર લઈ જવાનું રાખો. 6 મહિને કે વર્ષે એક વાર ક્યાંક ફરવાનો પ્લાન બનાવો. દરરોજ તેની સાથે થોડોક ટાઈમ વીતાવજો. આટલું કરશો તો પણ તમારા સંબંધો ક્યારેય નબળા નહી પડે.

એકબીજાની પસંદનું ધ્યાન રાખો

દરેક પતિ પત્ની માટે આ બાબત ખૂબજ મહત્વની છે. તમારે હંમેશા તમારા પાર્ટનરની પસંદનું ધ્યાન રાખવું જોઈએ. જો સંબંધોમાં એકનીજ પસંદ ચાલે તો પણ જીવનમાં ખટાશ આવી જતી હોય છે. જેથી બંને જણાએ એકબીજાની પસંદનું ધ્યાન રાખવું જોઈએ. આ બાબત દરેક વસ્તુ માટે લાગુ પડે છે કોઈ વિષય પર પસંદ ના પસંદની વાત નથી પરંતુ દરેક મુદ્દે તમારે તમારા પાર્ટનરની પસંદનું ધ્યાન રાખવું પડે. કારણકે જો તમે તમારા પાર્ટનરની પસંદનું ધ્યાન રાખશો તો તમારું લગ્નજીવન પણ વધારે સારું રહેશે.

એકબીજા માટે સારા બનો

મોટા ભાગના કપલ વચ્ચે ઝઘડાઓતો થતાજ હોય છે. પરંતુ ખાસ કરીને અમુક કપલ એવા હોય છે કે જેમના વચ્ચે વધારેજ ઝઘડાઓ થતા હોય છે. તેવા લોકોએ ખાસ કરીને તો ઝઘડો કરતા પહેલા એકબીજાને સમજવા ઘણા જરૂરી છે. જ્યા સુધી તમે એકબીજાને સમજશો નહી એકબીજા માટે સારા નહી બનો ત્યા સુધી તમારા સંબંધો સારા નહી થાય. જેથી જીવનમાં તમારા પાર્ટનર માટે સારા બનવાના પ્રયાસ કરજો તમારા વચ્ચેનો પ્રેમ આપમેળે વધી જશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment