વર્ષ 2021 માં લોકો દ્વારા સૌથી વધારે પસંદ કરવામાં આવેલી રેસીપી કઈ છે અને તેને કેવી રીતે બનાવી શકાય?? તે જાણો આ લેખમાં

Image Source

અમે તમને વર્ષ 2021માં સૌથી વધારે પસંદ કરવામાં આવેલી રેસિપી વિશે જાણકારી આપી રહ્યા છીએ, જેને લોકો સૌથી વધારે ગુગલ પર સર્ચ કરી રહ્યા છે.

દરરોજ ટેસ્ટી અને સ્વસ્થ ભોજન કોને પસંદ હોતું નથી, તેથી સ્ત્રીઓ રોજ જુદી જુદી પ્રકારની શાકભાજી બનાવે છે. પરંતુ ઘણી મહિલાઓની સમજાતું નથી કે તે દરરોજ શું નવુ બનાવે અને તેના પરિવારના સભ્યો ને ખવડાવવું. તેથી સ્ત્રીઓ આજકાલની ટેકનોલોજીના યુગમાં જ્યારે પણ કંઈક નવું બનાવવાનું હોય છે, ત્યારે ગૂગલ અથવા યુટ્યુબ ચેનલની મદદ લે છે અને ભોજનને તે રેસીપી મુજબ સ્વાદિષ્ટ બનાવવાનો પ્રયત્ન કરે છે.

આ વર્ષ એટલે કે 2021 માં લોકોએ google પર એવી ઘણી રેસીપી સર્ચ કરી છે, જેને અમે તમારી સાથે શેર કરી રહ્યા છીએ. તો આજે અમે તમને જણાવીએ કે વર્ષ 2021 ની સૌથી વધારે સર્ચ કરવામાં આવેલી રેસિપી કઈ હતી, જેને તમે પણ અજમાવી શકો છો.

Image Source

1. બ્રોકલી ફ્રાઇડ

વર્ષ 2021માં લોકોએ ગૂગલ પર સૌથી વધારે બ્રોકલીની રેસિપી સર્ચ કરી છે. લોકોએ લગભગ 27100 વાર ગુગલ પર બ્રોકલીની ઘણી રેસીપી સર્ચ કરી અને ઘરે અજમાવી છે. કેમકે બ્રોકલી એક એવી શાકભાજી છે, જે ફક્ત સ્વાદિષ્ટ જ હોતી નથી પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે. તેથી અમે તમારા માટે બ્રોકલી ફ્રાઇડ ની રેસિપી લઈને આવ્યા છીએ, જેને તમે ઘરે બનાવી શકો છો.

સામગ્રી

  • બ્રોકલી – 1 કપ
  • ચોખા – 2 કપ
  • મીઠું – સ્વાદ મુજબ
  • લસણ આદુની પેસ્ટ – 1/2 ચમચી
  • લાલ મરચાનો પાવડર – 1/2 ચમચી
  • લીલી શાકભાજી – 1 કપ બારીક કાપેલી
  • કાંદો – 1/2 કાપેલ
  • તેલ – 2 ચમચી
  • હળદર પાવડર – 1/2 ચમચી
  • ધાણાના પાન – 1 ચમચી

બનાવવાની રીત:

  • બ્રોકલી ફ્રાઇડ રાઈસ બનાવવા માટે સૌથી પેહલા તમે બ્રોકલીને સરખી રીતે સાફ કરી લો અને નાના નાના ટુકડામાં કાપી એક વાસણમાં રાખો.
  • વે તમે ચોખાને પણ સરખી રીતે સાફ કરી અને વાસણમાં રાખો.
  • ત્યારબાદ એક વાસણમાં બે થી ત્રણ કપ પાણી નાખી બ્રોકલીને યોગ્ય રીતે ઉકાળી લો અને એક ડિશમાં કાઢી લો.
  • આજ રીતે તમે બે થી ત્રણ કપ પાણીમાં ચોખાને નાખી યોગ્ય રીતે ઉકાળી લો અને વાસણમાં કાઢી લો.
  • બીજીબાજુ તમે એક વાસણમાં તેલ ગરમ થવા માટે રાખી દો અને તેલ ગરમ થઈ જાય, ત્યારે સૌથી પહેલા કાંદાને નાખી થોડી વાર માટે સાંતળી લો.
  • થોડી વાર પછી સાંતળેલા કાંદામાં લીલા શાકભાજી વગેરે મસાલાને નાખી લગભગ 15 મિનિટ પકાવી લો.
  • 15 મિનિટ લીલા શાકભાજી પકવ્યા પછી તમે તે વાસણમાં બ્રોકલી અને ચોખાને નાખી લગભગ 5 મિનિટ સરખી રીતે રાંધી લો.
  • તેને થોડી થોડી વાર વચ્ચે એક થી બે વાર હલાવો. 5 મિનિટ રાંધ્યા પછી ઘાણાના પાન નાખી ગેસને બંધ કરી દો.

Image Source

2. મેથી મટર મલાઈ

મેથી અને વટાણા બંને પ્રકારની શાકભાજી તમારી બધાની મનપસંદ શાકભાજી હોઈ શકે છે. ખાસકરીને જ્યારે શિયાળામાં આ બંને શાકભાજી પુષ્કળ માત્રામાં મળે છે, ત્યારે તેનો સ્વાદ થોડો અલગ જ હોય છે. સ્વાદની સાથે આ શાકભાજી સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક હોય છે. તેને લોકોએ આ વર્ષે સૌથી વધારે પસંદ કરી અને લગભગ 22200 વાર સર્ચ કરી.

સામગ્રી

  • દૂધની તાજી મલાઈ – 250/350 મિલી
  • બાફેલા વટાણા – 1 કપ
  • કાપેલ કાંદા – 2 નાના
  • લીલા મરચા – 2 કાપેલ
  • આદુ કાપેલ – 1 મોટી ચમચી
  • મીઠું – સ્વાદ મુજબ
  • ખાંડ – 1/4 ચમચી
  • તેલ – 1 મોટી ચમચી
  • હિંગ – 1 ચપટી
  • જીરું – 1/2 ચમચી
  • ટામેટા – 2 નાના કાપેલ
  • લાલ મરચું પાવડર – 1/4 નાની ચમચી
  • હળદર પાવડર -1/4 ચમચી
  • કસૂરી મેથી – 1/2 ચમચી
  • ગરમ મસાલાનો પાવડર – 1/2 ચમચી
  • કાજુ અને દ્રાક્ષ – 1 મોટી ચમચી
  • ઘાણાના પાન – 1 મોટી ચમચી

બનાવવાની રીતઃ

  • મલાઈની શાકભાજી માટે બધી સામગ્રી તૈયાર કરો.
  • એક વાસણમાં તેલ ગરમ કરો, તેમાં હિંગ, મરચું, જીરું અને આદુ નાખી, 10 સેકન્ડ પકવ્યા પછી કાંદા નાખો અને આછું બ્રાઉન થાય ત્યાં સુધી પકાવો.
  • ટામેટામાં બધા મસાલા પાવડર, સ્વાદ મુજબ મીઠું નાખી સરખી રીતે મિક્સ કરો, 2-3 મિનિટ માટે ઉકાળી લો. ત્યારબાદ વટાણા અને મેથી નાખો.
  • હવે તેમાં મલાઈ નાખો અને સરખી રીતે મિક્ષ કરો, 2 મિનિટ માટે ઉકાળો, તેમાં ગરમ મસાલા પાવડર, કાજુ, દ્રાક્ષ, તાજા ઘાણાના પાન નાખો.
  • રોટલી અને અથાણાની સાથે ગરમ પીરસો.

Image Source

3. શાહી પનીર

દરેક લગ્નની શાન વધારતું શાહી પનીર જો તમે તમારા ઘરે બનાવવા ઈચ્છો છો તો તમે તેને બનાવવાની આ ખાસ રેસિપી જાણી લો. શાહી પનીર દરેક ભારતીય લોકોનું મનપસંદ ફૂડ હોય છે. તેને તમે ઘરે ઘણી રીતે બનાવી શકો છો જેમકે તમે પનીરની ગ્રેવી ટામેટા અથવા તો દહી લઈને બનાવી શકો છો.

સામગ્રી

  • પનીર – 500 ગ્રામ
  • ટામેટા – 5
  • લીલા મરચા – 2
  • આદુ – એક લાંબો ટુકડો
  • ઘી અથવા તેલ – 2 ચમચી
  • જીરું – 1/2 નાની ચમચી
  • હળદર પાવડર – 1 નાની ચમચી
  • ઘાણાનો પાવડર – 1 નાની ચમચી
  • લાલ મરચું – 1 નાની ચમચી
  • ઘાણાના પાન – થોડા
  • કાજુ – થોડા
  • મલાઈ અથવા ક્રીમ – 1/2 કપ
  • ગરમ મસાલો – 1 નાની ચમચી
  • મીઠું – સ્વાદ મુજબ

બનાવવાની રીતઃ

  • ઘરે શાહી પનીર બનાવવા માટે તમે સૌથી પેહલા પનીરને ચોરસ ટુકડામાં કાપી લો.
  • હવે નોન સ્ટીક કડાઈમાં 1 ચમચી તેલ નાખી અને આછું બ્રાઉન થાય ત્યાં સુધી પનીરને તળીને બહાર કાઢી લો.
  • કાજૂને અડધો કલાક પાણીમાં પલાળીને રાખી દો અને તેને બારીક પીસીને બાઉલ માં કાઢી લો.
  • ટામેટા, આદુ અને લીલું મરચું મિક્સરમાં પીસીને પેસ્ટ બનાવી લો. પેસ્ટને કાઢી એક બાઉલમાં રાખો અને મલાઈને પણ મિક્સરમાં મિક્સ કરી લો.
  • હવે કડાઈમાં ઘી અથવા માખણ નાખીને ગરમ કરી લો. ગરમ ઘીમાં જીરું નાખી દો. જીરું થોડું બ્રાઉન થાય પછી તેમાં હળદર પાવડર અને ઘાણાનો પાવડર નાખો.
  • હવે આ મસાલામાં ટામેટાની પેસ્ટ નાખી ચમચીથી હલાવી લો. ટામેટા સાંતળ્યા પછી, કાજુની પેસ્ટ અને મલાઈ નાખી મસાલાને ચમચીથી હલાવી લો અને સરખી રીતે શેકી લો.
  • આ મસાલામાં જરૂરિયાત મુજબ પાણી ઉમેરી લો. પછી તેમાં મીઠું અને લાલ મરચું પણ નાખો.
  • જ્યારે પેસ્ટ ઉકળવા લાગે ત્યારે પનીરના ટુકડાને નાખી ઉમેરી લો અને તેને ઢાંકીને ધીમા ગેસ પર શાકભાજીને 3-4 મિનિટ સુધી પાકવા દો જેથી પનીરની અંદર બધો મસાલો શોષાય જાય.
  • તમારું શાહી પનીર બનીને તૈયાર છે. ગેસ બંધ કરી દો પછી તેમાં થોડા લીલા ધાણા નાખી દો અને પીરસો.

Image Source

4. કેક

વર્ષ 2021 માં આ રેસિપી ઉપરાંત લોકોએ કેકેને પણ લગભગ 14800 વાર સર્ચ કરી. કેમકે આજકાલ કેક લગભગ દરેક સેલિબ્રેશનમા હોય છે, પછી ભલે બર્થડે પાર્ટી હોય અથવા તો લગ્નની વર્ષગાંઠ, કેક વગર બધું અધૂરું લાગે છે. તો તમે પણ ઘરે સરળતાથી બનાવી શકો છો પરંતુ આજે અમે તમને Oreo બિસ્કિટની કેક બનાવવાની રેસિપી જણાવી રહ્યા છીએ.

સામગ્રી

  • Oreo બિસ્કીટનું પેકેટ – 2 પેકેટ
  • ખાંડ ( પીસેલ ) – 1 મોટી ચમચી
  • બેકિંગ પાઉડર – 1/2 ચમચી
  • દૂધ – 1 કપ
  • ક્રીમ – સજાવટ માટે
  • માખણ અથવા ઘી

બનાવવાની રીતઃ

  • આ સરળ કેકને બનાવવા માટે સૌથી પેહલા Oreo બિસ્કીટ મિક્સરમાં પીસી લો.
  • હવે આ બેટરમાં દૂધ અને પીસેલ ખાંડ પણ ઉમેરો. દૂધની માત્રા તમારી પસંદગી મુજબ સમાયોજિત કરી લો. જો તમે ઇચ્છો તો ઓછી વધારે કરી લો, પરંતુ બેટર કેક જેવું બનવું જોઈએ.
  • હવે એક વાસણમાં કેક્ને બેકિંગ કરવા માટે ગ્રિસ કરી લો. તેમાં માખણ વગેરે લગાવી શકો છો. કેકનું બેટર તેમાં નાખો.
  • જો હવે ઓવન છે તો તેમાં કેકને બેક કરો નહિ તો તમે કૂકરમાં પણ તેને બનાવી શકો છો. આ ખાસકરીને તેમજ બનશે જેમ કૂકરમાં કેક બને છે.
  • જો કૂકરમાં પકવી રહ્યા છો તો 30 મિનિટ અને ઓવનમાં પકવી રહ્યા છો તો તાપમાનના હિસાબે 20-30 મિનિટ સુધી પકવ્યાં પછી તેને કાઢી લો.
  • તમે ઇચ્છો તો ઉપરથી ક્રીમ અને નટ્સની સાથે સજાવટ કરી શકો છો. નહિતર તેમ જ પણ ખાઈ શકાય છે.

Image Source

5. બ્લેક કોફી

સૌથી સરળ બનતી કોફી હોય છે બ્લેક કોફી, જેને તમે ગમે ત્યારે પણ 5 મિનિટથી પણ ઓછા સમયમાં બનાવી શકો છો. મોસમી બદલાવના કારણે ઘણા લોકો બીમાર થઈ જાય છે અને તે સરખી રીતે ખાઈ પણ શકતા નથી, તો આવી સ્થિતિમાં તમે તે લોકોને બ્લેક કોફી પીરસી શકો છો.

સામગ્રી

  • પાણી – 1 કપ
  • કોફી પાવડર – 1/2 નાની ચમચી
  • મધ – 1 નાની ચમચી

બનાવવાની રીતઃ

  • સૌથી પેહલા કોઈ વાસણમાં પાણીને ઉકાળો. પાણી જ્યારે સરખી રીતે ઉકળી જાય ત્યારે તેમાં કોફી પાવડર નાખો.
  • હવે ગેસ બંધ કરી દો અને વાસણને થોડી વાર માટે ઢાંકીને રાખો.
  • લગભગ 2 મિનિટ પછી તેને પીરસો અને તેને ગરમ જ પીવી.

Image Source

6. ગાજરનો હલવો

જ્યારે પણ લોકોને કઈક મીઠું ખાવાનું અથવા તો બનાવવાનું મન થાય છે, તો મોટાભાગના લોકો પોતાના ઘરમાં ગાજરનો હલવો ખાવાનો અને બનાવવાનો પસંદ કરે છે. આ વર્ષે પણ લોકોએ ગૂગલ પર સૌથી વધારે ગાજરનો હલવો બનાવવાની સરળ રેસિપી સર્ચ કરી. તમે પણ તમારા ઘરે સરળતાથી ગાજરનો હલવો બનાવી શકો છો.

સામગ્રી

  • ગાજર – 1 વાટકી
  • ફૂલ ક્રીમ દૂધ – 2 કપ
  • ઘી – નાની વાટકી
  • એલચી – 4
  • પીસ્તા – 1 નાની વાટકી
  • બદામ – 1 નાની વાટકી
  • ખોયા – 1 નાની વાટકી

બનાવવાની રીતઃ

  •  સૌથી પેહલા કડાઈને ગરમ કરો.
  • કડાઈ ગરમ થયા પછી તેમાં છીણેલ ગાજરને નાખો. ગાજરને થોડી વાર પકાવો. ગાજર રાંધતી વખતે પાણી છોડશે. આ પાણીને સંપૂર્ણ રીતે સુકાવા દો. પાણી સૂકવવા માટે ગાજરને કડાઈના કિનારા સુધી લઈ જાઓ અને વચ્ચે પાણીને ભરાવા દો.
  • જ્યારે ગાજરનું પાણી સુકાઈ જાય ત્યારે તેમાં દૂધ નાખો. હવે દૂધને ગાજર સાથે ચઢવા દો. જ્યારે દૂધ સંપૂર્ણ રીતે બળી જાય ત્યારે ગાજર પણ ગળી જશે.
  • ત્યારબાદ કડાઈમાં રંધાઈ રહેલ સામગ્રીમાં ઘી નાખો અને સરખી રીતે ગાજરને રંધાવા દો. તેની સાથેજ તેમાં ખાંડ પણ ઉમેરી દો.
  • ત્યારબાદ સામગ્રીમાં ખોયા નાખો અને સરખી રીતે મિક્સ કરો.
  • ત્યારબાદ ગાજરના હલવામાં કાપેલ બદામ નાખો અને ગરમા ગરમ ગાજરના હલવાને પીરસો.

Image Source

7. લચ્છા પરાઠા

બ્રેકફાસ્ટ હોય કે પછી લંચ મોટાભાગની સ્ત્રીઓ પરાઠા બનાવવા અને ખાવાના પસંદ કરે છે. તમે ઘરે સરળતાથી ઘણા પ્રકારના પરાઠા બનાવી શકો છો. પરંતુ પરાઠાની રેસિપીમાં સૌથી વધારે મહિલાઓએ લચ્છા પરાઠાની રેસિપી પસંદ કરી છે.

સામગ્રી

  • ઘઉંનો લોટ – 1 કપ
  • મેંદો – 1 કપ
  • મીઠું – 3/4 નાની ચમચી
  • ખાંડ – 1 નાની ચમચી
  • બેકિંગ સોડા – ચપટી
  • તેલ – 2 ચમચી
  • દૂધ – 1/2 કપ
  • પાણી

બનાવવાની રીતઃ

  • સૌથી પેહલા એક મોટા બાઉલમાં મેંદા અને ઘઉંનો લોટ લો. તેમાં મીઠું, ખાંડ, બેકિંગ સોડા અને 1 નાની ચમચી તેલ નાખો.
  • તેને તમારા હાથથી સરખી રીતે મિક્સ કરો. હવે દૂધ નાખી અને લોટ બાંધવાનું શરૂ કરો.
  • જરૂરિયાત મુજબ પાણી નાખી મુલાયમ અને નરમ લોટ બાંધી લો. ભીના કપડાથી ઢાંકીને 30 મિનિટ સુધી તેમજ રેહવા દો.
  • એક મોટા આકારનો બોલ લઈ, તેને વણી અને પાતળું કરો. થોડો ઘઉંનો સુકો લોટ લગાવીને રોટલીના રૂપમાં એક પાતળું ગોળ બનાવી લો. જેટલુ બની શકે પાતળો રોલ કરો.
  • રોટલી પર તેલ લગાવીને ચીકણું કરી અને તેની ઉપર ઘઉંનો લોટ છાંટી લો. હવે આંગળીઓની મદદથી વાળીને પ્લીટ્સ બનાવવાનું શરૂ કરો.
  • પ્લીટ્સ લોટને જેટલો બની શકે એટલો સ્ટ્રેચ કરો. પ્લીટ્સ લોટને સ્વિસ રોલની જેમ વણવાનું શરૂ કરો.
  • છેડેથી ધીમેથી તેને દબાવીને તેમજ રાખો. વણેલો બોલ લો અને તેમાં થોડો ઘઉંનો લોટ છાંટી લો.
  • એક પાતળા સર્કલ મા વણવાનું શરૂ કરો. પછી લોઢી લઈ અને તેના પર વણેલ પરાઠા નાખો.
  • એક મિનિટ પછી ફેરવી દો અને બીજી બાજુ થી પણ પકાવો. એક વાર જ્યારે બંને તરફ ભુરા કલરના ધબ્બા દેખાવા લાગે ત્યારે તેલથી ચીકણું કરી લો.
  • આ ઉપરાંત બંને તરફ ફેરવી દો અને શેકી લો. પછી પરાઠાને ક્રશ કરી સપાટી બનાવી લો.
  • છેલ્લે, તમારી મનપસંદ કઢી સાથે ગરમા ગરમ પરોઠાને પીરસો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

1 thought on “વર્ષ 2021 માં લોકો દ્વારા સૌથી વધારે પસંદ કરવામાં આવેલી રેસીપી કઈ છે અને તેને કેવી રીતે બનાવી શકાય?? તે જાણો આ લેખમાં”

Leave a Comment