ટુથબ્રશ સાફ કરવાની સાચી રીત કઈ છે? તેના વિશે જાણો આ લેખમાં

how to clean toothbrush

Image Source

ટુથબ્રશ ખૂબ જરૂરી વસ્તુ છે જે આપણી મૌખિક સ્વચ્છતાનું ધ્યાન રાખે છે, પરંતુ શું તમે તમારા ટુથબ્રશનું ધ્યાન રાખો છો?

ટુથબ્રશ એક એવી વસ્તુ છે જેનો ઉપયોગ આપણે દરરોજ કરીએ છીએ અને આપણા મોઢાની સફાઈ કરીએ છીએ. આપણા દાંત અને જીભ પરથી પ્લાક ને દૂર કરવા માટે ટુથબ્રશનો ઉપયોગ કરવામાં આવે છે અને ભલે આપણું મોઢું તેનાથી સાફ થઈ જાય છે, પરંતુ તે સમજવું જરૂરી છે કે તેના કારણે ટુથબ્રશમાં કીટાણુ અને ગંદકી જાય છે. આખી રાતથી જે પણ ગંદકી આપણા મોઢામાં હતી તે ટુથબ્રશની અંદર ચાલી જાય છે અને આપણે ફક્ત તેને સાધારણ પાણીથી ધોઈએ છીએ.

ટુથબ્રશને રાખવાની જગ્યા પણ બાથરૂમ જ હોય છે જેમાં ખૂબ વધારે જંતુઓ રહે છે. આવી સ્થિતિમાં શું તમારા ટુથબ્રશને સાફ કરવાની રીત સાચી છે? શું તમારા ટુથબ્રશમાં રહેલ બેક્ટેરિયા જ તમારી બીમારીનું કારણ છે?

Image Source

ટુથબ્રશ સાફ કરવા માટે જરૂરી સૌથી મહત્વની ટેવ

ટુથબ્રશને સેનીટાઈઝ કરવાની સૌથી સરળ રીત એ છે કે તમે તેનો ઉપયોગ કરતા પેહલા અને પછી બંને વાર તેને ગરમ પાણીથી સાફ કરો. તેનાથી ટુથબ્રશની અંદર રહેલ બેક્ટેરિયા ઘણી હદ સુધી મારી નાખે છે અને તમારું ટુથબ્રશ સેનીટાઇઝ થઈ જાય છે. ઠંડા પાણીથી ઘોવાને બદલે ગરમ પાણીથી સફાઈ કરવું વધારે જરૂરી છે.

પાણી એટલું ગરમ હોવું જોઈએ કે તેમાંથી ધુમાડો નીકળે અને ટુથબ્રશને તેનાથી સરખી રીતે સાફ કરી શકાય. ધ્યાન રાખો કે આ બ્રશ કરતા પેહલા અને પછી બંને વાર થવું જોઈએ.

એન્ટી બેક્ટેરિયલ માઉથ વોશનો ઉપયોગ કરવો

હવે અમે બીજી રીત જણાવીએ છીએ જે તમારા ટુથબ્રશની સફાઈ સરખી રીતે કરી શકે છે. તે છે એન્ટી બેક્ટેરિયલ માઉથ વોશ કરવું. વાસ્તવમાં, તે માઉથ વોશ સ્ટોર પર મળે છે તે એવી રીતે બનાવવામાં આવે છે કે જે આપણી મૌખિક સ્વચ્છતાનું ધ્યાન રાખે. આ કારણ છે કે તમારે માઉથ વોશનો ઉપયોગ ટુથબ્રશની સફાઈ માટે પણ કરવો જોઈએ. થોડીવાર ટુથબ્રશને માઉથ વોશમા ડુબાડીને રાખી દો અને પછી તેને ગરમ પાણીથી સાફ કરી લો.

Image Source

ડેંચર કલિંજરનો ઉપયોગ કરવો

જો તમે ઘણાબધા દિવસો માટે તમારા ટુથબ્રશને તેમજ ખુલ્લું મૂકી દીધું છે તો તેમાં ઘણાબધા જંતુઓ આવી ગયા હોય એવું પણ બની શકે. આવી સ્થિતિમાં ટુથબ્રશને જંતુમુક્ત કરવાની સૌથી સારી રીત હોઈ શકે છે ડેંચર કલિન્સરનો ઉપયોગ.

ડેંચરને સાફ કરવા માટે જે લિકવિડ તમને દવાઓની દુકાન પર મળે છે તે એન્ટી માઇક્રોબિયલ ઘટકોથી ભરેલ હોય છે અને તે તમારા મોઢાની અંદર તકતી ને જમાં થવા દેતું નથી.

હા, તેને દરરોજ ટુથબ્રશ પર અને દાંતોમાં લગાવશો નહિ કેમકે તેનાથી તમારા દાંતની કુદરતી પરત પણ ખરાબ થઈ શકે છે. એક કપ પાણીમાં અડધી ચમચી ડેંચર કલિન્સર અથવા તો 1/2 કલીનીંગની ગોળી નાખી અને ટુથબ્રશને 90 સેકન્ડ સુધી તેમાં નાખો. તે તમારા ટુથબ્રશને જરૂરિયાત કરતા વધારે સાફ કરી દેશે.

Image Source

યુવી ટુથબ્રશ સેનીટાઈઝરનો ઉપયોગ

આજકાલ તે ઘણું વધારે પ્રખ્યાત થઈ રહ્યું છે. યુવી સેનીટાઈઝર વિશે American Journal of Dentistry ની 2008 નો અભ્યાસ જણાવે છે કે તેમાં 86% જંતુઓને દૂર કરવાની તાકાત હોય છે. પરંતુ, તમારે હાઈ રેટિંગ વાળા ટુથબ્રશ સેનીટાઈઝરનો જ ઉપયોગ કરવો જોઈએ.

કેટલીક ખાસ ટિપ્સ જે ટુથબ્રશ વિશે ધ્યાનમાં રાખો

આ તો હતી ટુથબ્રશને સાફ કરવાની ટિપ્સ, પરંતુ તમારે તે પણ ધ્યાન પણ રાખવું જોઈએ કે તેને સુરક્ષિત રીતે સ્ટોર કેવી રીતે કરવું.

  • તેને ખુલ્લુ છોડશો નહીં તેના બદલે ટુથબ્રશ કેપ્સ નો ઉપયોગ જરૂર કરો.
  • મુસાફરી કરતી વખતે ટુથબ્રશને તેમજ કોઈ બેગમાં નાખો નહિ પરંતુ તેને કવર કરીને જ રાખો.
  • ટુથબ્રશને ક્યારેય પણ ટોયલેટ પોર્ટની પાસે રાખશો નહિ. ફલશ કરવા પર તેના બેક્ટેરિયા ઘણા આગળ સુધી જાય છે અને તે ટુથબ્રશને દૂષિત કરી શકે છે.
  • ટુથબ્રશને ઉકાળવાની જરૂર નથી. ફક્ત તેને ગરમ પાણીથી સાફ કરો.

આ બધી રીત તમારા ટુથબ્રશને વધારે સાફ કરશે અને તમારી મૌખિક સ્વચ્છતા સારી રહેશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Image credit: deltadentalvablog.com, Healthline, freepik

Leave a Comment