બાળક માટે શું છે સૌથી સારું ? સ્તનપાન કે બોટલથી દૂધ પિવડાવવું? અને બીજી ઘણી તમારા બાળક માટે ઉપયોગી માહિતી


Image by fancycrave1 from Pixabay

આ દુનિયામાં માં અને બાળકથી વધુ કોઈ મોટો સંબંધ નથી. જન્મ લેતા ની પહેલા જ બાળકનો સંબંધ તેની માં સાથે જોડાઈ જાય છે. અને જન્મ પછી પણ તેના પાલણ-પોષણ ની જવાબદારી માં પર હોય છે. માં બન્યા પછી માં એક સૌથી મોટી જવાબદારી હોય છે બાળક ને દૂધ પિવડાવવું એટલે કે સ્તનપાન કરવું.

બાળકના વિકાસ માટે માંતા એ બાળક ને સ્તનપાન કરાવાનું હોય છે. પણ હવે બોટલ થી દૂધ પીવડાવવાનું ચલણ વધુ છે. કેટલીક વખત પહેલી વખત માં બનેલી મહિલા ઓ અસમ્જસ માં હોય છે કે તેમના બાળક માટે સ્તનપાન સારું રહેશે કે પછી બોટલ નું દૂધ? જો તમને પણ આ દુવિધા હોય તો આજ ના આ લેખ માં તમારી દુવિધા જરૂર થી દૂર થશે.

સરળતા થી ઉપલબ્ધ  

સ્તનપાન નો સૌથી સારો ફાયદો એ છે કે તમે જ્યારે ચાહો ત્યારે તમારા બાળક ને દૂધ પીવડાવી શકો છો. જ્યારે બોટલ નું દૂધ દરેક સમયે તમારી સાથે રાખી નહીં શકો. 

બોટલ ના દૂધ માટે દૂધ પાવડર અને બોટલ ની જરૂર પડે છે. જો કોઈ પરિસ્થિતિ માં તમારી જોડે આ વસ્તુ ન હોય તો તમે તમારા બાળક ને દૂધ નહિ પીવડાવી શકો. બોટલ થી દૂધ પીવડવા માટે તમારે થોડી તૈયારી પણ કરવી પડશે. પણ સ્તનપાન માટે કોઈ પણ તૈયારી કરવી પડતી નથી. બાળકને જ્યારે પણ ભૂખ લાગે ત્યારે તમે આસાની થી તમારું દૂધ પીવડાવી શકો છો. 


Image by PublicDomainPictures from Pixabay

બીમારી થી બચાવે છે. 

માં નું દૂધ પીવાથી જ નહીં પણ બોટલ નું દૂધ પીવાથી પણ ઘણા પ્રકાર ના ફાયદા મળે છે,

 • સ્તનપાન થી બાળકનું પાચન તંત્ર મજબૂત થાય છે. સાથે જાડા કે પેટ ખરાબ થવાનો ખતરો નથી રહેતો. સ્તનપાન થી બાળક ની રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. એક રિસર્ચ પ્રમાણે સ્તનપાન કરવા વાળા બાળકનું IQ લેવલ બોટલ થી દૂધ પીવા વાળા બાળક કરતાં વધુ હોય છે. એનો મતલબ એ છે કે જો તમે તમારા બાળક ને હોશિયાર અને બુદ્ધિવાન બનાવા માંગો છો તો સ્તનપાન જ કરાવો. 
 • માં નું દૂધ પીવાથી અચાનક થતાં મૃત્યુ થી બચી શકાય છે. જે બાળક માં નું દૂધ પીવે છે તેને અસ્થમા, ડાયાબિટિસ, મોટપા નો શિકાર નથી થતાં. પ્રિમેચયોર બાળક માટે પણ માં નું દૂધ અમૃત સમાન છે. 
 • કેટલાક બાળક ને દૂધ થી એલર્જિ હોય છે,આવા માં બાળક માટે માં નું દૂધ કે કોઈ પશુ નું દૂધ પચાવું અઘરું થઈ જાય છે. તેની માટે કેટલાક સપ્લીમેન્ટ ફોર્મુલા હોય છે જેમા દૂધ નું પરમ ખૂબ જ ઓછું હોય છે. આવી વસ્તુ માં દૂધ ની જગ્યા સોયા પ્રોટીન હોય છે. 
 • જો કોઈ બાળકને દૂધ ની એલર્જિ છે તો તેને સારું પોષણ આપવું ખૂબ મુશ્કેલ થઈ જાય છે. પણ સપ્લીમેન્ટ ફોર્મુલા માં એ વાત નું ખાસ ધ્યાન રાખવામાં આવે છે કે બાળકને બધા જ જરુરી પોષક તત્વો મળી રહે . જેનાથી બીજા બાળકો ની જેમ તેમનો વિકાસ સારો થાય. એટલે આવી સ્થિતિ માં ફોર્મુલા ફઈડિંગ સારું ગણવા માં આવે છે. 

પૌષ્ટિક્તા

 • માં ના દૂધ નો જ પૌષ્ટિક વિકલ્પ ફોર્મુલા દૂધ છે. અને તેમાં કેટલાક વિટામિન અને પોષક તત્વો પણ હોય છે. જે કે સ્તનપાન કરવા વાળા બાળક ને સપ્લીમેન્ટ્સ લેવા પડે છે. 
 • પાવડર મિલ્ક ને માં ના દૂધ જેટલું પૌષ્ટિક બનાવા માટે તેમા મુશ્કેલી થી મળવા વાળા પ્રોટીન,વિટામિન,શુગર અને ફેટ નાખવામાં આવે છે. જેને ઘરે તૈયાર કરવું ખૂબ જ મુશ્કેલ છે. જો તમે સ્તનપાન નથી કરાવતા તો તમે તમારા બાળક ને ફોર્મુલા દૂધ આપી શકો છો. 
 • જો કે માં ના દૂધ માં ઘણા બધા પોષક તત્વો હોય છે. જે બાળકના વિકાસ માં મદદ કરે છે. આ ઉપરાંત બાળકબોટલ ના દૂધ કરતાં માં નું દૂધ જલ્દી થી પચાવી લે છે. જ્યારે બોટલ થી દૂધ પીનાર બાળક જલ્દી જ મોટાપો નો શિકાર થઈ જાય છે. 

સમય ની બચત 

જો અચાનક થી ફોર્મુલા દૂધ પતી જાય, તો તમે સમય પર બાળકને દૂધ નહીં પીવડાવી શકો. પણ સ્તનપાન ના કિસ્સા માં આવું ક્યારેય નહીં થાય. ઘર કે બહાર બંને જ જગ્યા એ તમે તેમને તાજું દૂધ પીવડાવી શકશો. 

બીજી મહત્વપૂર્ણ વાતો 

 • માં ના દૂધ ની તુલના માં ફોર્મુલા દૂધ વધુ મોંઘું હોય છે. સ્તનપાન માટે તમારે જરા પૈસા ખર્ચ કરવાની જરૂર નથી. 
 • બોટલ થી દૂધ પીવડવું એ માં માટે ખૂબ સરળ કામ થઈ જાય છે. જો તમારે ક્યારે પણ બાળકથી દૂર જવું પડે તો તે સમયે બોટલ નું દૂધ જ કામ આવે છે. 
 • સ્તનપાન કરવાથી મહિલા નું વજન ઓછું થાય છે. માસિક ધર્મ સમય પર આવે છે. પ્રસવ પછી આયરન ની ઉણપ પણ નથી થતી. 
 • બોટલ થી દૂધ પીવડાવાનો એક બીજો ફાયદો એ પણ છે કે બાળકનું સંબંધ ઘર ના બીજા લોકો જોડે પણ જોડતો જાય છે. 
 • માં ના દૂધ માંરહેલા ઍન્ટિબોડીસ ફોર્મુલા દૂધ માં નથી હોતા. એટલે જ માં ના દૂધ થી બાળકને ઇન્ફેકશન અને બીમારીઓ થી પણ રક્ષણ મળે છે. જે ફોર્મુલા દૂધ નથી આપી શકતું. 

9 મહિના ના લાંબા સમય પછી તે સમય આવી જ ગયાઓ ક જ્યારે તમારું બાળકતમારા ખોળા માં આવી ગયો અને તમારા પેરન્ટહૂડ ની શરૂઆત થઈ. તમારા બાળક ના સ્વાગત ને લઇ ને તમે ખૂબ જ ઉત્સાહિત હશો. અને જલ્દી જ તમારા નવજાત બાળકજોડે ટાઇમ સ્પેન્ટ કરશો. પણ તમારે એ સમજવું પડશે કે બાળકના જન્મ ના થોડા કલાક, થોડા દિવસ, થોડા મહિના તમને પૂરી રીતે વ્યસ્ત કરી દેશે. તે સમયે તમારે ઘણું બધુ કામ કરવું પડશે. તમને તેવું પણ લાગશે કે આટલી બધી કેર ના લીધે તમારું બાળકજલ્દી થી મોટું થઈ ગયું. ખાસ કરી ને ત્યારે જ્યારે તમે નવા પેરેન્ટ્સ બનશો. 

બાળકના જન્મ પહેલા તમે કોઈ તૈયારી કરી છે કે નહીં એતો તમારી પર છે પણ હકીકત એ છે કે તેના જન્મ પછી તેની બધી જ જરૂઆત નું તમારે ધ્યાન રાખવું પડશે. તેનું પેટ ભરવું પડશે, તેને સાફ રાખવો,તેને સુવડાવું પડશે. અને દરેક વખતે તેનું ધ્યાન રાખવું પડશે. 

જન્મ ના એક કલાક માં જ માં અને બાળકવચ્ચે સ્કીન ટુ સ્કીન કેનકશન હોવું જરુરી છે. તેની માટે તમારે ડોક્ટર ને કહેવું કે તમને તે તમારા બાળકજોડે જ રાખે. તમારે એ પણ સમજવું જોઈએ કે બાળકની કાળજી ફક્ત માં નહીં પણ પિતા ની પણ એટલી જ જવાબદારી બને છે. નવા પેરેન્ટ્સ ને સ્પોર્ટ ની પણ એટલી જ જરૂર પડે છે. આવા માં જો તમે કોઈ નૈની(આયા) નો ખર્ચો ના ઉઠાવી શકતા હોય તો તમારા બાળક ને તેના દાદા-દાદી,નાના-નાની કે સંબંધી ને મદદ માટે કહી શકો છો. 

હોસ્પિટલ માં નર્સ તમને એ શિખવાડશે કે જન્મ પછી બાળક કેમ રોવે છે, બાળક ને કેવી રીતે ઉચકવો,બાળકને બ્રેસ્ટ ફીડ કરતાં સમયે કેવી રીતે તેને બ્રેસ્ટ થી જોડવું. હવે વાત આવે છે ટીકાકારણ ની. જન્મ પછી તમારા બાળકને હેપીટાઈટસ-બી અને બીસીજિ ની રસી આપવામાં આવે છે. જેથી તેને હેપીટાઈટસ અને ટીબી જેવી બીમારી થી બચાવી શકાય છે. 

બાળકની સાફ સફાઇ કેવી રીતે કરવાની, તેને દૂધ ક્યારે અને કેટલું પીવડવું, અને સાથે જ માંતા પિતા એ પણ ધ્યાન રાખવું કે બાળકને કોઈ ગંભીર બીમારી ના લક્ષણ તો નથી દેખાતા ને. તમને ખબર હોવી જોઈએ કે બાળકના શરીર નું તાપમાન કેવી રીતે માપવું. જો બાળકને તાવ આવ્યો કે પછી પેટ ખરાબ થઈ ગયું તો શું કરવું. જો બાળકવધુ રોવે તો શું કરવું. આ સિવાય તમારે આકસ્મિક નવજાત મૃત્યુ સિન્ડ્રોમ જેવી ગંભીર જટિલતા ની પણ ખબર હોવી જોઈએ. કારણ કે બાળક12-18 મહિના નું ન થઈ જાય ત્યાં સુધી sids નો ખતરો રહે છે. 

Image by Satya Tiwari from Pixabay

બાળકની જરૂરિયાત ની વસ્તુ જે તમને જોઈએ  

 • નવજાત બાળકનું ડાયપર 
 • બાળકમાટે આરામદાયક ટોપી 
 • બાળકને લપેટવા માટે કોઈ કપડું જે સોફ્ટ હોય 
 • 4-5 સેટ બાળકના કપડાં 
 • બ્રેસ્ટ પંપ 
 • બેબી ફઈડિંગ બોટલ જેની નિપલ સોફ્ટ હોય 
 • બાળક ના સફાઇ માટે સોફ્ટ કપડું 
 • ડોક્ટર ની સલાહ મુજબ ડાયપર રેશ ક્રીમ 
 • બાળકમાટે ઘોડિયું 
 • સોફ્ટ રૂમાલ 
 • બાળકને નવડાવા માટે બેબી ટબ          

Image by PublicDomainPictures from Pixabay

નવજાત બાળકને પકડવાની સાચી રીત

નવજાત બાળકખૂબ જ નાજુક હોય છે. અને તેને સંભાળવું બધા ને ન ફાવે. જન્મ પછી બાળકના ગરદન ની માશપેશી નાજુક થઈ જાય છે. એટલે જ તમારે એ શીખવું જોઈએ કે બાળક ને કેવી રીતે પકડવું, ઊઠાવુ અને ખોળા માં લેવું. જો તમે બાળકને બરાબર રીતે નહિ ઊચકો તો ન તો એ દૂધ પી શકશે નહી એ સૂઈ શકશે. આવા સમયે શું ધ્યાન રાખવું ચાલો જાણીએ. 

 • બાળકને અડકતા પહેલા સાબુ થી હાથ ધોવા. અથવા હેન્ડ sanitizer થી સાફ કરવા. 
 • તમારી હથેળી માં કે કોણી પર બાળકનું ગરદન સારી રીતે રાખો. 
 • બાળકને ઉચકતા સમયે કે પછી એક જગ્યા થી બીજી જગ્યા એ લઈ જતી વખતે સાવધાની રાખવી
 •  બાળકને ક્યારે પણ હલાવો નહીં આમ કરવાથી તેના માથા માં થી લોહી વહેવા લાગશે. 
 • બાળકઊંઘેલું હોય તો જબરદસ્તી થી ઊઠાડો નહીં. આમ કરવું જો જરુરી હોય તો તેના પગ નીચે ગલી ગલી કરો. 
 • બાળકને કાર માં કે પછી કેરિયર માં બેસાડ્યા પછી બરાબર બાંધી દો. 

Image by Iuliia Bondarenko from Pixabay

બાળકને દૂધ પીવડવું અને ઓડકાર અપાવો.

અમેરિકન અકેડેમી ઓફ પીડિયાટ્રીશન અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન ના અનુસાર બાળકને પહેલા 6 મહિના તો ફક્ત માં નું જ દૂધ આપવું. બાળકને માં નું દૂધ આપવું એ માં અને બાળકબંને માટે જ ફાયદાકારક છે. એટલે ખૂબ જ જરુરી છે કે નવી માં બાળકને બ્રેસ્ટ ફીડીન્ગ કરાવે.પણ જો hiv સંક્રમિત છો તો બાળકને દૂધ ન પીવડાવું. 

આવા પ્રકાર ની બાબત માં બાળકને બોટલ નું દૂધ પીવડાવામાં આવે છે. તમારે એ જાણવું ખૂબ જરુરી છે કે ફોર્મુલા મિલ્ક ગાય ના દૂધ માંથી બને છે જેમા એંટિ બોડીસ નથી હોતા. જે માં ના બ્રેસ્ટ મિલ્ક માં હોય છે. આ એંટિ બોડીસ બાળકમાટે ખૂબ જ જરુરી છે. તે બાળકમાટે એક અહેમ સ્ત્રોત છે ઉપરાંત તે ઘણી બીમારીઑ થી પણ બચાવે છે. જ્યાં સુધી બાળકને રસી ન લાગે ત્યાં સુધી માં નું દૂધ તેની માટે ઇમમુનીટી બૂસ્ટર જ છે. 

તમે બાળકને કોઈ પણ રીતે દૂધ પીવડવો પણ અમુક વાતો નું ધ્યાન પણ રાખો. 

 • બાળકને તેના જરૂરત અને માંગ ના હિસાબ થી દૂધ પીવડવો. બાળકને ભૂખ લાગે છે તો તે ઘણા પ્રકાર ના સંકેત આપે છે જેમ કે રડવું,અવાજ કાઢવો, અંગુઠો કે આંગળીઓ ચૂસવી. 
 • નવજાત બાળકને દર 2-3 કલાક એ દૂધ ની જરૂર પડે છે. જેમ જેમ બાળકમોટા થાય છે તેમના દૂધ પીવાનો સમય અને તેની માત્રા પણ વધતી જાય છે. પણ કેટલી વર દૂધ પીવડાવું છે તેની સંખ્યા ઓછી થઈ જશે. બાળકને બ્રેસ્ટ થી જોડતા પહેલા સરખી રીતે ઉપાડો. શરૂઆત માં થોડી તમને તકલીફ પડે પણ પછી તે પણ ફાવી જશે. 
 • જો તમે બાળકને બ્રેસ્ટ ફીડિંગ કરવો છો તો એ વાત નું ધ્યાન રાખવું કે બંને બ્રેસ્ટ માંથી દૂધ પીવડાવું. જો તમે આવું નહીં કરો તમારા બ્રેસ્ટ માં સોજો આવી શકે છે. બ્રેસ્ટ માં દુખાવો થઈ શકે છે. નિપલ માં દુખાવો થઈ શકે છે. 
 • એ વાત નું ધ્યાન રાખવું કે તમારું બાળકભરપૂર દૂધ પીવે. બાળકને દૂધ પીવડાવતા પહેલા તમારું બ્રેસ્ટ ભરેલું હોવું જોઈએ. અને દૂધ પીવડાવ્યા પછી ખાલી મહેસુસ થવું જોઈએ. જો તમે દૂધ બોટલ થી પીવડાવો છો તો તો બાળકદૂધ બધુ પૂરું કરે છે કે નહીં તે તમે સરળતા થી જાણી શકશો. 
 • જો તમારું બાળકદૂધ પીવા માં રસ ન બતાવે તો તરત ડોક્ટર નો સંપર્ક કરવો. 
 • બાળકદૂધ પિતા સમયે હવા પણ અંદર લઈ લે છે અને એક બ્રેસ્ટ થી બીજા બ્રેસ્ટ પર લઈ જતા સુધી માં તેમને ઓડકાર પણ આવો જરુરી છે. જો દૂધ પીવડાવતા સમયે તેને ઓડકાર લેવાની જરૂર હોય તો તે જાતે જ અમુક સંકેત આપી દે છે જેમ કે, મોઢા માંથી દૂધ કાઢવું, ગેસ પાસ કરવો, વગેરે 
 • બાળકને ઓડકાર આવે તે માટે ની કેટલીક ટિપ્સ 
 • બાળકના માથા અને ગરદન ને સપોર્ટ કરતાં સીધું ઊભું રાખવું. 
 • તમે બાળકને તમારી છાતી થી લગાવી ને કે પછી ઘૂટણ થી અડાળીને સીધું ઊભું રાખી શકો છો. 
 • ત્યારબાદ બાળકના પીઠ પર આરામ થી થપકી આપવી. 
 • જો આવી પોજિશન માં બાળકબરાબર ઓડકાર ન લઈ શકે તો પોજિશન બદલી નાખો. 

Image by samuel Lee from Pixabay

બાળકનુ ડાયપર બદલવું   

તમને ખબર હોવી જોઈએ કે જન્મ પછી તમને દિવસ માં 10 વાર ડાયપર બદલવાની જરૂર પડે છે. તે તમારા માટે થકવી નાખે તેવું કામ હોઈ શકે છે. પણ જરુરી છે કે તમે તેને પણ સારી રીતે કરો. જો તમે બાળકને સારી રીતે અને સમયે સમયે સાફ નહીં કરો તો તેને બેક્ટેરિયલ ઇન્ફેકશન થઈ શકે છે. અને સાથે ફન્ગલ ઇન્ફેકશન નો પણ ખતરો રહે છે. 

ડાયપર બદલવા ને લઈ ને કેટલીક જરુરી વાતો 

 • એક નવું અને ફ્રેશ ડાયપર 
 • બાંધવાનો સુરક્ષિત ઉપાય જેનાથી બાળકની ગર્ભ નાળ ને નુકશાન ન થાય. 
 • ડોક્ટર દ્વારા બતાવેલ ડાયપર ક્રીમ 
 • બેબી વાઈબસ, કોટન નું કપડું, અથવા તો હુંફાળું પાણી

તમારે ચેક કરવું રહેશે કે બાળકએ સૂસુ કરી છે કે પોટી. અને એજ હિસાબ થી તમારે તેને જલ્દી થી સાફ કરવું જોઈએ. બાળકનું ડાયપર ભીનું થતાં જ તે રડી ને તેની જાણકારી આપી દેશે. જો તમે બાળકદ્વારા આપવામાં આવેલ સંકેત ને ના સમજી શકો તો એ પછી બાળકને ચૂપ કરવું ઘણું મુશ્કેલ થઈ જાય છે. 

બાળકને સાફ કરી ને ડાયપર બદલતા સમયે ધ્યાન રાખવા જેવી વાત. 

 • બાળકને અડતા સમયે હાથ બરાબર સાફ કરવા. 
 • તમારા બાળકને કોઈ ચેન્જિંગ બોર્ડ કે કોઈ સ્વચ્છ જગ્યા એ સુવડાવું. 
 • બાળકના પગ ને ઉઠાવો અને ગંદુ ડાયપર ખેચી લો. 
 • બાળકના નીચે ના ભાગ ને બેબી વાઈબસ કે કોટન ના ભીના કપડાં થી સાફ કરો. 
 • બાળકને પાછળ થી ને આગળ સુધી બરાબર સાફ કરો. જો તમારે બેબી ગર્લ છે તો તેના જેનીટલ્સ થી લઈ ને એનલ સુધી સાફ કરો. 
 • તમે ચાહો તો બાળકને ડાયપર ક્રીમ લગાવી શકો છો. તેનાથી બાળકના ડાયપર રેશ પણ ભરાઈ જશે. પણ ધ્યાન રહે કે આ ક્રીમ તમારા બાળકમાટે સુરક્ષિત રહે . 
 • હવે બાળકના પગ ને ઊંચા કરો અને એક એક નવું ડાયપર પહેરવો. અને સારી રીતે બંધ કરો. 
 • ત્યારબાદ સાબુ થી તમારા હાથ ધોવો અને પછી જ બાળકને અડકો. 

Image by Pavel Kraus from Pixabay

બાળકને નવડાવું 

મોટાભાગ ના બાળકજન્મ પછી ગંદા ગંદા લાગે છે. આવું ફક્ત એમનીઓટીક ફ્લૂડ ના લીધે થાય છે. જે તેમને ગર્ભાવસ્થા દરમિયાન જીવિત રાખવા માં મદદ કરે છે. હોસ્પિટલ માં જન્મ પછી નર્સ બાળકને સારી રીતે સાફ કરે છે. અને તમે જો તેમને કેહશો તો તે શીખવાળી પણ દેશે. કે બાળકને સારી રીતે સ્પંજ બાથ કેવી રીતે આપવું. બાળકના જન્મ પછી જ્યાં સુધી તેનું ગર્ભ નાળ સુકાઈ ને ખરી ના જાય ત્યાં સુધી તેને સ્પંજ બાથ જ આપવું. 

સ્પંજ બાથ માટે જરુરી વસ્તુ:

 • એક સાફ અને સૌમ્ય કપડું 
 • કોટન બોલ 
 • એક સૌમ્ય કોઈ પણ જાત ની સુગંધ વગર નું સાબુ 
 • સોફ્ટ રૂમાલ 
 • સાફ ડાયપર 
 • બાળકના સાફ કપડાં 
 • ક્લીન ફ્લોર 

સ્પંજ બાથ આપવાના ઉપાય 

 • બાળકને નવડાવા માટે એક સારી અને ચોખ્ખી જગ્યા પસંદ કરો.
 • ધ્યાન રાખો કે જે રૂમ માં તમે બાળકને નવડાવો છો એ રૂ ગરમ હોય જેથી બાળકને ઠંડી ના લાગે. 
 • નાના ટબ ને હૂંફાળા પાણી થી ભરી દો. જ્યારે બાળકને નવડાવું હોય તો તેને એક સમતલ જગ્યા પર મૂકો. 
 • સૌથી પહેલા તો કોટન બોલ ને પાણી માં દુબાડો. અને તેનાથી બાળકની આંખો સાફ કરો. પણ કોઈ સાબુ નો ઉપયોગ ન કરો. 
 • ત્યારબાદ બાળકનું નાક, કાન અને ચહેરો સાફ કરો. પછી કોરા કપડાં થી લૂછી લો. 
 • બાળકના શરીર ના સાફ કરવા માટે સાબુ નું પાણી ઉપયોગ માં લો. તે દરમિયાન સાંધા, અંદરઆર્મ્સ ની સફાઇ પર ધ્યાન આપો. 
 • બાળકની જેનીટલ્સ ની સફાઇ પર પૂરું ધ્યાન આપો.

તમારું બાળક એટલું મોટું થઈ જાય કે તે ટબ માં બેસી ને નાહી શકે તો અઠવાડિયા માં 2-3 દિવસ તમે નવડાવી શકો છો. 

બાથ ટબ માં નવડાવતા સમયે ધ્યાન રાખવા જેવી વાત

 • તમે બાળકને ટબ માં આરામ થી અને સૌમ્ય રીતે નવડાવો. 
 • તમે બાળકને બાથરૂમ ની જગ્યા એ ગરમ રૂમ માં નવડાવી શકો છો. 
 • બાળકના નવડવાનું પાણી હુંફાળું હોવું જોઈએ.  
 • બાળકને નવડાવવા માટે તેના પગ થી પહેલા પાણી નાખો. 
 • નવડાવતા સમયે તેની સાથે વાત કરતાં રહો. જેથી બાળકને આરામ મળે. 
 • એ વાત નું ધ્યાન રહે કે શેમ્પૂ કે સાબુ વાળુ પાણી બાળકની આંખ માં ના જાય. 
 • બાળકને નવડાવતા સમયે એકલા ન મૂકો. 

બાળકના ગર્ભ નાળ ના ગાંઠ ની સફાઇ 

ગર્ભ નાળ એ એક એવી વસ્તુ છે કે જેના દ્વારા બાળકગર્ભ માં જોડાયેલ રહે છે. જેનાથી તેને માં દ્વારા પોષણ મળે છે. ડિલેવરી પછી જ્યારે બાળક બહાર આવે છે ત્યારે ગર્ભ નાળ ને કાપી ને દબાવી દેવા માં આવે છે. ગર્ભ નાળ ની ગાંઠ બાળકના જન્મ પછી 4 મહિના માં જાતે જ સુકાઈ ને ખરી જાય છે. પણ જ્યાં સુધી આ ગર્ભ નાળ ખરી ના જાય ત્યાં સુધી તમારે તેનું ધ્યાન રાખવું જોઈએ. 

આ વાત નું ધ્યાન અવશ્ય રાખવું. 

 • ગર્ભ નાળ ની આ ગાંઠ સુકાઈ ગયેલી અને સાફ હોવી જોઈએ. 
 • ગર્ભ નાળ ની સફાઇ માટે સાબુ, પાણી કે કોઈ પણ જાત ના આલ્કોહોલ નો વપરાશ ન કરવો. 
 • જ્યાં સુધી આ ગર્ભ નાળ જાતે ખરી ન પડે ત્યાં સુધી બાળકને બાથ ટબ ના નવડાવો. 
 • ગર્ભ નાળ ને હટાવ માટે તેને ખેચવું કે કાપવું નહીં. તે જાતે જ ખરી પડશે. 
 • બાળકના ડાયપર ને ગર્ભ નાળ ની નીચે જ રાખવું જેથી કોઈ ઇન્ફેકશન ન લાગે. 
 • એક વખત ગર્ભ નાળ જાતે જ ખરી પડે તો તેને સાચવી ને રાખવાનું ચલણ છે. કારણ કે તેમાં સ્ટીમ સેલ અને લોહી હોય છે. 

તમને કેવી રીતે ખબર પડશે કે બાળકસ્વસ્થ્ય છે?

તમારા બાળકના સ્વાસ્થ્ય પર ધ્યાન રાખવું ખૂબ જ જરુરી છે. તમારા બાળક ના સ્વાસ્થ્ય ને લઈ ને આ વાત નું ધ્યાન રાખવું. 

ટીકાકરણ 

ધ્યાન રહે કે તમારા બાળકને જરુરી એવી જ બધી જ રસી મુકાવી. અને એ સુનિશ્ચિત રહે કે બાળકને કોઈ ગંભીર બીમારી ન થઈ જાય. સૌથી પહેલા રસી ની શરૂઆત હેપીટાયટસ બી થી શરૂ થાય છે. જેને જન્મ ના 24 કલાક માં જ આપવામાં આવે છે. તેના બાદ રોટાવાઇરસ, કાળી ખાંસી પોલિયો વગેરે જેવી રસી ચોથા કે છટટા મહિને આપવામાં આવે છે. 

ડોક્ટર પાસે ચેક અપ  

તમારા પેડિયાટ્રીશન પાસે જઈ ને રેગ્યુલર ચેક અપ કરવાનું ન ભૂલતા. ભલે તમે ડોક્ટર પાસે ફોન માં સંપર્ક માં હોવ પણ ચેક અપ પણ કરાવતા રહેવું. એવું એની માટે બાળકનું શારીરિક ચેક અપ પણ જરુરી છે. જેથી ખબર પડે કે બાળકને અંદર થી કોઈ પ્રોબ્લેમ છે કે નહીં.   

ચિકિત્સીય જરૂરત

એવી ઘણી દવા અને મેડિકલ ટૂલ્સ છે બાળકમાટે ખૂબ જ સારી ગણવામાં આવે છે. આ દવા ઓ લેતા પહેલા ડોક્ટર ને બતાવી ને લેવું.   આ દવા અને ઉપકરણો ને તમારી પાસે જ રાખવા. 

 • ડિજિટલ રેકટોર થરમોમિટિર 
 • ડાયપર રેશ ક્રીમ 
 • બેબી શોપ 
 • બેબી લોશન 
 • પેટ્રોલિયમ જેલી 
 • દવા પીવડાવા માટે નું ડ્રોપર 
 • રુ નું બંડલ 
 • એંટિ બાયોટીક ક્રીમ 

આ વાત નું ધ્યાન ખાસ રાખવું 

નવજાત બાળકઅને નાના બાળક ની ધ્યાન રાખવું ખૂબ મુશ્કેલ છે. મોટા ભાગ ના પેરેન્ટ્સ આ બધી જ વાત થી ગુજરે છે જે તમને પણ જણાવી છે. એટલે જ બધી જ વાત માટે પહેલા થી જ તૈયારી રાખો. અને ડોક્ટર સાથે સંપર્ક બનાવી રાખો અને અનુભવી પેરેન્ટ્સ ને પણ કોઈ પણ સમસ્યા વિશે પૂછી શકો છો. 

આવા માં બાળકના પાલન પોષણ માટે આ વાત નું ધ્યાન રાખી શકો છો. 

માંતા પિતા બંને માટે એ જરુરી છે કે બાળકસાથે જ શરૂઆત માં જ એક સારો સંબંધ રાખવો. એવું ન વિચારવું કે માં અને બાળક વચ્ચે જ સંબંધ હોવો જરુરી છે., પિતા ની સાથે ના હોય તો શું ફરક પડે છે. 

સાથે સાથે બાળકનું પણ એક રૂટિન રાખવું. બાળકના જન્મ પછી ના 2 અઠવાડિયા પછી તમે તેના ઊંઘવાનું રૂટિન પણ અરૈંજ કરી શકો છો. બાળકના જન્મ ના થોડા મહિના પછી બાળકનું  પરિવાર સાથે મિત્રતા જેવો સંબંધ થઈ જાય તો માંતા પિતા ને થોડો આરામ પણ મળે. 

બાળકના જન્મ પછી માંતા પિતા ના જીવન શૈલી માં ખૂબ જ બદલાવ આવે છે. કેટલીક વખત તેઓ ડિપ્રેશન ની અસર થાય છે એટલે તેમણે કોઈ ડોક્ટર કે પછી અનુભવી પેરેન્ટ્સ ને સાથે પણ સંબંધ રાખવો. જેનાથી તમને તમારા બાળક ના વિકાસ માં પણ મદદ મળશે.  

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *