જીમમાં યુવતીઓએ કેવો ડ્રેસ કોડ રાખવો જોઈએ ? સાથેજ વર્કઆઉટ સમયે શું ધ્યાન રાખવું જોઈએ ? વાંચો સમગ્ર માહિતી

આજની ભાગદોડ વાળી જીંદગીમાં યુવતીઓ મોટા ભાગે જીમમાં જઈને કસરત કરવાનું પસંદ કરે છે. પરંતુ જીમમાં વર્કઆઉટ કરતી સમયે યુવતીઓએ ડ્રેસ કોડ પણ યોગ્ય રાખવો જરૂરી છે. કારણકે જીમમાં તમે શું પહેરીને જાવ છે. તે પણ મહત્વનું છે. ખાસ કરીને તમને નોટીસ કર્યું હશે કે બોલીવૂંડની હિરોઈનોનો ડ્રેસ કોટ સૌથી સ્ટાઈલીશ જોવા મળે છે. ત્યારે આજે અમે દરેક યુવતીને ફાયદો થાય તેવા ડ્રેસ કોડ વીશે જમાવીશું… સાથેજ જીમમાં જતી વખતે તમારે બીજું શું શું સાથે રાખવું જોઈએ જે તમને મદદરૂપ થઈ રહે તે અંગે પણ વિગતવાર માહિતી આપીશું.

કન્ફર્ટેબલ બુટ પહેરવા ખાસ જરૂરી

Image source

જીમમાં જો તમે રેગ્યુલર એક્સરસાઈઝ કરવા માટે જાવ છો. તો તમારે ખાસ કરીને તમારા બુટ પર પહેલા ધ્યાન આપવું જોઈએ. અને શક્ય બને તો બ્રાન્ડેડ સારી કંપનીના બુટ પહેરવાનું રાખું જેથી તેના કારણે તમને રનીંગ વખતે આરામ મળી રહે. મહત્વનું છે કે જો બુટની ક્વોલીટી સારી નહી હોય તો તમને એકસરસાઈઝ કર્યા બાદ પગની પીઢ્રીમાં અને ઘુટણમાં દુખાવો થશે. જેથી જીમમાં જતી પહેલા યોગ્ય બુટની પસંદગી કરવી ખુબ જરૂરી છે.

સારી ક્વોલીટીનો નેપ્કીન વાપરો

Image source

જીમમાં એક્સરસાઈઝ કરતી વખતે પરસેવો થવો તે સામાન્ય બાબત છે.પરંતુ માથા પર પરસેવો લુછવા માટે ખાસ યોગ્ય નેપ્કીનનો ઉપયોગ કરજો. જેથી તમારી સ્કીન પણ સારી રહેશે. કારણકે એક્સરસાઈઝ કરાવાથી શરીરમાં રહેલી ગરમી બહાર આવે છે. અને તે પરેસવો લુછવા માટે યોગ્ય કાપડ જરૂરી છે. નહીતો સ્કીન પર તે પરેસવો ચોટી રહે તો સ્કીનને નુકશાન થઈ શકે છે.

પરસેવો સુકાય તેવી ટી શર્ટ પહેરો

Image source

ખાસ કરીને એક્સરસાઈઝ કરતી વખતે આખા શરીરમાં પરસેવો થતો હોય છે. જેથી યુવતીઓએ એવી ટી શર્ટ પહેરવી જોઈએ કે જેનાથી પરસેવો જલ્દી સુકાઈ જાય. અને જો ટી શર્ટ સારી પહેરી હશે તો પરસેવો સુકાઈ જશે. જેના કારણે એક્સરસાઈઝ કરતી વખતે અકળામણ પણ નથી થાય. અને કન્ફર્ટેબલ ફીલ થશે. મહત્વનું છે કે યુવતીઓ જીમ જતી વખતે જે પણ ટી શર્ટ પહેરે તેનો કલર ડાર્ક હોય તે વધારે સારુ રહેશે. જેથી કરીને પરસેવાના ડાધા વધારે ના દેખાય.

ફીટનેસ ટ્રેકર જોડે રાખો

Image source

જો તમે દરરોજ જીમમાં જવાનું રાખો છો. તો તમારે ફિટનેસ ટ્રેકર જોડે રાખવું જરૂરી છે. જેથી તમારી કેટલી કેલરી બર્ન થઈ તે તમે જાણી શકો. અને દરરોજ અમુક પ્રમાણમાં કેલરી બર્ન થાય તેટલીજ એક્સરસાઈઝ કરો. વધારે એક્સરસાઈઝ કરીને શરીરને દબાણ ન આપો.મહત્વનું છે કે હાલ બજારમાં અલગ અલગ ફિટનેસ ટ્રેકર અવેલેબલ છે. પરતું સારી કંપનીનું ફિટનેસ ટ્રેકર તમે જોડે રાખો તે વધારે જરૂરી છે,

યોગ્ય શોર્ટસની પસંદગી

Image source

જીમમાં વર્ક આઉટ કરતી વખતે યોગ્ય શોર્ટ્સની પસંદગી કરવી પણ ખુબ જરૂરી છે. કારણકે જીમમાં ઘમા પ્રકારની એક્સરસાઈઝ કરવામાં આવે છે. જેથી તમારા શોર્ટસ બને ત્યા સુધી સ્ટ્રેચેબલ કાપડમાંથી બનાવેલા હોય તેવા પહેરો જેથી કરીને પરસેવો પણ સુકાય અને તમે દરેક પ્રકારન એક્સરસાઈઝ તમે કરી શકો, મહત્વનું છે કે બને ત્યા સુધી તમે ડાર્ક કલરના શોર્ટસ પહેરશો તો તે તમારા માટે વધું ફાયદાકારક રહેશે અને પરસેવાના ડાઘા પણ નહી દેખાય..

આ તો થઈ ડ્રેસ કોડની વાત પરંતુ સાથે સાથે જીમમાં તમે જ્યારે પણ એક્સરસાઈઝ કરો. ત્યારે એક પાણીની બોટલ તમે જોડે જરૂરથી રાખજો. અને તે પાણીમાં ગ્લુકોઝનો પાઉડર નાખવાનું રાખો જેથી પરસેવાને કારણે તમને ડી હાઈડ્રેશનની સમસ્યા પણ નહી થાય. સાથેજ તમને સ્ફુર્તી પણ મળી રહેશે

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *