ડીયર લેડીઝ: આપનાં પીરિયડ્સ આપનાં આરોગ્ય વિશે શું જણાવે છે?😱

આ લેખમાં પીરિયડ્સનીકેટલીક એવી વાતો વિશે જાણો કે જેનાથી આપને ખબર પડશે કે આપનાં શરીરમાં કંઇક ખોટુ તો નથી થઈ રહ્યું ! કેટલીક અસુવિધાજનક વિપરીત અસરોને મહિલાઓનાં માસિક ધર્મ સાથે જોડી શકાય છે.

આ પરિસ્થિતિઓ વિવિધ મહિલાઓમાં અને વિવિધ માસિક ધર્મોમાં જુદી-જુદી હોઈ શકે છે. તેમાં ક્રૅમ્પિંગ, બ્લીડિંગ કે ઉબકા વિગેરેનો સમાવેશ થાય છે. ઘણી મહિલાઓ જણાવે છે કે પીરિયડ્સ દરમિયાન તેઓ વધુ લાગણીશીલ થઈ જાય છે અને તેનાથી તેમને તેમનાં દૈનિક કામ પતાવવામાં પણ મુશ્કેલી આવે છે.

ઘણી મહિલાઓને આ ગાળામાં ખૂબ થાક અને નબળાઈનો અનુભવ થાય છે. આ બધુ આ ગાળામાં હૉર્મોન્સમાં થતા ફેરફારોનાં કારણે થાય છે. આ માસિક ધર્મનાં સામાન્ય લક્ષણો છે. આજે અહીં આ લેખમાં અમે માસિક ધર્મ સાથે જોડાયેલા એવા લક્ષણો વિશે જણાવીશું કે જે કોઇક બીમારી કે સમસ્યા તરફ સંકેત કરે છે.

1. પીરિયડ્સ અચાનક બંધ થઈ જવું : 

શું થાય છે કે જ્યારે આપનાં પીરિયડ્સ અચાનક બંધ થઈ જાય ? તેનાં બે કારણો હોઈ શકે છે. કાં તો આપ સગર્ભા છો અથવા આપને મેનોપૉઝ આવી રહ્યું છે. જો આ બંને કારણો નથી અને છતાં પણ આપને પીરિયડ્સ નથી આવી રહ્યાં, તો પૉલીસિસ્ટિક ઓવેરિયન સિંડ્રૉમ, અસામાન્ય થાઈરૉઇડ ગ્લૅંડ, લો બૉડી ફૅટ અને ક્યારેક-ક્યારેક તાણની અધિકતા વિગેરેની સમસ્યા પણ હોઈ શકે છે.

2. પીરિડ્યમાં દર્દ થવું : 

શું આપને પીરિયડ્સ દરમિયાન બહુ વધારે દર્દ થાય છે ? પીરિયડ્સ દરમિયાન દર્દ થવું સામાન્ય વાત છે, પરંતુ જો આ દર્દ અસહ્ય થઈ જતું હોય અને તેનાં કારણે જો આપ પથારીએ પડી જવા માટે મજબૂર થઈ જતા હોવ, તો આપને એંડોમૅટ્રિઓસિસ, ફિબ્રોઇસ, ગર્ભાશયની સંરચનામાં અસામાન્યતા કે પહેલા થયેલા કોઇક ઑપરેશનનાં કારણે ઉત્તકોમાં ઈજા વિગેરેના કારણે દર્દ થવાની શક્યતા હોય છે.

3. હૅવી પીરિયડ્સ : 

જો આપને બહુ હૅવી પીરિયડ્સ આવે છે અને આપે દર કલાકે પૅડ બદલવું પડે છે, તો આપને હેમોફીલિયા કે ફિબ્રોઇડ્સ હોઈ શકે છે. આ હૉર્મોન્સમાં અસંતુલનનાં કારણે પણ હોઈ શકે જેમ કે એસ્ટ્રોજન તથા પ્રોજેસ્ટેરોનની કક્ષામાં પરિવર્તનનાં કારણે. ઘણા ઓછા કેસોમાં આ લક્ષણો ગર્ભાશયનું કૅંસર હોય છે.

4. અનિયમિત પીરિયડ્સ : 

મહિલાઓમાં અનિયમિત પીરિયડ્સની સમસ્યા પણ જોવા મળે છે. તેની ઉપેક્ષા ન કરો, કારણ કે એવા હૉર્મોન્સમાં અસંતુલન, પૉલીપ્સ તથા ફિબ્રોઇડ્સનાં કારણે હોઈ શકે છે. જો આપ આ ઉપરોક્ત પરિસ્થિતિઓથી ગ્રસ્ત છો, તો જેટલી વહેલુ બની શકે, સ્ત્રી રોગ નિષ્ણાત પાસે પોતાની તપાસ કરાવો.

પીરીય્ડ્સ દરમ્યાન થતી તકલીફો થી આપણે અવાર-નવાર વાતો કરતા હોઈએ છીએ પણ એ દિવસો દરમ્યાન શું કરવું જોઈએ અને શેનું ધ્યાન રાખવું જોઈએ આ ચર્ચા ઘણી ઓછી થતી હોય છે. પીરીય્ડ્સ આજે પણ એક એવો વિષય છે જ્યાં લોકો ખુલીને વાત કરવાનું ટાળતા હોય છે. આ કારણે એવી ઘણી વાત સ્ત્રીઓને ખબરજ નથી હોતી.

આ સમસ્યા વધારે પડતી ગ્રામીણ જગ્યાઓ પર વધુ હોય છે જ્યાં પીરીય્ડ્સ વિષે વાત કરતા લોકો આજે પણ ખરાબ વસ્તુ માને છે. વાતો ન થવાને કારણે જાણકારી પણ મળતી નથી. જાણકારીના અભાવ થી ઘણી વાર એવી ભૂલો થઇ જાય છે જે સ્વાસ્થ્ય માટે નુકસાન કારક બની જાય છે.  

પીરીય્ડ્સ દરમ્યાન સાફ-સફાઈ અને ખાન-પાન નું ખાસ ધ્યાન રાખવું જોઈએ. સફાઈ દરમ્યાન એક ભૂલ પણ મોટી બીમારી ને આમન્ત્રણ કરતુ હોય છે. એટલા માટે આ દિવસો દરમ્યાન સફાઈ નું ખાસ ધ્યાન રાખો. પીરીય્ડ્સ દરમ્યાન સાફ-સફાઈ થી જોડેલ આ ૫ વાતો છે જેને દરેક સ્ત્રીએ ખાસ નોંધ લેવી.

૧. સરખું સેનેટરી પેડ નો ચુનાવ કરવો ખુબજ જરૂરી છે. સેનેટરી પેડ એવું હોવું જોઈએ જે ફ્લો ને જલ્દી અને આસાની થી સોક કરી લે. 

૨. જો તમે આખા દિવસમાં ફક્ત એકજ સેનેટરી પેડ નો ઉપયોગ કરો છો તો તમારી આ અડત ને તરતજ બદલી નાખો. વિશેશ્ગ્યો અનુસાર દરેક સ્ત્રીએ પીરીય્ડ્સ દરમ્યાન દર ૬ કલાકે પેડ બદલતું રેહવું જોઈએ. આમ ન કરવાથી ઇન્ફેકશન નો ખતરો વધી જાય છે. 

૩. પીરીય્ડ્સ દરમ્યાન પોતાના શરીર ની સફાઈ નું ખુબજ ધ્યાન રાખો. સમય સમયે પેડ બદલતા રહો અને જયારે પણ પેડ બદલો ત્યારે તમારા પ્રાઇવેટ પરત ની સફાઈ અવશ્ય કરો. દરરોજ સ્નાન જરૂર કરો.

૪. આ દિવસો દરમ્યાન કેમિકલ પ્રોડક્ટ્સ ના વપરાશ થી દૂરજ રહો.

૫. યુઝડ સેનેટરી પેડ ને સરખી રીતે ડીસ્પોઝ કરવું પણ ખુબજ જરૂરી છે. ડીસ્પોઝ કરતા પહેલા તેને એક પેપર માં વાળી પછી ડીસ્પોઝ કરવું. 

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ ‘ફક્ત ગુજરાતી’ લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર કરો… આભાર..

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Aditi Nandargi. 

Leave a Comment