કાશ્મીરમાં બરફવર્ષા થાય પછી કેવું દેખાય? અત્યારે જ અહીં ક્લિક કરીને મનમોહક તસવીરો જુઓ..

શિયાળો, ઉનાળો કે ચોમાસું ત્રણેય ઋતુની અસર માનવજીવન પર હોય છે એટલે કહી શકાય કે, વાતાવરણ માનવજીવનને પ્રભાવિત કરી શકે છે. હમણાં ઠંડીની મૌસમ ચાલી રહી છે ત્યારે હિમાચલ પ્રદેશ, ઉતરાખંડ અને કાશ્મીરની આ તસવીરો જોઇને તમે કહેશો કે ઓહોહોહોહો…

થોડા દિવસથી ઠંડીમની મૌસમ માનવજીવનને આનંદમાં રાખે છે કારણ કે ઠંડીના કારણે હિમાચલ પ્રદેશ, ઉતરાખંડ અને કાશ્મીરમાં બરફવર્ષા થઇ અને ઘરતીએ સફેદ ચાદર ઓઢી લીધી. શિમલા, કુલ્લુ મનાલી જેવા પર્યટન સ્થળ પર બરફવર્ષાને કારણે પર્યટકોની સંખ્યામાં પણ વધારો થયો.

ગયા બુધવારે હિમાચલની રાજધાની શિમલાની આ તસવીરો જુઓ – બરફ, બરફ અને ચારેબાજુ બરફ.

બરફવર્ષા થયા પછી મકાનોની છત, વાહનો અને દરેક વસ્તુઓ પર બરફની પરત છવાઈ ગઈ અને ઘણા લોકોને ‘સ્નો ફોલ’ રૂબરૂ નિહાળવાનો મોકો પણ મળ્યો.

તાપમાનની વાત કરીએ તો ૦.૫ ડીગ્રી સે. નીચે નોંધાયું હતું. ૨૦ સેમી જેટલી બરફવર્ષા થઇ હતી. કુફરી અને મશોબરામાં ૪૦ સેમીથી વધુની બરફવર્ષા થઇ હતી.

જુઓ, આ બધી તસવીરો જોઇને તમને એવું લાગતું હશે કે આ સ્થળ પર ઠંડી બહુ છે ત્યાં જવું ન જોઈએ પણ ખરેખર બરફવર્ષા થાય ત્યારે અહીંનો નજરો માણવાલાયક બની જાય છે.

તમે જોઈ શકો છો કે મોટરકારની છત પર બરફ રાખ્યો હોય એવું જણાય છે પણ આ કુદરતની કમાલ છે.

મનાલીમાં પર્યટકોના ઝુંડ ઉમટ્યાં હતા. આ સીઝન ખરેખર પ્રકૃતિની અનેરી લહેર કરાવે છે. જમ્મુ-કાશ્મીરમાં પણ આવા જ દ્રશ્યો સર્જાયા હતા.

એ સાથે દેશ-વિદેશની અવનવી માહિતી જાણવા માટે “ફક્ત ગુજરાતી” ફેસબુક પેજ સાથે જોડાયેલા રહો.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Comment