ટી.વી ની અભિનેત્રીઓ એવું તે શું લગાવે છે કે આજે પણ લાગે છે એકદમ બોલ્ડ અને બ્યુટીફૂલ…

મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે, ભલે તે બોલિવૂડ ફિલ્મજગતના કલાકાર હોય કે ટેલીવિઝન સિતારાઓ તે ઓન-સ્ક્રીન પર સુંદર દેખાવવા માટે ચોક્કસપણે વધારે પડતા મેકઅપ નો ઉપયોગ કરે છે અને જો તે મેકઅપ ન લગાવે તો તેમની કરચલીઓ ચહેરા પર દેખાય જાય છે પરંતુ, તમને જાણીને નવાઈ લાગશે કે, અમુક ટેલીવિઝન સ્ટાર વૃધ્ધ થવા છતા હજુ પણ દેખાય છે યુવાન.

image source

આજે આ લેખમા આપણે જે અભિનેત્રીઓ વિષે વાત કરવા જઈ રહ્યા છીએ તેમની ઉમર ૩૫ થી ૪૭ ની  વચ્ચે છે પરંતુ, હજી પણ તેની ઉમર ૨૦ વર્ષની હોય તેવી યુવા તે દેખાય છે. તો ચાલો જાણીએ, આ અભિનેત્રીની સારી રીતે જાળવણી કરાયેલ શરીર અને ચમકતી ત્વચા નુ રહસ્ય શુ છે? 

શ્વેતા તિવારી : ૪૦ વર્ષ

image source

આ અભિનેત્રી હાલ ૪૦ વર્ષની થઈ ચૂકી છે અને તેના બે બાળકો છે, જેમાથી તેની છોકરી ૨૦ વર્ષની છે. જ્યારે તેણીને તેના આ સુંદરતા પાછળ નું રહસ્ય પૂછવામાં આવ્યું ત્યારે તેણીએ જણાવ્યુ કે, તે આખો દિવસ ખૂબ જ પાણી પીવે છે અને નિયમિત મિટ્ટી ફેસ પેક તેના ચહેરા પર મૂકે છે તથા તેની વાળની સુંદરતા જાળવવા માટે તે ઓલિવ ઓઇલથી માલિશ કરે છે.

કરિશ્મા તન્ના : ૩૬ વર્ષ

image source

આ અભિનેત્રીએ તેની કારકિર્દી ની શરૂઆત વર્ષ ૨૦૦૧ મા ‘ ક્યોકિ સાસ ભી કભી બહુ થી’ સિરિયલથી કરી હતી. તેણી હાલ ૩૬ વર્ષની હોય શકે છે પરંતુ, તેમછતા તે ૨૫ વર્ષથી વધુ વયની લાગતી નથી. તેની ત્વચાને ચમકતી બનાવવા માટે, તે દરરોજ સવારે ઉઠીને એક ખાસ પ્રકાર નો લીલો રસ પીવે છે જેમાં તેમાં ઘણી બધી શાકભાજી હોય છે. આ સિવાય તે નિયમિત યોગ પણ કરે છે.

કામ્યા પંજાબી : ૪૧ વર્ષ

image source

ટેલીવિઝન જગતમા વેમ્પ નું પાત્ર ભજવનાર આ સુંદર અભિનેત્રી ની ઉંમર ૪૧ વર્ષ છે પરંતુ, તે ૩૦ વર્ષ થી ઓછી ઉંમરની લાગે છે. એક મુલાકાતમાં તેણે કહ્યું હતુ કે, જો જરૂરી ન હોય તો તે મેકઅપ લગાવતી નથી. આ ઉપરાંત ચહેરા પર સનસ્ક્રીન અને મોઇશ્ચરાઇઝર લગાવવાનુ તે ક્યારેય ભૂલતી નથી. તે પોતાની ત્વચાની આકર્ષકતા જાળવી રાખવા માટે નિયમિત ગ્રીન ટી પણ પીવે છે.

સંજીદા શેઠ : ૩૫ વર્ષ

image source

૩૫ વર્ષની આ ટેલીવિઝન અભિનેત્રી હજુ પણ તેની ઉમર કરતા નાની દેખાઈ રહી છે. તેની સ્ક્રીન પર એકપણ પ્રકારના દાહ-ધબ્બા નથી. જ્યારે આ વિશે તેને પૂછવામા આવ્યું ત્યારે તેણે જણાવ્યુ કે, તે રાત્રે સારી ઊંઘ લે છે અને તાણથી દૂર રહે છે. તેનાથી ચહેરા પર વધુ પડતો ગ્લો આવે છે અને આંખોમાં સોજો આવતો નથી. આ સાથે જ ચહેરા પર નો મેકઅપ પણ તે સારી ક્વોલિટી નો યુઝ કરે છે. તેણી પોતાની સ્ક્રીન પર બરફથી મસાજ કરે છે, જેથી વધારે પડતાં તડકા નો એહસાસ ના થાય.

સાક્ષી તંવર : ૪૭ વર્ષ

image source

ટેલીવિઝન ધારાવાહિક કહાની ઘર-ઘર કી મા પાર્વતી ની ભૂમિકા ભજવનાર આ અભિનેત્રી હજુ પણ પોતાની ઉંમરની અભિનેત્રી કરતા યુવાન દેખાય છે. જો એમ કહેવામા આવે કે આ અભિનેત્રી ૪૭ વર્ષની છે તો આપણને જરાપણ વિશ્વાસ ના આવે પરંતુ, આ હકીકત છે. તે પોતાના સ્વાસ્થ્ય અને ત્વચા ની ખૂબ જ કાળજી લે છે. તે દિવસ દરમિયાન તેટલુ પાણી પીવે છે અને બે થી ત્રણ વાર પોતાનો ચહેરો સાફ કરે છે, જેથી ત્વચા પર રહેલી ગંદકી અને ઓઇલીનેસ દૂર થઈ જાય છે. આ સિવાય તે હંમેશા બહાર જતા પહેલા સનસ્ક્રીનનો ઉપયોગ કરે છે. 

ઉર્વશી ધોળકિયા : ૪૧ વર્ષ

image source

આ અભિનેત્રી હાલ ૪૧ વર્ષની થઈ ચૂકી છે. આ એજ અભિનેત્રી છે કે જેણે “કસોટી ઝીંદગી કી” ધારવાહિકમા કોમલિકાનુ મજબૂત પાત્ર ભજવ્યું હતુ. આ ઉપરાંત તે બિગ બોસ-૬ ની વિજેતા રહી ચૂકેલ છે. તેણીએ તેના એક ઇન્ટરવ્યુમા જણાવ્યુ હતુ કે, તે કેમિકલ આધારિત એકપણ ક્રીમ નો  ઉપયોગ કરતી નથી.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *