ફૂટવેર ખરીદતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?? જાણો તેના વિશે

footwear design

Image Source

જો તમે ફૂટવેર ખરીદી રહ્યા છો તો તમારે કેટલીક ભૂલોથી બચવું જોઈએ.

ફૂટવેર આજના સમયમાં ફક્ત તમારા પગની જરૂર પૂરતા રહ્યા નથી, પરંતુ તે તમારી સ્ટાઇલ અને ફેશન સાથે પણ જોડાયેલ છે. લગભગ આ કારણ છે કે સ્ત્રીઓનું એક અલગ ફૂટવેર કબાટ હોય છે. જેમાં તે કેઝ્યુઅલથી લઈને કસરત અને પાર્ટીવર ફૂટવેર રાખે છે. તેટલું જ નહીં, ઘણીવાર તેના આઉટફીટને ધ્યાનમાં રાખીને પણ તે નવા ફૂટવેરને ખરીદે છે. પરંતુ ફૂટવેરની શોપિંગ થોડી સમજદારીથી કરવી જરૂરી છે. ઘણીવાર આપણે વિચાર કર્યા વગર અથવા ફક્ત પસંદ આવવા પર જ કોઈપણ ફૂટવેરમાં રોકાણ કરીએ છીએ અને પછી આપણને લાગે છે કે તેમાં ભૂલ થઈ ગઈ.

જો ફૂટવેર આરામદાયક હોય નહિ અથવા તો તે તમારા પગની જરૂરિયાતને પૂરી કરતી હોય નહિ તો આપણે તેને એક અથવા બે વારથી વધારે પહેરવું પસંદ કરતા નથી અને તે ફૂટવેર કબાટમાં એમજ રાખવામાં આવે છે. તો ચાલો આજે આ લેખમાં અમે તમને ફૂટવેર ખરીદતી વખતે થતી કેટલીક સાધારણ ભૂલ વિશે જણાવી રહ્યા છીએ, જેને તમારે ખરેખર ટાળવી જોઈએ, જેથી તમે વધુ સારા ફૂટવેર ખરીદી શકો.

footwear by design

Image Source

હિલ્સ ની સ્થિતિ અવગણવી

હિલ્સ પહેરવી લગભગ દરેક સ્ત્રીઓ પસંદ કરે છે અને બજારમાં વિવિધ સાઇઝની હિલ્સને ફૂટવેર ઉપલબ્ધ હોય છે. જોકે, હિલ્સ ખરીદતી વખતે તેની સ્થિતિ પર તમે ભાગ્યે જ ક્યારેક ધ્યાન આપ્યું હશે. જ્યારે તેના પર પૂરતુ ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. તે સાચું છે કે હિલ્સ તમારા પગને વધારે ફેમિનીન અને સુંદર બનાવે છે, પરંતુ તેને તમારા પગને ટેકો પણ કરવો જોઈએ. આપણે એડીથી પગ સુધી પગથિયાં કરીએ છીએ, તેથી ત્યાં પૂરતો ટેકો હોવો જોઈએ. તેથી ફૂટવેરની હિલ્સ તમારા પગની એડીની નીચે હોવી જોઈએ. જો આવું ન થાય, તો તમારા પગમાં ઝડપથી દુખાવો થશે.

wedges as footwear with leggings

Image Source

વિચાર્યા વગર ચપલ ખરીદવા

સાંભળવામાં તમને લગભગ તે અજીબ લાગે, પરંતુ મોટાભાગની સ્ત્રીઓ વિચાર્યા વગર ચપલ ખરીદે છે. તે તેના હેતુ પર ફોકસ કરતી નથી. અહી તમારે તે ધ્યાન આપવું જોઈએ કે બધા સ્નીકર્સ સ્પોર્ટ્સ માટે બનાવવામાં આવતા નથી. આ ઉપરાંત, જુદી જુદી રમત માટે જુદા જુદા પ્રકારના ચપલની જરૂર હોય છે. ઉદાહરણ તરીકે, બાસ્કેટબોલ પ્લેયર માટે હાઈ સ્નીકર્સ સારા માનવામાં આવે છે, તેમજ દોડવા માટે આર્ચ સ્પોર્ટસ શૂઝને ખરીદવા જોઈએ. તેવીજ રીતે ચાલવા માટે બનાવવામાં આવેલ સ્નીકર્સ દોડવા અને કૂદવા માટે તેટલા સારા હોતા નથી. જો તમે તેમ કરો છો, તો તે સ્નીકસૅ ઝડપથી ખરાબ થઈ શકે છે.

footwear mistakes to avoid

Image Source

ફક્ત સાઇઝ પર ધ્યાન આપવું

તે વાતમાં કોઈ શંકા નથી કે ફૂટવેર ખરીદતી વખતે સૌથી પેહલા સાઇઝ પર ધ્યાન આપવું જોઈએ. પરંતુ ફક્ત સાઇઝ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી તમે એક સારું ફૂટવેર ખરીદી શકતા નથી. ભલે ચપલ તમને ફીટ થાય, પરંતુ તો પણ તમારે અન્ય ઘણી બાબતો પર ધ્યાન આપવું જોઈએ. ઉદાહરણ તરીકે, શું તે સરખી રીતે બન્યા છે? શું દોરીઓ પૂરતી મજબૂત છે? શું ઝીપર સરખી રીતે કામ કરે છે? જો તમે સેન્ડલ ખરીદી રહ્યા છો તો તે જુઓ કે તેની સ્ટ્રેપ કેટલી એડજસ્ટેબલ છે. આ નાની નાની વસ્તુ તમારા ફૂટવેરને વધારે આરામદાયક અને ટકાઉ બનાવે છે.

footwear ankle straps

Image Source

ફક્ત મેટ પર ચાલીને જોવું

તે જોવામાં ભલે એક નાની એવી ભૂલ લાગે, પરંતુ હકીકતમાં તમને તેનાથી ઘણી નુકશાની થઈ શકે છે. વાસ્તવમાં ઘણી ચપલની દુકાનમાં કાચની પાસે મેટ પાથરેલ હોય છે અને આપણે ફૂટવરર પહેર્યા પછી ફક્ત તેના પર જ ચાલીને જોઈએ છીએ. પરંતુ, તે સુંદર મેટ હકીકતમાં આપણને ખોટા ચપલ ખરીદવા તરફ દોરી શકે છે. વાસ્તવમાં, મેટ પર ફૂટવેર પહેરીને ચાલવાથી પગને વધારે આરામનો અનુભવ થાય છે, તેથી ખરેખર તમારા ચપલની ચકાસણી કરવા માટે મેટ પરથી ઉતરીને ઓરડાની ચારે તરફ ફરીને જુઓ અને તે તપાસ કરો કે ચપલ હકીકતમાં કેટલા આરામદાયક છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment