શું છે મિસકેરેજના લક્ષણો? NHS એ જણાવ્યું 8 માંથી એક ગર્ભવતી મહિલા સાથે થાય છે આવું 

Image Source

પ્રેગનેન્સી ના પહેલા ત્રણ-ચાર મહિનામાં ભ્રુણ નો નાશ થઈ જાય છે તેને મિસકેરેજ કહેવામાં આવે છે.મિસકેરેજ એટલે ગર્ભપાતના ઘણા કારણ હોઈ શકે છે પરંતુ વધુ કિસ્સાઓમાં માતાને જ ખોટી અને જવાબદાર માનવામાં આવે તે યોગ્ય નથી.

મિસકેરેજ વિશે અમુક વસ્તુ સમજવી ખૂબ જ જરૂરી છે પ્રેગનેન્સી પહેલા ત્રણ-ચાર મહિનામાં ભ્રુણ નો નાશ થઈ જાય છે પ્રેગનેન્સી ના 24 અઠવાડિયાની અંદર ગર્ભમાં રહેલ ભ્રુણનો નાશ થઈ જવો તેને મેડિકલ ભાષામાં મિસકેરેજ કહેવામાં આવે છે. આ પરિસ્થિતિ માતા અને પિતા બંને માટે કોઈ આંચકા થી ઓછી હોતી નથી. મિસકેરેજ વિશે અમુક વસ્તુ સમજવી ખૂબ જ જરૂરી છે જેમ કે તેના લક્ષણો શું હોય છે? અને લોકોમાં તેની સમસ્યા કેમ થાય છે?

પ્રેગનેન્સી ના પહેલા ત્રણ-ચાર મહિનામાં ભ્રુણના નાશ થઈ જવા પર ગર્ભપાત થાય છે અને તેના ઘણા કારણો હોઈ શકે છે પરંતુ તેની માટે એક માતાને જ ખોટી અને ગેરજવાબદાર સમજવામાં આવે છે તે યોગ્ય નથી લગભગ અમુક પરિસ્થિતિમાં માતાને મિસકેરેજ ના કારણોની જાણ થતી નથી જે આ ઘટનાને વધુ ભયાનક બનાવે છે.

ખાસ કરીને પ્રેગનેન્સી ના પહેલા ત્રણ મહિનામાં મિસકેરેજ અનબોર્ન બેબી સાથે ઘણી સમસ્યાઓનો પરિણામ હોય છે. નેશનલ હેલ્થ સર્વિસ NHS ના અનુસાર ભ્રુણમાં ઓછા અથવા વધુ રંગસૂત્રો ના કારણે મિસકેરેજ થાય છે. ખરેખર તો ભ્રુણમાં ઓછા અથવા વધુ રંગસૂત્રો ના કારણે ક્યારેક થતું જોવા મળે છે આવી પરિસ્થિતિમાં ગર્ભમાં વિકસિત ભ્રુણ સંપૂર્ણ રીતે વિકસિત થઇ શકતું નથી.

મિસકેરેજ ના લગભગ ૨ થી ૫ ટકા આ પરિસ્થિતિમાં જિનેટિક્સ અને દોષી માનવામાં આવે છે ઘણી વખત પાર્ટનરના અસામાન્ય રંગસૂત્ર વિશે લોકોને જાણકારી હોતી નથી તેના કારણે પ્લેઝન્ટામાં વિકાસ થવામા તકલીફ થઈ શકે છે અને ભ્રુણમાં લોહી અને પોષક તત્વોની ઉણપ થઈ શકે છે જો મિસકેરેજ ત્રણ મહિનાની પ્રેગનેન્સી પછી થાય તો કમજોર ગર્ભાશય કોઈ ઇન્ફેક્શન અથવા સેક્સ્યુઅલી ટ્રાન્સમીશન ડિસીઝ, ગર્ભાશયનો આકાર, પીસીઓએસ, અથવા ફૂડ પોઇઝનિંગ તેનું કારણ હોઇ શકે છે.

એક્સપર્ટ જણાવે છે કે વારંવાર ગર્ભપાત ઘણા કારણો હોઈ શકે છે.લોહી ગંઠાઈ જવાની વિકૃતિઓ, થાઈરોઈડની સમસ્યાઓ, સર્વિક્સ અથવા આપણા રોગપ્રતિકારક કોષોમાંથી નબળાઈ પણ પ્રજનન ક્ષમતાને અસર કરી શકે છે. મિસકેરેજનું દુઃખ સહન કરવા વાળી ઘણી મહિલાઓને ભવિષ્યમાં માતા બનવાનું સૌભાગ્ય મળે છે પરંતુ જો કોઇ મહિલાને વારંવાર ગર્ભપાતની સમસ્યા થાય છે તો તેની તપાસ જરૂરથી કરાવવી જોઇએ.

45 વર્ષ બાદ થાય છે વધુ તકલીફ

નેશનલ હેલ્થ સર્વિસના એક રિપોર્ટ અનુસાર મિસકેરેજ ની સમસ્યા ખૂબ જ સામાન્ય છે આઠમાંથી એક મહિલા મિસકેરેજ નું દર્દ સહન કરે છે. ઘણી મહિલાઓને મિસકેરેજ તેમના ગર્ભવતી થવાની જાણ થતા પહેલા જ થઈ જાય છે પરંતુ વારંવાર મિસકેરેજ ની સમસ્યા છમાંથી એક મહિલાને જ સહન કરવી પડે છે વધતી ઉંમરની મહિલાઓમાં મિસકેરેજ ની સમસ્યા વધુ જોવા મળે છે. 30 વર્ષથી ઓછી ઉંમરની 10 માંથી એક મહિલાને મિસકેરેજ થાય છે જ્યારે 45 વર્ષથી વધુ ઉંમર માં દસમાંથી પાંચ મહિલાઓ આનો શિકાર બને છે.

શું છે મિસકેરેજ ના લક્ષણો

બિલ્ડીંગ અથવા કપડા ઉપર લોહીના ડાઘા સામાન્ય અથવા તો વધુ નિશાન મિસકેરેજ નો સંકેત હોઈ શકે છે. પરંતુ એ પણ ધ્યાન રાખો કે પ્રેગનેન્સી ના પહેલા ત્રણ મહિનામાં બિલ્ડીંગ અથવા લોહી દેખાવું એક સાધારણ બાબત છે, તેને માત્ર મિસકેરેજ સમજી લેવું યોગ્ય નથી આમ થવા પર તૈયારીમાં ડૉક્ટરનો સંપર્ક કરો તે સિવાય પેટના નીચેના ભાગમાં દુખાવો નો અનુભવ થાય તથા પ્રાઇવેટ પાર્ટમાંથી ફલૂડ નો ડિસ્ચાર્જ થવો પણ એક મિસકેરેજ નું લક્ષણ છે. લાંબા સમય સુધી પ્રેગનેન્સી ના લક્ષણો નો અનુભવ ન થવો તે તેની વોર્નિંગ સાઇન હોઈ શકે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ ફક્ત ગુજરાતીલાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment