અમદાવાદની પોલીસ ચોકી પર લખી દીધું ‘રેમન્ડ શોપ’, કપડાં ખરીદવા પહુંચી ગયા લોકો..😃

અહીં એક પોલીસ ચોકી પર રેમન્ડ કમ્પની દ્વારા કરેલ આ બ્રાન્ડિંગ પોલીસ કર્મચારીઓ માટે માથાનો દુખાવો બની ગઈ છે. ચોકીમાં ફરિયાદો લઈને આવનાર ફરિયાદીઓ સાથે સાથે શોપિંગ કરવા વાળા લોકો પણ પહુંચે છે આ પોલીસ ચોકીમાં.

આનું એક કારણ એ છે કે કમ્પનીએ એટલું સરસ રીતે શણગાર્યું છે કે તે પોલીસ સ્ટેશન ઓછું અને શો રૂમ વધારે લાગે છે. અમદાવાદના સી.જી રોડ પર આવેલ આ પોલીસ સ્ટેશન ને એક સીટી ના આકારમાં બનાવવામાં આવ્યું છે. આ સ્ટેશનની બહાર ‘રેમન્ડ શો રૂમ’ લખવામાં આવ્યું છે.

આ સ્ટેશને કાચ થી બનાવવામાં આવ્યું છે જે એકદમ શો રૂમ જેવો પરફેક્ટ લુક આપે છે. 

કોઈ સારા કપડાં દેખાડો

એક દમ્પતી ટ્રાફિક ચોંકીને શો રૂમ સમજી કપડાં ખરીદવા અંદર ગયા. અંદર ના કોઈ કપડાં હતા અને ના કોઈ સેલ્સ એક્ઝિક્યુટિવ.ત્યાં બેઠા એક પોલીસ સબ ઇન્સ્પેકટોર ને દુકાનદાર સમજી દંપતીએ કહ્યું, ” ભાઈ કોઈ સારા કપડાં દેખાડો.”

દમ્પતીએ આવું કહ્યું એ સાંભળીને પહેલા તો સબ ઇન્સ્પેકટર જે. આઈ. શેખ ચોંકી ગયા. અને મજાકી લેહજજામાં પાછો જવાબ આપતા કહ્યું, ” કાકા, નવી નવી દુકાન ખુલી છે, હજુ માલ આવાનો બાકી છે.” આ સાંભળતા દમ્પતીએ કહ્યું,” સારું, તો સૂટ નો કોઈ કાપડ દેખાડો અમને.”

ત્યારબાદ સબ ઇન્સ્પેકટ શેખ તેમને બાહર લઇ ગયા અને કહ્યું કે આ પોલીસ ચોકી છે કપડાંની દુકાન નથી. તો દમ્પતીએ કહ્યું કે, ” સાહેબ તમારું પોલીસ સ્ટેશન કાચનું છે અને ઉપર રેમન્ડ શો રૂમ લખ્યું છે તો કોઈ પણ એમજ સમજશે કે આ કપડાં ના બ્રાન્ડ ની દુકાન છે.”

આવા અદભુત આર્ટિકલ્સ વાંચવા માટે અમારું પેજ ફક્ત ગુજરાતી લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર કરો… આભાર 🙂

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મન્જુરી લેવી જરૂરી છે.

Author : Aditi Nandargi.

Leave a Comment