સુવર્ણ મંદિરમાં સોનાનું વજન જાણીને તમે પણ થશો હેરાન, કંઈક આવી જ રસપ્રદ વાતોથી જોડાયેલું છે આ મંદિર 

Image Source

અમૃતસરમાં ઉપસ્થિત સુવર્ણ મંદિર દેશનું સૌથી પ્રતિષ્ઠિત ધાર્મિક કેન્દ્ર માંથી એક છે, ગોલ્ડન ટેમ્પલ સૌથી વધુ જોવામાં આવેલ ગુરૂદ્વારા પણ આવેલ છે જેને જોવા માટે અને દર્શન કરવા માટે લોકો દૂર દૂરથી અહીં આવે છે. ભારતીય પર્યટક જ નહીં તમે અહીં વિદેશી પર્યટકોને પણ ફરતાં જોઈ શકો છો. શ્રી હરમંદિર સાહેબ અથવા સુવર્ણ મંદિર ને પંજાબનો સુવર્ણ ઇતિહાસમાં એક અભિન્ન ભૂમિકા નિભાવી છે. ચાલો તમને આ મંદિરથી જોડાયેલી અમુક મજેદાર અને રોચક વાતો જણાવીએ, જાણ્યા બાદ તમે કદાચ હેરાન થઈ જસો.

guru arjan dev

Image Source

પાંચમા શીખ ગુરુએ બનાવ્યું મંદિર

આ મંદિરનું નિર્માણ શીખના પાંચમા ગુરુ જેમને ગુરુ અર્જન ના નામથી જાણવામાં આવે છે. ખરેખર તેમને સંપૂર્ણ મંદિરને ડિઝાઇન કરાવ્યું હતું. મંદિરના નિર્માણ પહેલા પહેલા શીખ ગુરુ ગુરુ નાનક ધ્યાન કરતા હતા. તેમને હરમંદિર સાહેબની સંપૂર્ણ વાસ્તુકળાને પણ ડિઝાઇન કર્યા, નિર્માણ 1581 માં શરુ થયું અને તે કામને પુરુ કરવામાં લગભગ 8 વર્ષ લાગી ગયા.

Image Source

મંદિરની ડિઝાઇનિંગમાં ઉપયોગમાં લેવામાં આવ્યું છે 24 કેરેટ સોનુ

આ મંદિરને સ્વર્ણમંદિર એટલા માટે કહેવામાં આવે છે, કારણકે અહીં 24 કેરેટ સોનાના પડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અને રસપ્રદ વાત તો એ છે કે આ મંદિર શરૂઆતમાં સોનેરી નહતું. 1762 માં ઇસ્લામી શાસકો દ્વારા વિરાસત સ્થળને નષ્ટ કરી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ શીખ શાસક મહારાણા રણજિતે 1809 માં સંગેમરમર અને તાંબામાં સંપૂર્ણ જગ્યાનું પુનઃનિર્માણ કર્યું. અને 1830 માં ગર્ભગૃહમાં સોનાના વરખ સાથે આવરી લેવામાં આવ્યું.

Image Source

 500 કિલોગ્રામથી પણ વધુ સોનાનો કરવામાં આવ્યો છે ઉપયોગ 

તમને જણાવી દઈએ કે 90 ના દશકમાં તેને 500 કિલોગ્રામ થી પણ વધુ સોના સાથે પુનઃનિર્મિત કરવામાં આવ્યું હતું, અને આજના સમયમાં 140 કરોડથી પણ વધુ આ સોનાની કિંમત છે.

बाबा दीप सिंह जी: धड़ से शीश कटने के बावजूद पूरा किया प्रण - baba deep singh ji

Image Source

મંદિરની અંદર જ બાબા દીપ સિંહ નું મૃત્યુ થયું હતું

બાબા દિપસિંહ શીખ ધર્મના સૌથી પવિત્ર શહીદ માંથી એક છે, તેમને સુવર્ણ મંદિરમાં પોતાની અંતિમ શ્વાસ લેવાની કસમ ખાધી હતી. અને 1857માં તેમને 5000 પુરુષોને પોતાના સેનાની સાથે અગર આક્રમણકારી જહાન ખાનની સાથે બહાદુરીપૂર્વક લડાઈ લડી હતી અંતિમ શ્વાસ સુધી તે પોતાના દુશ્મનોને મારતા રહ્યા અને બાદમાં મંદિર પહોંચીને તેમનું ત્યાં મૃત્યુ થઈ ગયું.

Image Source

અહીંના ચાર પ્રવેશદ્વાર નો અર્થ

સુવર્ણ મંદિર એક એવું ધાર્મિક સ્થળ છે જે દરેક ધર્મના લોકો માટે ખુલ્લું રહે છે, કદાચ તમે આ વાત ન જાણતા હસો તો અમે તમને જણાવી દઈએ કે ગુરુદ્વારા ની આધારશીલા એક પ્રસિદ્ધ સૂફી સંત મિયા મીરે રાખી હતી. આ નિયમ ની શરૂઆત દરેક ધર્મો અને એક સાથે જોડવા માટે કરવામાં આવી હતી અહીંના ચાર પ્રવેશ દ્વાર આ તથ્યને પ્રતિનિધિત્વ કરે છે કે અહીં દરેક ધર્મના લોકો આવી અને જઈ શકે છે.

Image Source

મંદિરના પવિત્ર તળાવમાં છે ઔષધિય ગુણ

સુવર્ણ મંદિરની આસપાસના તળાવની અમૃત સરોવર પણ કહેવામાં આવે છે જેનો અર્થ છે કે અમર થવા માટેનો અમૃત પુલ તેને ભક્તો દ્વારા ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે, અને તેઓનું માનવું છે કે સરોવરમાં પવિત્ર જળમાં સ્નાન કરવાથી તેમના કર્મ શુદ્ધ થઈ જશે, અને એવું પણ કહેવામાં આવે છે કે સરોવરમાં ડૂબકી લગાવવાથી કોઈપણ બીમારી સારી થઈ જાય છે.

Image Source

પહેલા ચઢાવવામાં આવી હતી 7-9 પરત

મહારાજા રણજીતસિંહે સુવર્ણ મંદિર ઉપર પરત ચડાવવા માટે માત્ર 7 થી 9 પરત નો જ ઉપયોગ કર્યો હતો, પરંતુ ધીમે-ધીમે નવીનીકરણ દરમિયાન મંદિરમાં 24 પરત ચડાવવામાં આવી.

Image Source

દુનિયાની સૌથી મોટી રસોઈ

ગુરુદ્વારામાં હંમેશા લંગર થતું હોય છે અને સુવર્ણ મંદિરમાં ક્યારેય લંગર સેવા રોકાતી નથી. જેના કારણે દુનિયાની આ સૌથી મોટી સામુદાયિક રસોઈ છે અહીં દરેક વ્યક્તિને ભોજન પીરસવામાં આવે છે, અને એક રેકોર્ડ અનુસાર મંદિરમાં દરરોજ 50000થી વધુ લોકોને ભોજન પીરસવામાં આવે છે અને કોઈ ખાસ પ્રસંગ ઉપર અથવા કોઈપણ ધાર્મિક આયોજનમાં આ સંખ્યા એક લાખ અથવા તેનાથી વધુ થઈ જાય છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment