વજન ઘટાડવા માટે સવારની કસરત વધારે ફાયદાકરક હોય છે.

Image by happyveganfit from Pixabay

વજન વધવાથી શું તકલીફ થઈ શકે છે, તેને ઓછી કરવાનો ઉપાય તેના લક્ષણ શું છે એ વાતો તમે જાણતાં જ હશો, પરંતુ શું તમને ખબર છે કે સવારના સમયે કરેલી કસરત આ તકલીફથી છુટકારો મેળવવા માટે વધારે અસરકારક સાબિત થઈ શકે છે. તો આવો સમજીએ કે વજન ઓછું કરવા માટે સવારની કસરત કેમ વધારે ફાયદાકારક હોય છે.

Image by happyveganfit from Pixabay

આ વાતમા કોઈ શંકા નથી કે વજન ઓછું કરવા માટે સૌથી સારી રીત છે યોગ કરવો, અને તમને જણાવી દઈએ કે સવારના સમયે કરવામાં આવેલ યોગા વધારે અસરકારક હોઈ છે. આપની દિનચર્યા પેહલાથી જ ધણી વ્યસ્ત હોય છે. તેમ છતાં નિષ્ણાંતોનું માનવું છે કે તમારે તમારી દૈનિક જીવનશૈલી માં યોગાનો જરૂર સમાવેશ કરવો જોઈએ અને સવારની શરૂઆત જો યોગાથી કરવામાં આવે, તો તેનાથી સારી ટેવ બીજી કોઈ હોઈ શકતી નથી.

અમેરિકન કાઉન્સિલ ઓન કસરતના મુખ્ય કસરત ફિજીયોલિસ્ટ સિડ્રિક એક્સ બ્રાયંટ કહે છે કે આમ તો યોગાનું મહત્વ એટલું વધારે છે કે તમે તેને દિવસના કોઈપણ સમયે કરી શકો છો – પછી તે સવાર હોય, બપોર હોય કે પછી સાંજ હોય પરંતુ સવારના સમયે યોગા કરવાથી વજન જલ્દી ઘટે છે.

Image by StockSnap from Pixabay

સવારે યોગા કરવાથી શું થાય છે?

સંશોધન જણાવે છે કે સવારે યોગા કરવાથી વજનને ઓછું અને નિયંત્રિત કરી શકાય છે સાથેજ તે ઉંઘ માં પણ સુધારો લાવે છે. બ્રાયંટ મુજબ, એક અભ્યાસ પરથી જાણ થાય છે કે જે લોકો સતત સવારે કસરત ( અઠવાડિયામાં લગભગ ચાર કલાક ) કરે છે, તે ઓછી કસરત કરવા વાળાની સરખામણીમાં વધારે તંદુરસ્ત અને સારી ઉંઘ લે છે. જણાવી દઈએ કે, આ અભ્યાસમાં આવા વધારે વજન વાળી સ્ત્રીઓનું સમાવેશ કરવામાં આવ્યો હતો, જેની ઉંમર ૫૦ થી ૭૫ ની વચ્ચે હતી.

Image by Free-Photos from Pixabay

સવારની કસરત થી આવી રીતે વજન ઓછું થાય છે.

બ્રાયંટ જણાવે છે કે સવારની કસરત અને વજન ઓછું કરવા વચ્ચે એક ખાસ જોડાણ છે: “અમે જાણીએ છીએ કે જો તમે સારી ઉંઘ નથી લેતા, તો તે ભૂખને નિયંત્રિત કરનારા અમુક હોર્મોન્સ ને અસર કરે છે, બીજી બાજુ જો તમે સાંજના બદલે સવારે કસરત કરો છો તો તે શરીરના બોડિકલોકને સરખી રીતે ચાલવામાં મદદ કરે છે. તેનાથી તમે સારી ઉંઘ લઈ શકો છો અને સારી ઉંઘ હોર્મોન્સ ના સંતુલનને અસર કરે છે, જે ભૂખને નિયંત્રિત કરવામાં મદદરૂપ હોય છે અને વજન વધવાથી વજન વધતું રોકે છે.”

સવારની કસરત ને એક બિઝનેસ અપોઇમેંટ ની જેમ વિચારો – જેને તમે સરળતાથી છોડી નહિ શકો. તેમાં નિયમોની ખાસ જરૂર હોય છે, પરંતુ જો તમારું વજન વધારે છે, તો તમને હદય હુમલાનો ભય રહી શકે છે, એવામાં ડોક્ટરની સલાહ જરૂર લો અને તમે તમારા વજન ઘટાડવા ને લઈને કઈ નથી કરતા, તો એક પ્રકારની તમારા પગ પર કુહાડી મારવા જેવું છે. આ એટલું નુકશાનકારક હોઈ શકે છે જેટલું કે કોઈ સિગારેટ માં એક પેકેટ નું સેવન કરવું. આ તમારી પ્રાથમિકતા હોવી જોઈએ, કેમકે આ તમારી તંદુરસ્તી માટે ખુબજ જરૂરી છે.”

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment