વજન ઘટાડવાના નિયમો: ઉઠતાની સાથે જ દરરોજ સવારે 2 ગ્લાસ ગરમ પાણી પીવો, એક કલાક પછી નાસ્તો કરો

સવારે આ પાંચ નિયમોનું પાલન કરવાથી શરીર સ્વસ્થ રહે છે. નાસ્તામાં વધુ પ્રોટીન અને ફાઈબર નો સમાવેશ કરો. આ તમને વજન ઘટાડવામાં ઘણી મદદ કરશે.

વજન ને નિયંત્રિત કરવા માટે સવારના નાસ્તા ને દિવસનું સૌથી મહત્વપૂર્ણ આહાર માનવામાં આવે છે. આ કારણ છે કે સવારે પેહલા ભોજન ન કરવાથી ચયાપચય ધીમુ થાય છે. જેના કારણે વજન ઓછું કરવામાં ઘણી તકલીફ પડે છે અને ખૂબ પરસેવો પાડ્યા પછી પણ બહુ ફરક નથી પડતો.

જો તમે વજન ઓછું કરવાનું વિચારી રહ્યા છો, તો તમારે સવારે એક સ્વસ્થ નાસ્તો કરવો જોઈએ. આ સમય દરમિયાન, ઓછી કેલરી અને પોષક તત્વોથી ભરપૂર આહાર લેવો જોઈએ. આ તમને દિવસભર સક્રિય રાખે છે અને વજન ઘટાડવામાં પણ મદદ કરશે. તો ચાલો જાણીએ કે ઝડપી વજન ઘટાડવા માટે સવારે કયા પાંચ નિયમોનુ પાલન કરવું જોઈએ.

દિવસની શરૂઆત બે ગ્લાસ નવશેકા પાણીથી કરો

સવારે નાસ્તો કરતા પહેલા, નયણાં કોઠે બે ગ્લાસ નવશેકું પાણી પીવાની આદત બનાવો. તમે સાદા પાણી અથવા લીંબુનો રસ ઉમેરીને પણ પાણીનો ઉપયોગ કરી શકો છો. આ પાણી શરીરમાંથી ઝેર ને બહાર કાઢે છે અને આરોગ્ય થી લગતી અનેક સમસ્યાઓથી પણ બચાવે છે. તે પાચનતંત્રને પણ શુદ્ધ કરે છે અને ચયાપચયમા પણ સુધારો કરે છે. આ બંને વજન ઘટાડવા માટે જરૂરી છે.

જાગવાના એક કલાક પછી નાસ્તો કરો

વજન ઓછું કરવા માટે સમયસર સવારનો નાસ્તો કરવો ખૂબ જ જરૂરી છે. ગઈ રાતના રાત્રિભોજનથી આપણને જે શક્તિ મળે છે તે સવાર થતા જ જતી રહે છે. આ ચયાપચયને ધીમું કરે છે અને આપણા મૂડને નકારાત્મક અસર કરે છે. આપણા શરીરને સવારે ઘણી શક્તિની જરૂર પડે છે. તેથી, હેલ્થી નાસ્તો સવારે જાગવાના એક કલાકની અંદર કરી લેવો જોઈએ.

ઓછી કેલરી વાળો આહાર લેવું

દિવસના પ્રથમ ભોજન એટલે કે સવારના નાસ્તામા મીઠી અને વધારે કેલરીયુક્ત ખોરાક ખાવાનુ ટાળવું. તમારા આખા દિવસ ની કેલેરી નુ વિભાજન દિવસમા ત્રણ વાર ભોજન અને બે વખત નાસ્તા પ્રમાણે કરો. સવારનો નાસ્તો તમારી દૈનિક કેલરીનો 25-30 ટકા હોવો જોઈએ. આ કરતા વધારે કેલરી ન લેશો.

પ્રોટીન થી ભરપૂર આહાર લો

Image Source Diet PNG Download Image

તમારા ખોરાકમાં પૂરતા પ્રમાણમા પ્રોટીન ઉમેરવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને વારંવાર ભૂખ લાગતી નથી. સવારના નાસ્તામાં વધુ પ્રોટીન નું સેવન કરવાથી તમે બિનઆરોગ્યપ્રદ ખોરાક ખાવાની ટેવથી બચી શકો છો. સવાર નો નાસ્તો, ઇંડા, દહીં, આખા અનાજ અને અખરોટ નું સેવન કરવું જોઈએ.

ભોજન મા ફાઇબર નો કરો સમાવેશ

દ્રાવ્ય ફાઇબર પેટ માં તંદુરસ્ત બેક્ટેરિયાને વધારવામાં મદદ કરે છે, તે ચરબી ઘટાડે છે અને વધારે ભૂખ લાગવાના ઘટાડે છે. તમારી નાસ્તા ની પ્લેટમા ફાઇબર થી ભરપૂર ફળો અને શાકભાજીઓ નો સમાવેશ કરો. દરરોજ નાસ્તામા ઓછામા ઓછા આઠ ગ્રામ ફાઇબર નો સમાવેશ કરવાનો પ્રયાસ કરવો જોઈએ.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *