જાણીને રડવું આવી જશે કે રિશી કપૂરની દીકરી એ આ રીતે કર્યા તેના પિતાના અંતિમ દર્શન

67 વર્ષીય રિશી કપૂરનું ગુરુવાર 30 એપ્રિલના રોજ સવારે આઠ વાગીને 45 મિનિટે મુંબઈની એચ એન રિલાયન્સ ફાઉન્ડેન હોસ્પિટલમાં નિધન થયું ગયું હતું. રિશીએ જ્યારે અંતિમ શ્વાસ લીધા ત્યારે પત્ની નીતુ તથા દીકરો રણબીર હાજર હતાં. આ ઉપરાંત આલિયા ભટ્ટ, કરીના કપૂર, સૈફ અલી ખાન સહિત 25 લોકો સામેલ થયા હતા.

જણાવી દઈએ કે રિશી ની દીકરી રિદ્ધિમા કપૂર સાહનીના પહોંચ્યા બાદ તેમના અંતિમ સંસ્કાર થશે, પરંતુ એ શક્ય ન થઈ શક્યું.રિદ્ધિમા કપૂર સાહની પોતાના પિતા રીશી કપૂરને અંતિમ વખત જોઈ ન શકી. રિદ્ધિમાએ પીતાને વીડિયો કોલ પર અંતિમ વિદાય આપી. સોશિયલ મીડિયા પર રીશી કપૂરના અંતિમ સંસ્કારની કેટલીક તસવીલો વાયરલ થઈ રહી હતી, આ તસવીરમાંથી એક તસવીર આલિયા ભટ્ટની હતી, જેમાં તેના હાથમાં ફોન જોવા મળી રહ્યો હતો. આલિયા આ દરમિયાન ફેસચેટ પર રિદ્ધિમાને તેના પિતાના અંતિમ દર્શન કરાવી રહી હતી. લોકડાઉનને કારણે રીશી કપૂરની દીકરી રિદ્ધિમા દિલ્હીથી મુંબઈ પહોંચી ન શકી, માટે ફોન દ્વારા જ તેણે પિતાને અંતિમ વિદાય આપી.

પહેલા રિદ્ધિમાને દિલ્હીથી મુંબઈ પહોંચવા માટે રોડ માર્ગે જવાની મંજૂરી મળી હતી. પરંતુ રોડ માર્ગે જવા પર તેને 12થી 14 કલાકનો સમય લાગે એમ હતો. રિદ્ધિમા કપૂર સાહનીએ પિતાના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે મુંબઈ એરપોર્ટ ઓથોરિટી પાસે વિશેષ મંજૂરીની માગ કરી હતી, જે પ્રોસેસમાં હતી. એવામાં કેન્સર પીડિત રીશી કપૂરના પાર્થિવ શરીરને એટલા સમય સુધી રાખી શકાય એમ ન હતું.

રિદ્ધિમા કપૂરે પ્રાઈવેટ જેટ દ્વારા મુંબઈ જવાની મંજૂરી માગી હતી અને તેનું પ્રાઈવેટ જેટમાં મુંબઈ જવાનું નક્કી હતું, પરંતુ અંતિમ સમયે ડીજીસીએ મંજૂરી ન આપી અને રિદ્ધિમાને મળેલી મંજૂરી કેન્સલ કરવામાં આવી, જેના કારણે તે તેના પિતાના અંતિમ દર્શન કરવા મુંબઈ પહુંચી ન શકી.

રિદ્ધિમાના પરિવારને  જ્યારે આ વાતની જાણકારી મળી તો તેમણે ઝડપથી રીશી કપૂરના અંતિમ સંસ્કાર કરવાનો નિર્ણય કર્યો અને તેના પાર્થિવ શરીરને હોસ્પિટલથી સીધા જ શ્મશાન ઘાટ લઈ જવામાં આવ્યું, જ્યાં રણબીર કપૂર અને નીતૂ કપૂર સહિત અન્ય નજીકના લોકોની હાજરીમાં રીશી કપૂરના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment