‘રેસા ની રાની’ કહેવાતા એવા સિલ્ક ના કપડાં કેવી રીતે ધોવા એ વિશે જાણીશું



Image Source

રેશમી વસ્ત્રો એ એક અલગ વસ્તુ છે. દરેક સ્ત્રીને રેશમની સાડીઓનો ક્રેઝ હોય છે, પરંતુ એક સત્ય એ પણ છે કે તે ખૂબ ખર્ચાળ અને ડેલીકેટ હોય છે અને તેથી તેમને એક અલગ કાળજીની જરૂર છે. જ્યારે રેશમના ફેબ્રિકનાં કપડાં ધોવાની વાત આવે છે, ત્યારે હંમેશાં ડ્રાય ક્લીન કરવાનો વિચાર કરવામાં આવે છે. પરંતુ તે જરૂરી નથી કે તમે દર વખતે ડ્રાય ક્લીન માંટે પૈસા ખર્ચ કરો. તેને  થોડી કાળજીથી ઘરે પણ ધોઈ શકાય છે. તો ચાલો જાણીએ રેશમી કપડાં ધોવાની સાચી રીત-

આ રીતે સ્ટેપ બાય સ્ટેપ રેશમ ના કપડાં ધોઈ શકાય છે

રેશમી વસ્ત્રો ધોવા માટે, મોટી ડોલ અથવા ટબમાં ઠંડુ પાણી ભરો અને રેશમી કપડા ને સંપૂર્ણપણે તેમાં બોળી દો. રેશમી કપડાં ધોતી વખતે તમારે તમારા ડિટરજન્ટ પર પણ ધ્યાન આપવું જોઈએ. આ માટે, ઉચ્ચ ગુણવત્તાવાળા લિક્વિડ ડીટરજન્ટ લો અને પછી તેને થોડી માત્રામાં પાણીમાં મિક્સ કરી દો અને તેને બે-ત્રણ મિનિટ માટે મૂકી રાખો. હવે, રેશમના કપડા માંથી ગંદકી દૂર કરવા માટે, તેને પાણીમાં ચાર-પાંચ વખત ઉપર અને નીચે કરીને છબકોડો. હવે ડોલમાંથી કપડા કાઢી ને તેને ઠંડા માં પાણી માં ત્યાં સુધી ધોવો જ્યાં સુધી તેમાંથી બધો જ પાવડર નીકળી ન જાય.

હવે એક ટુવાલ લો અને તમારા રેશમી કપડા ને તેના પર નાખો અને વધારા નું  પાણી નિચવી  લો. ક્યારેય પણ રેશમી કપડાં ને વધુ પડતાં નિચવાવનો પ્રયાસ કરશો નહીં, આમ કરવાથી તમારા રેશમી કપડાંને નુકસાન થઈ શકે છે.

હવે તમારા રેશમી કપડાં સુકાવા માંટે રેક પર લટકાવી દો. જો કે, ધ્યાનમાં રાખો કે તમારે તેને સીધા સૂર્યપ્રકાશ હેઠળ ક્યારેય સૂકવવા જોઈએ નહીં.

આ સ્ટેપ્સ ને અપનાવીને, તમે તમારી રેશમી સાડીઓને બ્લાઉઝ, સુટ્સ, પાયજામા, પલંગની ચાદર અને ઓશિકા વગેરે ને સુરક્ષિત રીતે ધોઈ શકો છો.

તેની કાળજી લો

જ્યારે તમે રેશમના ફેબ્રિકને ધોશો ત્યારે તમારે તેના માટે કેટલીક નાની વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ. ઉદાહરણ તરીકે, કપડાં ધોતા પહેલા, તેની ધોવાની સંભાળની સૂચનાઓ વાંચો. આ સિવાય તમારે રેશમી કપડા ધોતા પહેલા કલર ટેસ્ટિંગ કરવું જ જોઇએ. તમારે તપાસવું જ જોઇએ કે રંગ રેશમના ફેબ્રિકમાંથી બહાર આવી રહ્યો છે કે નહીં. વળી, રેશમી કપડા ધોતી વખતે હંમેશાં ઠંડા પાણીનો ઉપયોગ કરો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment