કસરત કરતી વખતે આપણે ઘણી નાની નાની ભૂલો કરીએ છીએ, જેને તમારે નજરઅંદાજ કરવી જોઈએ નહીં

Image Source

વ્યસ્ત જીવનમાં સ્વસ્થ રેહવું જરૂરી છે. તેના માટે માત્ર ખોરાક જ પૂરતો નથી. હળવી કસરત અને સ્ટ્રેચિંગ પણ જરૂરી છે.

આ દરમિયાન ઘણી નાની નાની બાબતો આપણા ફિટનેસ પર અસર કરે છે. કેવી રીતે તે અહી જાણો.

મનથી વ્યાયામ કરો

યોગ, કસરત અને સવારની દોડ, જે પણ વ્યાયામ કરો તે સંપૂર્ણ મનથી કરો. એવું ઘણા લોકો સાથે થાય છે કે જે લોકોને વ્યાયામ પસંદ નથી, તે ફીટ રેહવા માટે ઈચ્છા વગર કરે છે. જો તે જ વ્યાયામ મનથી કરશે, તો ફાયદો પણ થશે. તેના માટે વ્યાયામને રસપ્રદ બનાવી શકો છો. વ્યાયામ કરતી વખતે સંગીત વગાડો. જો ડાન્સમાં રુચિ હોય, તો ઍરોબિક્સ અથવા ડાન્સ કરો, તે પણ વ્યાયામ જ છે.

હંમેશા એક્ટિવ રહો

દિવસ દરમિયાન એક્ટિવ રેહવાનો પ્રયત્ન કરો. જેટલા એક્ટિવ રેહશો તેટલી જ શરીરમાં ઊર્જા જળવાય રેહશે. જો બેઠા અથવા સુતા રેહશો, તો વજન વધશે, સુસ્તી અનુભવાશે અને વ્યાયામ કરવો પણ નકામો જશે.

ખોરાક પણ જરૂરી

વ્યાયામ કરવાની સાથે સાથે ખોરાકમાં ફેરફાર કરો. પૌષ્ટિક ભોજન લો. જંક ફૂડથી દૂર રહેવાનો પ્રયત્ન કરો. પાણી જરૂર પીવું કેમકે તે શરીર માટે ખૂબ જરૂરી છે.

કપડાની પસંદ

કસરત માટે આરામદાયક કપડા પસંદ કરો. સલવાર અને લેગિંઝને બદલે લોઅર અને ઢીલા ટી શર્ટ પેહરો. ખોટા કપડાની પસંદથી વ્યાયામ પર અસર પડે છે. તે શરીરની મુદ્રાને અસર કરશે અને તમને મુંઝવણનો અનુભવ થઈ શકે છે. સાથે જ કસરત માટેના યોગ્ય પગરખા પહેરવા પણ જરૂરી છે. તેમજ જો યોગ કરી રહ્યા છો, તો યોગ્ય મેટ પણ જરૂરી છે.

યોગ્ય મુદ્રા

કેટલીક કસરતમાં શરીરની મુદ્રા ખૂબ મહત્વની છે. ખાસકરીને પ્લેંક જેવી કસરત પર. નક્કી કરો કે શારીરિક મુદ્રા યોગ્ય હોય જેથી ફાયદાને બદલે નુકશાન સહન કરવું ન પડે. આવી સ્થિતિમાં તમે પરિવારના સભ્યોની મદદ લઈ શકો છો.

સમય નક્કી કરો

વ્યાયામ માટે એકજ સમય પસંદ કરો. એવું નહિ કે એક દિવસ સવારે વ્યાયામ કરો અને બીજા દિવસે સાંજે. જોકે, સવારે ખાલી પેટે વ્યાયામ કરવો જ યોગ્ય માનવામાં આવે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment