અમારા બંનેની જ્ઞાતિ અલગ છે. અમારે લગ્ન કરવા છે. હવે શું કરીએ? અમારા પ્રેમનું હવે શું?

અન્ય શહેરમાં જઈને વિધિપૂર્વક લગ્ન કરીને રહી શકો. પરિવારજનો તરફથી હુમલા સહિતનાં ભય હોય તો પોલીસને જાણ કરી રક્ષણ પણ મેળવી શકો.


પ્રશ્ન :

હું કોલેજ પૂરી કરીને હમણાં જ નોકરી પર લાગ્યો છું. હું સ્ટડી કરતો ત્યારે મારા ફ્રેન્ડની કઝિનનાં સંપર્કમાં આવ્યો અને અમારા વચ્ચે ફ્રેન્ડશીપ થઇ ગઈ. પછી અમે એકબીજાને પ્રેમ કરવા લાગ્યા. હાલ તેને પણ નોકરી જોઈન કરી છે. અમે લગભગ રસ્તામાં આવતા જતા મળતા હોઈએ છીએ. તમે જાણો જ છો કે, આ સમાજનાં લોકો છોકરા-છોકરીને સાથે જોતા કેવી કેવી વાત ઉડાવે છે..!!

અમે એકબીજાને ખરેખર પ્રેમ કરીએ છીએ. એ પણ શુદ્ધ અને સાચો. અમે હજુ સુધી કોઈ મૂવી સાથે જોવા ગયા નથી અથવા હોટેલમાં પણ નહીં. અમારા બંને વચ્ચે કોઈ જ શારીરિક સંબંધ નથી. અમે ભાગ્યે જ એકબીજાને ટચ કર્યા હશે. અમે બંને હવે મેરેજ કરવા માંગીએ છીએ. અમારી જ્ઞાતિ અલગ છે જેને કારણે તકલીફ ઉભી થાય છે. ઘરનાં સભ્યો ‘ના’ કહે છે. મને સમજાતું નથી કે, હવે શું કરવું? મારી લવર રાત દિવસ રડ્યા જ કરે છે. કોઈ યોગ્ય રસ્તો કહો જેનાથી અમે બંને એક થઇ શકીએ?

જવાબ :

તમારો પ્રશ્ન અમે ધ્યાનથી વાંચ્યો. તમે પ્રેમને ખૂબ જ નાજુક રીતે વર્ણનમાં લખ્યો છે. કોઈ છોકરી સાથે મન મળી ગયું હોય તો પછી પ્રેમ થવો એ તો સ્વાભાવિક છે. તમે બંને નોકરી કરો છો અને હાલ શુદ્ધ સોના માફક પ્રેમથી બંધાયેલ છો. તમને બંનેને ધન્યવાદ દેવા જોઈએ કે, તમે પ્રેમને સાચા મનના મોતી જેમ ગણીને મહત્વ આપ્યું.

અમુક લોકો વધુ બ્રેકઅપ થવા એ પણ પોતાની સ્ટાઈલ સમજે છે. પણ એમાં પ્રેમ ક્યાં હતો જ..!! મોટાભાગના લોકો પ્રેમને જાણતા જ નથી. માત્ર રમતની જેમ જીવનને વેડફી નાખે છે. ખૂદનાં જીવનની બર્બાદી સર્જે જ છે સાથે અન્યને પણ નુકસાન પહોચાડે છે.

તમારામાં બંનેમાં વફાદારીની બાબત ખૂબ સારી છે. તમે સાચા છો એટલે થોડો પ્રેમનો માર્ગ અઘરો પડશે. જ્ઞાતિવાળો મુદ્દો તો વચ્ચે રહેવાનો જ છે. તમારે સૌપ્રથમ લવરનાં પરિવારજનો શું વિચારે છે? શું માને છે? એ તપાસ કરીને જાણવું જોઈએ. જો એ લોકો રાજી છે તો કોઈ પ્રશ્ન નથી. પરંતુ જો એ પણ વિરુદ્ધાર્થી વલણ રાખે છે તો એક જ રસ્તો છે. બંને કોર્ટમાં જઈને સિવિલ મેરેજ કરી લો.

ઘર ન સ્વીકારે તો પોતાનો ઘર પરિવાર ખૂદ વસાવો. અન્ય શહેરોમાં જઈ વિધિપૂર્વક લગ્ન કરીને પછી પરિવારજનોને જાણ કરી શકો છો. ઘરેથી નીકળીને મનપસંદ પાત્ર સાથે લગ્ન કરવા સમાજની દ્રષ્ટિએ ખરાબ માનવામાં આવે છે. પરંતુ જયારે ખુદની જિંદગીનો સવાલ હોય ત્યારે બધું યોગ્ય જ છે.

અમુક લોકોને આ પ્રકારની સલાહ અયોગ્ય લાગશે. બદલાતા સમય સાથેની આ એક રીત બની ગઈ છે. જેને ઇચ્છિત કે અનઇચ્છિત રીતે બધાને અપનાવવી જ પડશે. પરિવારના લોકોએ જ લગ્નની મંજુરી આપી દેવી જોઈએ. જેથી બીજા પ્રશ્નો ઉદ્દભવે જ નહીં.

તમારા કેસમાં તમે બંને સારા છો. પરિવારને મદદરૂપ છો. તો સામે ઘરનાં સભ્યોને તમારા વિશે વિચાર કરવો જોઈએ. હવે, સાહસ કર્યા વિના બીજો રસ્તો નથી. પ્રેમને મારવાથી બંને વ્યક્તિ જિંદગીભર નાખુશ થઇ જશો. જેથી એવી કરવું પણ સારૂં નથી.

તમે શારીરિક નહીં બલકે દિલથી દિલનો પ્રેમ કર્યો છે. તો લગ્ન તેનું પરિણામ જરૂર બનશે. કાયદાકીય રીતે પોલીસ રક્ષણની અંદર તમે કોર્ટથી મેરેજ કરી શકો છો. લાંબા સમય સુધી યોગ્ય પરિસ્થિતિની રાહ જોવી એ નઠારી નીવડી શકે એમ છે. અગાઉથી સિવિલ મેરેજ કાર્ય હશે તો અન્યની બધી કોશિષ નકામી બનશે. બંનેને બેસ્ટ ઓફ લક…

ફોરવર્ડ જમાનાનો ફોરવર્ડ વિચાર. ગમતા સાથે પરણવું કે આંતરજ્ઞાતિય લગ્ન એ કોઈ ભયંકર ગુનો નથી. વડીલોએ આ બાબતે થોડી છૂટછાટ આપવી જોઈએ.

આ આર્ટીકલને સંદેશ ન્યુઝ પેપરની પૂર્તિમાંથી લેવામાં આવ્યો છે. યૌવનની સમસ્યા  – સોક્રેટીસની કોલમમાં આ પબ્લીશ થયેલ છે. તમારા મંતવ્યોએ અમારા સુધી જરૂરથી પહોંચાડો. આ આર્ટીકલને વધુ અને વધુ શેર કરજો જેથી બધાને યોગ્ય રસ્તો મળે.

#Rewrite : Ravi Gohel

Leave a Comment