પેટ ની ચરબી ઓછી કરવી છે તો સવારે ઉઠતા જ આ ૩ માંથી ૧ કામ જરૂર કરો.

એમ પણ મોટાપણું ઓછું કરવું થોડું મુશ્કેલ કામ છે, પરંતુ જ્યારે વાત પેટ ની ચરબી ઓછી કરવા ની હોય, ત્યારે આ દરેક ની માટે સપનું જ લાગે છે. પેટ ની ચરબી એક જિદ્દી ચરબી હોય છે જે મુશ્કેલી થી ઉતરે છે. પેટ ની ચરબી એટલે બેલી ફેટ ના લીધેથી ૨ પ્રકારની ડાયાબિટીસ, હદય ની સમસ્યા જેવી બિમારીઓ થઈ શકે છે. આ મુશ્કેલ કામ ને તમે પણ સરળ કરી શકો છો, જો તમે સવારે ઉઠતા જ આ ત્રણ માંથી એક કામ કરી લેશો…..

૧. સફરજન સીડર વિનેગાર પીઓ.

Image by wicherek from Pixabay

સફરજન સીડર વિનેગાર ને તમારા આહાર મા ઉમેરો કરવા ના ઘણા બધા ફાયદા છે. તેમજ સંશોધન સાબિત કરી ચૂક્યું છે કે સફરજન સીડર વિનેગાર મા હાજર રહેલા એસિટિક એસિડ પેટ ની ચરબી ને ઓછી કરવામા મદદ કરે છે.

ત્રણ મહિના સુધી થયેલા એક સંશોધન મા વધારે વજન વાળા કેટલાક પુરુષો ને દરરોજ એક મોટી ચમચી સફરજન સીડર વિનેગાર રોજ સવારે પીવા માટે આપવામાં આવ્યું અને ત્રણ મહિના મા તેમની કમર ૧.૪ સેન્ટીમીટર સુધી પાતળી થઈ ગઈ.

ખરેખર આ સરકો માં હાજર એસિટિક એસિડ લોહી માં શર્કરા ના સ્તરને તરત જ વધતા અટકાવે છે. જેમાં ચરબી કે ફેટ ભેગુ થવાના દર ને ઘટાડે છે. તેની સાથે જ તે ચરબી ને પિગાળવા નું શરૂ કરીને પિત્ત નું નિર્માણ વધારે છે. તે ભુખ ને ઓછી કરે છે અને પેટ ને સ્વસ્થ રાખે છે. તેનાથી પણ પાતળા થવાની મદદ મળે છે. આ સિરકા ને પાણી ની સાથે ઉમેરી લેવું જોઈએ. સીધા કેન્દ્રિત સરકો પીવાથી દાંતનું ઇનેમલ બગડે છે.

કેવી રીતે સેવન કરવું.
એક ગ્લાસ પાણી મા એક મોટી ચમચી સફરજન સીડર વિનેગાર નાખો. ખાલી પેટે પીઓ. તેમ તો બજાર મા ઘણી કંપની ના સફરજન સીડર વિનેગાર મળી રહ્યા છે, પરંતુ વાઉ કંપની નુ વિનેગર લોકોએ વધારે પસંદ કર્યું છે.

૨. ફળનું મિલ્કશેક લો.

Image by RitaE from Pixabay

ફળોના મિલ્કશેક મા ઘણું બધું પોષક તત્વ હોય છે. તેનાથી તમને આયરન, કેલિશ્યમ, પ્રોટીન, એન્ટી ઓક્સિડન્ટસ તો મળશે જ,સાથે તમારું પેટ પણ ભર્યું રહેશે. સવારે ઉઠતા જ આ મિલ્કશેક ને લેવાથી તમને મોડે સુધી ભૂખ નહિ લાગે, જેની અસર પેટ ની ચરબી પર પડશે.

તેને બનાવવા માટે તમે સફરજન અથવા પેરૂ લો. તેમાં અમુક બેરી આપણી પસંદ ની નાખી ઉમેરો. નહિ હોય તો પણ ચાલશે. તેમાં ચિયા ના બીજ અથવા કોળા ના બીજ એક નાની ચમચી નાખો. તેમાં ૨૫૦ મિલી અેટલે એક ગ્લાસ મલાઈ કાઢેલું દૂધ નાખો. તેમાં જો તમે ઈચ્છો તો એક મોટી ચમચી પીનટ માખણ નાખી શકો છો. તમારી ઇચ્છા મુજબ પણ ઓટ નાખી દો.

આ બધાને બ્લેન્ડર થી મિક્સ કરી દો અને ઠંડુ ઠંડુ પીઓ. યાદ રાખો, પીનટ માખણ નાખવાથી તેમાં પ્રોટીન ની માત્રા વધી જાય છે.

કેવી રીતે લેવું.
દરરોજ સવારે એક ગ્લાસ મિલ્કશેક બનાવો અને ભૂખ્યા પેટે પીઓ.

૩. દોરડા કૂદવા.

Image by mohamed Hassan from Pixabay

જો તમારી પાસે સવારે થોડો વધારે સમય હોય તો તમે ઉઠતા જ કાર્ડિયો વ્યાયામ કરો. કાર્ડિયો વ્યાયામ ખુબજ સરળ હોય છે. જો તમારી પાસે સમય હોય તો ૩૦ મિનીટ ઝડપ થી ચાલો. નહિ તો તમે દોરડા કુદો.

દોરડા કૂદવા થી શરીર માં પેટ ની આસપાસ જામેલી જાડી ચરબી પણ ઓછી થવા લાગે છે. આ એક શાનદાર કાર્ડિયો વ્યાયામ છે, જે હદય ના ધબકારા ઝડપી કરીને મેટાબોલિઝ્મ ને વધારે છે. જેનો સીધો અસર ચરબી ઓગળવા પર પડે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે કિમ કાર્દશિયા જેવી મોટી હસતી પણ પોતાની જાત ને શેપ મા રાખવા માટે દરરોજ દોરડા જ કુદે છે.

કેમ કરવું ?

શરૂઆત ૫૦ દોરડા કૂદવા થી કરો. ધીમે ધીમે પોતાની ક્ષમતા મુજબ આંકડો વધારતા જાઓ.

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment