શું તમે પણ દુલ્હનના મહેંદી ફંકશનમા સૌથી ખાસ દેખાવા ઈચ્છો છો??તો ટ્રાય કરો આ આઉટફીટ

Image Source

જો તમે તમારી સખીની મહેંદી ફંકશનમાં ખાસ દેખાવા ઇચ્છો છો તો તમે અહી જણાવેલ આઉટફીટ આઈડિયાથી પ્રેરણા લઈ શકો છો.

લગ્નની સિઝન એટલે તમારી જાતને તૈયાર કરવાનો સમય. આમતો લગ્નમાં બધાની નજર દુલ્હન પર જ હોય છે અને તેના આઉટફીટ પણ અલગ રીતે ડિઝાઇન કરેલા હોય છે પરંતુ જ્યારે તમે દુલ્હનની સૌથી બેસ્ટ ફ્રેન્ડ છો તો તમારા આઉટફીટ પણ કઈક અલગ જ હોવા જોઈએ. હંમેશા દુલ્હનની બેસ્ટ ફ્રેન્ડ વંશીય આઉટફીટ જ પસંદ કરે છે અને જ્યારે તે પ્રસંગ પ્રમાણે હોય તો વાત જ અલગ થાય છે.

જ્યારે વાત મહેંદી ફંકશનની હોય, ત્યારે દુલ્હનની મહેંદીમાં તમારે થોડું અલગ દેખાવું મહત્વપૂર્ણ છે. તો શા માટે આ વખતે મેહંદી ફંકશનમાં કઈક નવું ટ્રાય કરવામાં ન આવે. આમતો સામાન્ય રીતે મહેંદીમાં દુલ્હન લીલા કલરના આઉટફીટ પહેરવાનું પસંદ કરે છે, પરંતુ લીલા કલરની સાથે કઈક અલગ ટ્રાઇ કરી શકો છો, જે તમને ખૂબસૂરત લુક આપી શકે. તો અમારા કેટલાક મેહંદી આઇડિયાઝની સાથે તૈયાર થઈ જાઓ મહેંદીમાં દુલ્હન સાથે ખૂબસૂરત દેખાવા માટે.

Image Source

ગ્રીન અનારકલી સુટ

બોલીવુડ સેલિબ્રિટી હંમેશા લોકોની વચ્ચે સ્ટાઇલ આઇકોન રહે છે. પછી ભલે તમારા જ લગ્ન હોય અથવા તો તમારી ખાસ બેસ્ટ ફ્રેન્ડના, તમે મેહંદીના આઉટફીટ માટે બોલીવુડ અભિનેત્રી કરીના કપૂરના ગ્રીન અનારકલી સુટમાથી પ્રેરણા લઈ શકો છો. આ આકર્ષક સૂટની સાથે તમે તમારા વ્યક્તિત્વમાં ગ્લેમ ઉમેરો. સ્લિવ્સ પર કરવામાં આવેલ ભારે અને અનોખા એમબ્રોઇડરી વર્કના સંદર્ભે તે અન્ય અનારકલી ડ્રેસથી અલગ છે જે કોલર પર અલગ અલગ છે. જરદોશી અને સ્ટોનવર્કની સાથે સિલ્ક અેમ્બ્રોઇડારી કરેલી નેકલાઈન જોવામાં આકર્ષક છે. ગુલાબી અેમ્બ્રોઈડરી વર્કની સાથે સુશોભિત બોર્ડર વાળી હેમલાઈન તમારા વ્યક્તિત્વને નિખારી શકે છે. ભરપુર શણગારેલી બોર્ડર સાથે મેચિંગ નેટ દુપટ્ટા ભારે બોર્ડરની સાથે એક આકર્ષક લૂક આપી રહ્યો છે. આ ગ્રીન અનારકલી સુટ તમારી સહેલીના મહેંદી ફંકશનમાં ખાસ લુક આપી શકે છે.

Image Source

લાઈમ ગ્રીન લહેંગા

આ લાઈમ ગ્રીન અને બ્લુ લખનવી લહેંગા નિશ્ચિતરૂપે તમને ટ્રેડિશનલ લુક આપી શકે છે. આ આઉટફીટ તમને તમારા સહેલીના મહેંદીના ફંકશનમાં ખાસ બનાવી શકે છે. લખનવી સ્ટાઈલ હંમેશા જ એક ટ્રેન્ડસેન્ટર રહ્યો છે અને આ લહેંગાની સુંદર અેમ્બ્રોઈડરી તમને વધારે સ્ટાઇલિશ બનાવે છે. આ અેમ્બ્રોઈડરી સાથે નિશ્ચિતરૂપે તમારે તેને અજમાવવો જોઈએ. હકીકતમાં લાઈમ ગ્રીન કલર સહેલીના મહેંદીના ફંકશન માટે તમને ખાસ બનાવે છે.

Image Source

પિસ્તા ગ્રીન લેંહગો

કિયારા અડવાણી હંમેશા તેની એક્ટિંગ સાથે તેની સ્ટાઈલ માટે પણ ચર્ચામાં રહી છે. જ્યારે તમે સહેલીની મેંહદી માટે આઉટફિટ પસંદ કરી રહ્યા છો તો તમે કિયારાના આ પીસ્તા ગ્રીન લેહંગામાથી પ્રેરણા લઈ શકો છો. આ સુંદર લેંહગાનું સ્કર્ટ ભલે જોવામાં સાધારણ લાગે છે પરંતુ તેનું ઝગમગતું બ્લાઉઝ ખૂબ સુંદર લુક આપી રહ્યો છે. લેંહગાની આ ડીઝાઇનમાં બ્લાઉઝમાં કરવામાં આવેલ ફ્રીલ વર્ક તેને અલગ લૂક આપી રહ્યો છે અને તેની સાથે તેના દુપટ્ટાની જરૂર પણ નથી.

Image Source

વાદળી અને સફેદ લેંહગાની સ્ટાઇલ

જો તમે દુલ્હનની તે સહેલીઓ માંથી એક છો જે મહેંદીમાં કુલ લુક ઈચ્છે છે અને મહેંદીમાં ડાન્સ અને મસ્તી કરવા ઈચ્છે છે તો ખુશી કપૂરનું આ વાદળી અને સફેદ આઉટફીટ તમારા માટે પરફેક્ટ છે. આ સુંદર હવાવાળા લેંહગાની સાથે તમે આરામથી આ દિવસનો આનંદ ઉઠાવી શકો છો અને જોરદાર ડાન્સ પણ કરી શકો છો. આ સુંદર લેંહગાને ડિઝાઇનર અનિતા ડોંગરે ડિઝાઇન કર્યો છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment