જો તમે પણ દેખાવા ઈચ્છો છો યુવાન, તો નિયમિત કરો આ આઠ વસ્તુઓનુ સેવન અને જુઓ ફરક…

image source

શરીરને સ્વસ્થ રાખવામાં વિટામિન્સ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વિટામિનનો અભાવ શરીરમાં ઘણી સમસ્યાઓનું કારણ બને છે. ખાસ કરીને વધતી જતી વય માટે અમુક વિટામિન વધુ જરૂરી , જો તે વિટામીન આવશ્યક પ્રમાણમા ના મળે તો આપણે શરીર સાથે સંકળાયેલી અનેકવિધ સમસ્યાઓથી પીડાઈ શકો છો, તો ચાલો તેમના વિશે જાણીએ.

image source

કેલ્શિયમ:

વધતી ઉંમર સાથે કેલ્શિયમ ખૂબ મહત્વનું હોય છે. કેલ્શિયમ ના અભાવને કારણે હાડકાં નબળા પડે છે, જે ઓસ્ટીયોપોરોસિસ તરફ દોરી શકે છે. મેનોપોઝ પછી આ સમસ્યા સામાન્ય થઈ જાય છે. કેલ્શિયમ સ્નાયુઓ, ચેતા, કોષો અને રક્ત વાહિનીઓને યોગ્ય રીતે કાર્ય કરવામાં મદદ કરે છે. પુખ્ત વયની તુલનામાં ૫૦ થી વધુ મહિલાઓ અને ૭૦ વર્ષથી વધુ પુરૂષોએ લગભગ ૨૦ ટકા કરતા વધુ કેલ્શિયમ લેવુ જોઈએ. આહારમાં દૂધ, દહીં અને પનીરનો સમાવેશ કરો.

image source

વિટામિન બી -૧૨ :

વિટામિન બી-૧૨ એ લોહી અને ચેતા કોષોને બનાવવામાં મદદ કરે છે. તે વિટામિન માંસ, માછલી, ઇંડા અને ડેરી જેવા ખોરાકમાં જોવા મળે છે. ૭૦ ટકાથી વધુ લોકોને એટ્રોફિક ગેસ્ટ્રાઇટિસ થાય છે, જેના કારણે શરીર ને ભોજન દ્વારા વિટામિન બી-૧૨ યોગ્ય રીતે મળતું નથી.

Image by silviarita from Pixabay

વિટામિન ડી:

વિટામિન-ડી સ્નાયુઓ , ચેતા અને રોગપ્રતિકારક શક્તિને યોગ્ય રીતે કાર્ય કરવામાં મદદ કરે છે. વિટામિન-ડી નો શ્રેષ્ઠ સ્રોત સૂર્યપ્રકાશ છે, પરંતુ, અમુક સમય પછી સૂર્યનાં કિરણો શરીરમાં વિટામિન-ડી બનાવતા નથી. સેલ્મોન, મેકરેલ અને સારડીન જેવી ચરબીયુક્ત માછલી વિટામિન ડીના સારા સ્રોત છે.

image source

વિટામિન બી -૬:

આ વિટામિન્સ શરીરને જંતુઓ સામે લડવામાં અને ઉર્જા મેળવવામા મદદ કરે છે. વૃદ્ધત્વ સાથે શરીર માટે વિટામિન બી-૬ ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. કેટલાક અભ્યાસોમાં, એવું જાણવા મળ્યું છે કે વિટામિન બી-૬ એ વૃદ્ધ લોકોમાં યાદશક્તિ ને પણ યોગ્ય રાખે છે. આ વિટામિન ના શ્રેષ્ઠ સ્રોત ચણા છે. આ સિવાય ચરબીયુક્ત માછલી આ વિટામિનના સારા સ્રોત છે.

image source

મેગ્નેશિયમ:

મેગ્નેશિયમ શરીરમાં પ્રોટીન અને હાડકાને મજબૂત બનાવવામાં મદદ કરે છે. આ સિવાય તે બ્લડ સુગરને પણ સ્થિર રાખે છે. તમે તેને બદામ, બીજ અને પાંદડાવાળા શાકભાજીમાંથી મેળવી શકો છો. વૃદ્ધાવસ્થા સાથે, લોકો આહાર પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે વધુ દવાઓ લેવાનું શરૂ કરે છે, જેના કારણે શરીરમાં મેગ્નેશિયમની કમી ઉભી થાય છે.

image source

પ્રોબાયોટીક્સ:

આંતરડા માટે પ્રોબાયોટીક્સ શ્રેષ્ઠ માનવામાં આવે છે.  તે શરીરને ઝાડા અને એલર્જીથી બચાવે છે. જો તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી છે તો તે લેતા પહેલા ચોક્કસપણે તમારા ડોક્ટરનો સંપર્ક કરો.

image source

ઓમેગા-૩:

આ ફેટી એસિડ્સ શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે તમારું શરીર તેને કુદરતી રીતે બનાવી શકતું નથી. ઓમેગા -3 એ આંખો, મગજ અને શુક્રાણુ કોષો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે અલ્ઝાઇમર અને સંધિવા જેવા ઉમર સાથે થતા રોગોથી બચાવવામાં પણ મદદ કરે છે. આ માટે તમારા આહારમાં માછલી, અખરોટ, કેનોલા તેલ અથવા શણના બીજ જેવા ખોરાકનો સમાવેશ કરો, જેમાં ઓમેગા-૩ ભરપૂર પ્રમાણમાં છે.

image source

સેલેનિયમ:

સેલેનિયમ કોષોને ચેપથી સુરક્ષિત કરે છે. આને કારણે, થાઇરોઇડ યોગ્ય રીતે કાર્યરત રહે છે. આ ઉપરાંત તે તમારા સ્નાયુઓને મજબૂત પણ બનાવે છે. આ ઉપરાંત તે  થાઇરોઇડ અને કેન્સર જેવા વય સંબંધિત રોગોથી પણ રક્ષણ આપે છે. આ માટે તમે તમારા આહારમાં ચિકન, માછલી, ઇંડા, ચીઝ, મશરૂમ્સ, બ્રાઉન રાઇસ, કાજુ અને કેળાનો સમાવેશ કરો.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment