તમે ફોનને વારંવાર જોવાની આદત સુધારવા ઈચ્છો છો??તો જાણો નિષ્ણાંત પાસેથી તેની ટિપ્સ વિશે

Image Source

જો તમને વારંવાર ફોન જોવાની આદત છે તો તેને તમારે સુધારવી જોઈએ. તે તમે કેવી રીતે કરી શકો છો, તેના વિશે નિષ્ણાત પાસેથી જાણો.

તમે એક દિવસમાં કેટલો ફોનનો ઉપયોગ કરો છો? તમારે ફોનને ફક્ત કામ માટે કેટલીવાર જોવો પડશે? વર્ષ 2020 માં CMR દ્વારા એક અભ્યાસ કર્યો હતો, જેમા જણાવવામાં આવ્યું હતું કે ભારતીય દ્વારા સ્માર્ટફોનનો ઉપયોગ 25 ટકા વધીને દિવસમાં 7 કલાક થયો છે. ઠીક છે, આ ક્રમ પણ વધ્યો છે, કેમકે કોવિડ અને રોગચાળા પછી મોટાભાગના લોકોએ ઘરે જ તેના ગેજેટ્સ અને ફોન દ્વારા વધારે કામ કર્યું છે. પરંતુ તે છતાં બીજા કામ સિવાય આપણે કેટલા ફોનથી ટેવાઈ ચૂક્યા છીએ.

આજે જ્યારે બધા કામ આપણા સ્માર્ટફોન સરળતાથી કરી લે છે, તો તેની સાથે આપણો વધારે સમય વિતાવવો હિતાવહ છે. આપણામાંથી ઘણા બધા લોકો માટે પોતાના ફોનથી છુટકારો મેળવવો અશક્ય છે, કેમકે આપણા બધા સાથે કામ તેની સાથે જોડાયેલ છે. તો પછી તેનો શું જવાબ છે? કેવી રીતે તમે વારંવાર તમારા ફોનને તપાસ કરવાની આદતને સુધારશો?

તેના પર અમે જાણીતા ક્લિનિકલ સાયકોલોજીસ્ટ ડૉ. ભાવના બર્મી સાથે વાત કરી, તો તેમણે જણાવ્યું, ‘ આપણા સ્માર્ટફોનની સાથે આપણો સંબંધ થોડો જટિલ છે. ઘણા સંશોધનો સૂચવે છે કે વધારે પડતી સ્કિન સમય તણાવ, ખરાબ ઉંઘ અને તમારું ધ્યાન નબળું કરી શકે છે. પરંતુ આપણે તેનો ઉપયોગ આપણા મિત્રો સાથે જોડાયેલા રહેવા માટે, મનોરંજન કરવા માટે કરીએ છીએ, તે મોજ મસ્તીનો પણ સ્ત્રોત છે.’

ડૉ. બર્મી આગળ કહે છે, સ્માર્ટફોન આપણા માટે જેટલો જરૂરી છે, તેના કરતાં વધારે મહત્વનું આપણું સ્વાસ્થ્ય છે. તમે તેને સંપૂર્ણ રીતે ટાળી શકતા નથી, પરંતુ તમારે ફોનને વારંવાર તપાસ કરવાની આદતમાં થોડા ફેરફાર કરવાની પણ જરૂર છે. ઘણીવાર આપણે કોઈ ખાસ કારણ વગર પણ ફોન ચેક કરીએ છીએ, જે એકદમ ખોટું છે.

આપણે કેમ વારંવાર ફોન ચેક કરીએ છીએ, તેની શું હાનિકારક અસર પડે છે અને આપણે તે આદતને કેવી રીતે ઓછી કરવી જોઈએ, આ બધા સવાલનો જવાબ આપણે ચાલો નિષ્ણાત પાસેથી જાણીએ.

શા માટે લોકો સતત ફોન ચેક કરે છે?

જ્યારે તમે કોઈ પ્રવૃત્તિ કરો છો અને તમને તેમાં આનંદ મળે છે, તો તમે તેને ફરીવાર કરી શકો છો. આ વારંવાર કરતી વસ્તુઓ, તેને એક આદત બનાવી દે છે. આપણા સ્માર્ટફોનની દુનિયા મનોરંજક અને વ્યસન કારક છે. સોશિયલ મીડિયાની દુનિયા આપણને એક એવું સ્થળ આપે છે, જે વધારે આરામદાયક અને સરળ છે. સોશિયલ મીડિયાની આ દુનિયાએ સોશિયલાઈઝેશન ખુબ સરળ બનાવી દીધું છે. આપણે સોશિયલ મીડિયા પર સોશિયલાઈઝિંગ ને વાસ્તવિક જીવનમાં સોશિયલાઈઝિંગની સરખામણીમાં વધારે આરામદાયક અને સુવિધાજનક મેળવીએ છીએ. સાથે જ ઘણા લોકો એવા હોય છે, જે સામાજિક સ્થિતિઓ અને તેનાથી જોડાયેલી ચિંતાઓથી બચવા માટે તેના ફોનની મદદ લે છે. જ્યારે આપણી પાસે કરવા માટે કંઈ પણ હોતું નથી, ત્યારે પણ આપણે કલાકો સુધી ફોન પર સ્ક્રોલ કરતા રહીએ છીએ.

તે આપણા જીવનને કેવી રીતે અસર કરે છે?

સામાજિકરણ કરવાના ઘણી રીત આપણા ફોનમાં હોય છે અને તેમાંથી એક સોશિયલ મીડિયા છે. આપણને બધાને આપણો સૌથી શ્રેષ્ઠ ફોટો શેર કરવામાં આનંદ આવે છે જેમાં આપણી શ્રેષ્ઠ બાજુ બતાવવામાં આવે છે. પરંતુ તે એક સત્ય છે કે સોશિયલ મીડિયાની દુનિયા વાસ્તવિકતાથી ઘણી દૂર છે. આ ખોટી દુનિયાથી જોડાયેલ રહેવા અને વારંવાર સોશિયલ મીડિયાની તપાસ કરતા રહેવાની આદત આપણને કામચલાઉ સેરોટોનિન આપે છે, જે આપણને સાચી દુનિયાથી અલગ કરી દે છે. આપણે વાસ્તવિક દુનિયાથી એક આશા બનાવીએ છીએ જે હંમેશા તે દુનિયાની જેમ હોતી નથી જેને આપણે ઇન્ટરનેટ પર જોઈએ છીએ અને તે અંતે નિરાશા તરફ લઈ જાય છે.

વારંવાર ફોન ચેક ન કરવા માટે શું કરવું?

ફોન વારંવાર ચેક કરવો એ એક વ્યસનકારક બની શકે છે, પરંતુ તમારા ફોનને જોવામાં લાગતા સમયને મર્યાદિત કરવાનું શરૂ કરવા માટે અત્યારે પણ કેટલાક સરળ અને આસાન પગલાં લઈ શકો છો, જે તમને થોડો શાંત અનુભવ કરાવી શકે છે અને તમને કામ, રિયલ લાઇફ કનેક્શન અને દુઃખ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો સમય આપી શકે છે.

તમારા સ્ક્રીનનો સમય મર્યાદિત કરો

સ્ક્રીન સમયને મર્યાદિત કરવા માટે તમે ઘણું બધું કરી શકો છો. પોતાને સવાલ કરો – ‘હું દિવસમાં 50 વાર ઈન્સ્ટાગ્રામ ચેક કરવાને બદલે શું કરી શકું છું?’ એવા ઘણાં વિકલ્પ અને એપ્લિકેશન ઉપલબ્ધ છે જે તેમાં તમારી મદદ કરી શકે છે. એવા ઘણા એપ્લિકેશન છે જે તમારા દ્વારા ફોન પર વિતાવેલ સમયની દેખરેખ કરે છે અને પછી તમને તેના ઉપયોગના આધારે નિયમ બનાવવાની સલાહ આપે છે.

શેડ્યુલ સેટ કરો

તમારા ફોનને ત્યારે ઉપયોગ કરવાનો પ્રયત્ન કરો જ્યારે તમારે તેની જરૂરિયાત હોય. દિવસભર ધ્યાન ભટકાવવાથી બચાવવા માટે તમે તમારો ફોન બંધ કરી શકો છો અથવા તો તેને એરોપ્લેન મોડમાં નાખી શકો છો. વારંવાર નોટિફિકેશન પણ તમારું ધ્યાન ભટકાવે છે, તેથી તેને બંધ કરી દો અથવા તો તમારા ફોનને સાઈલેન્ટ મોડમાં રાખો.

મિત્રો અને પરિવાર સાથે સમય વિતાવો

તમારા મિત્ર અને પરિવારની સાથે વધારે સમય વિતાવવાનો પ્રયત્ન કરો અને તમારી નોટિફિકેશનને થોડા સમય માટે આરામ આપો. જ્યારે તમે તમારા પ્રિયજનોની સાથે સમય વિતાવી રહ્યા હોવ છો ત્યારે તમારા ફોન વિશે ભૂલી જવાની સૌથી વધારે સંભાવના રહે છે. તણાવ ઓછો કરવા માટે પ્રકૃતિ સાથે જોડાઈ શકો છો. જ્યારે તમે તમારા ફોન પર ઓછો સમય વિતાવો છો ત્યારે તમે ,કનેક્ટ થવા, અનુભવ કરવા અને વધારે જીવવામાં સક્ષમ થશો.

સોશિયલ મીડિયા ડિટોકસ

સૂતા પહેલા તમારા ફોનને ચેક ન કરો અને ઉઠાવશો પણ નહીં, તમારા ફોનને તમારા બેડરૂમથી દૂર કરો. એક નિયમ બનાવી લો કે સૂવાથી અડધી કલાક પહેલા તમે ફોનથી દુર રહેશો. સૂતા પહેલા ફોનનો ઉપયોગ કરવાથી અનિદ્રા અને ઊંઘની અન્ય સમસ્યાઓ થઈ શકે છે. મહિનામાં ઓછામાં ઓછા 10 દિવસ માટે સોશિયલ ડિટોકસ પર જાઓ. આપણે આપણો સૌથી વધારે સમય સોશ્યલ મીડિયા પર વિતાવીએ છીએ. તમારા ફોનમાંથી એવા એપ્લિકેશન દૂર કરો અને તમે અનુભવ કરશો કે તમારામાં કેટલો બદલાવ આવ્યો છે.

આવી કેટલીક રીતની મદદથી તમે તમારા ફોનની વારંવાર ચેક કરવાની આદત સુધારી શકો છો.અમે આશા કરીએ છીએ કે નિષ્ણાતની આ સલાહ તમારી મદદ કરશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Image Credit : freepik

Leave a Comment