ઓછા ખર્ચામાં કરવા માંગો છો લગ્ન? તો આ 7 ઉપાય બચાવશે તમારા રૂપિયા

લગ્નને વિવાહ જેવા કાર્યોમાં લોકો ખૂબ જ રૂપિયા ઉડાવે છે. અને પોતાની ઇચ્છા પૂરી કરવાના ચક્કરમાં તેઓ કર્જદાર પણ બની જાય છે. આ વિષયમાં થોડી સમજદારી રાખીને પ્લાનિંગની સાથે દરેક કામ કરવામાં આવે તો વિશ્વાસ રાખો કે તમારા ખર્ચાનો બોઝ ઘણી હદ સુધી ઓછો કરી શકાય છે. જો તમારા ઘરે અથવા કુટુંબમાં કોઈપણ વ્યક્તિનું લગ્ન થવાનું છે તો અમુક ઉપાયથી રૂપિયા બચાવી શકાય છે.

લગ્નની ઋતુ ચાલી રહી છે અને આગળના પાંચ મહિના સુધી શુભ મુર્હત અનુસાર લગ્ન પણ થશે. લગ્ન વિવાહ જેવા કાર્યોમાં લોકો ખૂબ જ રૂપિયા ઉડાવે છે અને પોતાની ઈચ્છા પૂરી કરવામાં તેઓ બીજા પાસેથી રૂપિયા લઈને કરજદાર બની જાય છે. આ વિષયમાં આપણે થોડી સમજદારી બતાવવી જોઈએ અને એક પ્લાનિંગની સાથે દરેક કામ કરવા જોઈએ તેનાથી આપણું ખર્ચો પણ ઓછો થઈ જાય છે આપણા રૂપિયા પણ બચી જાય છે.

લગ્નના હોલ નું બુકિંગ

શિયાળાની ઋતુમાં લગભગ લોકો ગાર્ડન ની જગ્યાએ મેરેજ હોલમાં લગ્નનું એરેન્જમેન્ટ કરે છે. પરંતુ લગ્નની તારીખના પહેલા તમારે તેનો બુકિંગ કરાવવું મોંઘો પડી શકે છે તેથી તેનું બુકિંગ ઓફ સીઝન એટલે કે લગ્નની સિઝન પહેલાં જ કરાવી લો તો તમને સસ્તુ પડશે.એવી પરિસ્થિતિમાં જે લોકો  આગળના વર્ષે માર્ચ અથવા એપ્રિલમાં લગ્ન કરવા જઈ રહ્યા છે તેમને અત્યારે વેડિંગ હોલ બુક કરાવી દેવો ખૂબ જ સારો રહેશે.

ભાડા ઉપર ચોલી અને શેરવાની લો

દરેક દુલ્હન અથવા દુલ્હાની ઈચ્છા હોય છે કે તે પોતાના લગ્નમાં બધાથી અલગ દેખાય. લગ્નના કપડા ઉપર તે ખૂબ જ રૂપિયા વેડફે છે. જ્યારે તે કપડા આપણે માત્ર એક વખત જ પહેરવાના હોય છે. લગ્ન માટે સ્પેશિયલ ડિઝાઇનર કલેક્શન ખરીદવાની જગ્યાએ તમારે ભાડા ઉપર લેવાનો ખૂબ જ સારો વિકલ્પ રહેશે.દિલ્હી એનસીઆરમાં ઘણી બધી જગ્યા ઉપર એવા વેડિંગ ડ્રેસ ભાડા ઉપર મળે છે.

ભાડાના આભૂષણ

કપડાની જેમ જ તમે મોંઘી જ્વેલરી પણ ઘરે લઈ શકો છો. વિશ્વાસ કરો કે લગ્ન માટે ભાડા ઉપર મળતી આર્ટિફિશિયલ જ્વેલરી ખૂબ જ રીયલ લાગે છે. ભાડા ઉપર જ્વેલરી લેવાથી લગ્નનો ખર્ચ ઘણો બધો ઓછો થઈ જાય છે.

વેડિંગ પ્લાનર ની મદદ

 લગ્ન માટે ડેકોરેશન કેટરિંગ લોકેશન ડીજે અને મેકઅપ આર્ટિસ્ટ માટે વેડિંગ પ્લાનર થી વાત કરવી ખૂબ જ યોગ્ય રહેશે. વેડિંગ પ્લાનર તમારા બજેટ ના હિસાબે તમને યોગ્ય સલાહ આપે છે, અને તેની સાથે જ તેમને લગ્ન માટે જરૂરી સામાન કયા ભાવ ઉપર મળે છે તેની પણ ખૂબ જ સારી જાણકારી હોય છે.

પોતાની મેકઅપ કીટ

દુલ્હનના મેકઅપ માટે મેકઅપ આર્ટિસ્ટ કોન્ટેક્ટ કરવો ખૂબ જ સારી બાબત છે. પરંતુ યાદ રાખો કે કોઈપણ આર્ટિસ્ટ પોતાના સામાન ની સાથે મેકઅપ કરવા માટે તમારી પાસે બે ગણા રૂપિયા વસૂલે છે.તેથી પહેલા નક્કી કરો કે મેકઅપ કીટ તમારી હશે. તેનાથી તમારો સામાન ઘણો બધો બચશે અને રૂપિયા પણ ઓછા થશે.

શિયાળાના હિસાબથી નક્કી કરો ડીશ

જો તમે શિયાળામાં લગ્ન કરી રહ્યા છો તો કેટરિંગથી તે બધી જ વસ્તુને દૂર રાખી શકો છો જેની જરૂર શિયાળામાં પડતી નથી. જો તમે આ પ્રકારે ચારથી પાંચ આઈટમ પણ ઓછી કરો છો તો તમારા ઘણા બધા રૂપિયા બચી શકે છે અને તે રૂપિયાથી તમે બીજી જરૂરી વસ્તુ માં ઇન્વેસ્ટ કરી શકો છો.

Rose, Frame, Background Image, Blossom, Bloom

ડિજિટલ કાર્ડ થી નિમંત્રણ

લગ્નમાં મોંઘા મોંઘા ઈન્વીટેશન કાર્ડ ની જગ્યાએ ડિજિટલ કાર્ડ બનાવો. અને તે મિત્રો અને સંબંધીઓને મોકલો. આમ પણ આજકાલ તેનો ખૂબ જ ટ્રેન્ડ છે જો તમે કાર્ડ છપાવવા જ માંગો છો તો પોતાના સ્પેશ્યલ ગેસ્ટનુ એક લિસ્ટ બનાવો અને તે હિસાબથી જ કાર્ડ બનાવો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું. નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Comment