વાંકાનેરનું નામ તેના લોકેશન પરથી આવેલું છે. આ મચ્છુ નદીના પાણી અથવા નહેરના મોડ પર ‘વાંકા’ પાસે આવેલું છે. વાંકાનેર ઝાલા રજપૂતો દ્વારા શાસિત રાજસી રાજ્ય હતું એટલે તેને ઝાલાવાડ નામથી આજે પણ ઓળખવામાં આવે છે. મહારાજા અમરસિંહજી ત્યાંના શાસક હતા. તેના કાળમાં વાંકાનેરને વિકસિત કરવામાં આવ્યું હતું. અને ત્યારબાદ વિકાસશીલ રાજ્ય બન્યું. અમરસિંહજી કલા અને શિલ્પકલાના મહાન સરંક્ષક હતા.
વાંકાનેર અને તેની આસપાસના ફરવાલાયક સ્થળો :
રણજીત વિલાસ મહેલને મહારાજા અમરસિંહજીએ બનાવ્યો હતો જે આજની તારીખમાં શાહી પરિવાર માટેની વ્યવસ્થા માટે રાખવામાં આવ્યો છે. આ મહેલમાં ઘણી એવી શિલ્પકલાના તરીકાને અજમાવવામાં આવ્યા છે. ગોથિક મેહરાબ અને સ્તંભ, સંગેમરમરની બાલ્કની, મુગલ ડોમવાળું કલોક ટાવર, ફ્રાન્સીસ અને ઇટાલિયન સ્ટાઈલની બારીઓના કાચ – આ બધું એકસાથે મળીને આ જગ્યાને નિહાળવાનું મન બનાવે છે.
આ મહેલની અંદર એક પુલ પણ છે, જેને આર્ટ ડેકોર સ્ટાઇલથી સજાવવામાં આવ્યો છે. રોયલ રેસીડેન્સી રીતે આ જગ્યાને હવે પરંપરાગત હોટેલના રૂપમાં બદલી દેવામાં આવી છે. વાંકાનેર હસ્તશિલ્પ રાજપરિવારની ભવ્યતા માટે વખણાય છે.
કેવી રીતે વાંકાનેર પહુંચી શકાય?
વાંકાનેર રેલ અને રોડ માર્ગ દ્વારા જોડાયેલ છે. અહીં નજીકનું એયરપોર્ટ રાજકોટ શહેરનું છે. રાજકોટ શહેરથી પર્સનલ કાર, બસ કે ટ્રેન મારફત અહીં પહોંચી શકાય છે.
વાંકાનેરનું મુખ્ય આકર્ષણ :
રણજીત વિલાસ પેલેસ :
વાંકાનેરમાં સ્થિત રણજીત વિલાસ મહેલે ત્યાના એકસમયના રાજ પરિવારના કલા, શિલ્પ અને જુનૂનને પ્રદર્શિત કરે છે. ૧૯૦૭માં રાજા અમરસિંહજી દ્વારા આ મહેલને હસ્તશિલ્પ સ્ટાઈલનું મિશ્રણ કરીને બનાવવામાં આવ્યો હતો. વાંકાનેરનો અદ્દભુત નજારામાં આ પેલેસ અન્ય બેનમુન રંગોનું ઉમેરણ કરે છે એવો અહેસાસ થાય છે.
વિડિયો :
રોયલ ઓએસીસ :
આ જગ્યા એક સમયે મહેલ હતી, જેમાં રાજવી પરિવારનું ગેસ્ટ હાઉસ હતું. મચ્છુ નદીના કિનારે આવેલ આ જગ્યા હવે તો પરંપરાગત હોટેલમાં બદલી દેવામાં આવી છે. અત્યારે અહીં આસપાસ ઝાડ/ફૂલનો બગીચો છે અને મનમોહક વાતાવરણ રહે છે. અહીં એક અદ્દભુત કારીગરીથી બનાવેલ પુલ પણ છે, જે ૨૦ મી શતાબ્દીમાં બનાવવામાં આવ્યો હતો. આ પુલ મહેલની જગ્યાને રોયલ ફીલ આપે છે.
વિડિયો
રોયલ રેસીડેન્સી :
રોયલ રેસીડેન્સી જે મહેલ સાથે જોડાયેલ છે અને આ એક સમૃદ્ધ બિલ્ડીંગ છે. અહીં પહેલા રાજવી પરિવારનું ગેસ્ટ હાઉસ હતું. અત્યારે આ જગ્યાને ભવ્ય હોટેલમાં બદલી દેવામાં આવી છે.
વાંકાનેરનું હવામાન અને ઉત્તમ સમય :
- ગરમીનો મહિનો માર્ચ થી મે સુધી રહે છે એ દરમિયાન તાપમાન ૨૪ ડીગ્રી સે. થી ૪૨ ડીગ્રી સે. સુધી રહે છે. મે મહિનામાં અહીં સૌથી વધુ ગરમી હોય છે.
- જુન થી સપ્ટેમ્બરના મહિના સુધી અહીં ચોમાસું રહે છે. અને એ દરમિયાન વાંકાનેરમાં બહુ જ વરસાદ પડે છે. ચોમાસા દરમિયાન અહીંનું વાતાવરણ ૨૪ ડીગ્રી સે. થી ૩૭ ડીગ્રી સે. સુધી રહે છે.
- ઠંડીની મૌસમ ડીસેમ્બર થી ફેબ્રુઆરી સુધી રહે છે. આ સમયમાં તાપમાન ૧૦ ડીગ્રી સે. થી ૨૨ ડીગ્રી સે. સુધી રહે છે.
- આપ આપને અનુકુળ સીઝનમાં વાંકાનેરની ભવ્યતા નિહાળવા માટે જઈ શકો છો. વાંકાનેરમાં આમ તો તાપમાન હુંફાળું રહે છે એટલે બહારથી આવતા પર્યટકોને કોઈ તકલીફ પડતી નથી.
વાંકાનેરની સફર સાથે અન્ય સ્થળોની મુલાકાત :
મોરબી :
મોરબી, ગુજરાત રાજ્યનું એક શહેર છે, જે મચ્છુ નદીના કિનારે આવલું છે. આ શહેર વાસ્તુકલા માટે પ્રસિદ્ધ છે.આ શહેરમાં આવેલ ઝુલતા પુલની છબી વર્ષોથી એવીને એવી રહી છે. બ્રિટીશ શાસનકાળમાં આ પુલ બનાવવામાં આવ્યો હતો. વાંકાનેરથી ૩૭ કિમીની દૂરી પર મોરબી આવેલું છે.
રાજકોટ :
રાજકોટ સૌરાષ્ટ્રની પૂર્વ રાજધાની છે. આ શહેર આખા દુનિયામાં પ્રખ્યાત છે. બ્રિટીશકાળથી રાજકોટની માન્યતા ખુબ જ રહી છે. ૧૬૨૦ માં ઠાકુર અજીજો જાડેજા, જામનગર શાહી વંશજ દ્વારા આ શહેર સ્થાપિત કરવામાં આવ્યું હતું. અહીં આપ શહેરની લાઈફ સ્ટાઈલને નિહાળી શકો છો. તેમજ ખરીદી કરવા ઇચ્છતા હોય તો આ શહેર બેસ્ટ લોકેશન છે.
વાંકાનેર અને રાજકોટ શહેર વચ્ચેનું અંતર ૪૮ કિમી જેટલું છે.
જુનાગઢ :
સંતોની નગરી તરીકે જાણીતું જુનાગઢ ગીરનાર પર્વત માટે જાણીતું છે. આમ તો જુનાગઢમાં ખાસ કોઈ સ્થળ ફરવાલાયક નથી સિવાય કે ગીરનાર પર્વત. અહીં મંદિરો અને ઘાર્મિક આશ્રમોની શ્રુંખલા છે. જૈન ધર્મના મંદિરો પણ અહીં આવેલ છે અને અહીં પુરાણ સમયની કલાઓ જોવા મળે છે. વાંકાનેરથી જુનાગઢ પહોંચવા માટે ૧૫૬ કિમીની દૂરી કાપવી પડે છે.
આવી જ અન્ય માહિતી વાંચવા માટે આપ ફેસબુક પેજ ‘ફક્ત ગુજરાતી’ સાથે જોડાયેલા રહેજો. અહીં આપ મોબાઈલ કે કોમ્પ્યુટરમાં ગુજરાતી આર્ટિકલ ફ્રી માં વાંચી શકો છો.
#Author : Ravi Gohel