એક પ્રેમી, પ્રેમિકાની રાહમાં ૨૦ વર્ષથી વધુ સમયથી રેલ્વે સ્ટેશનની બહાર રાહ જોઇને બેઠો છે..

આપણે ઘણી બધી એવી લવ સ્ટોરી સાંભળી હશે જેમાં આપણે ખુદ પણ ભાવુક થઇ જાય. ઘણીવાર એવું થાય છે કે પલભરમાં પ્રેમ થઇ જાય છે અને તે આખી જિંદગીભર સાથે નિભાવે એવું પ્રેમી આપે છે.

પણ દુનિયાની અંદર ક્રશ અને બ્રેકઅપના કિસ્સા પણ કાંઈ કમ આકર્ષણ કરે એવા નથી!! અમુક કિસ્સા જાણીને આપણને મનોમન કૈંક થવા લાગે છે. આજે પણ એવો કિસ્સો તમને જણાવવો છે. તો આ આર્ટીકલને અંત સુધી વાંચવાનું ભૂલશો નહીં.

તાઇવાનના તાઈનાન શહેરમાં એક વ્યક્તિ તેની પ્રેમિકાની રાહ જોઇને છેલ્લા ૨૦ વર્ષથી વધુના સમયથી રેલ્વે સ્ટેશન પર રાહ જોઇને બેઠો છે. હા, આ કોઈ જોક નથી પરંતુ આ સત્ય ઘટના છે, જે તાઇવાન શહેરની છે. “આહ જી” નામનો આ વ્યક્તિ છેલ્લા ઘણા વર્ષોથી રેલ્વે સ્ટેશનની બહાર બહાર તેની પ્રેમિકાની તાકીતાકીન રાહ જુએ છે. આવું કરવાના કારણે એ બધે ફેમસ થઇ ગયો પણ તેની પ્રેમિકા હજુ સુધી આવી નથી. કદાચ તેને કોઈ બેવફા સાથે પ્રેમ થઇ ગયો હશે!!

આ ખબર એક અંગ્રેજી વેબસાઈટમાં પણ લખવામાં આવી હતી. આજની વાત કરીએ તો કદાચ આહ જી ૪૭ વર્ષથી પણ વધુની ઉંમરના હશે. આજથી ઘણા વર્ષો પહેલા તેને ટ્રેનમાં એક યુવતી મળી હતી. ત્યારે બંને વચ્ચે પ્રેમનું કૂંપણ ફૂટ્યું હતું. ટ્રેનની અંદર જ બંને વચ્ચે દોસ્તી થઇ ગઈ અને બંને વચ્ચે પ્રેમ પણ થઇ ગયો. પહેલા દોસ્તી થઇ હતી એ પછી પ્રેમમાં ટ્રાન્સફર થઇ ગઈ હતી.

એટલે તો બંનેએ એકબીજા સાથે વાયદો કર્યો હતો. કેવો વાયદો? હા, એ બંને નવા પ્રેમીએ વાયદો કર્યો હતો બીજા દિવસે મળવાનો. યુવતીએ આહ જીને બીજા દિવસે મળવા માટેનું કહ્યું હતું. એ પણ રેલ્વે સ્ટેશનની બહાર મળીશું એવું કહ્યું હતું. એટલે બે પ્રેમીએ રેલ્વે સ્ટેશનનું ડેસ્ટીનેશન સેટ કર્યું હતું.

આહ જી બીજે દિવસે રેલ્વે સ્ટેશને પહોંચ્યો અને લાંબા સમય સુધી ત્યાં ઉભો રહ્યો પણ તેને એ યુવતી ન મળી અને ત્યારે તે રેલ્વે સ્ટેશનની બહાર બેસી ગયો. ત્યારથી લઈને આજ સુધી તે પ્રેમિકાની રાહમાં હજુ ત્યાં જ બેઠો છે.

આટલો લાંબો સમય વીતી ગયો પણ તે હજુ તેની પ્રેમિકાને ભૂલી શક્યો નથી. સામે યુવતી તેને કેમ ન મળી અથવા કયું કારણ એવું હતું કે બે પ્રેમીઓ ઘણા વર્ષો પછી આજ સુધી મળી શક્યા નથી એ કારણ કોઈ જાણતું નથી.

આહ જી ના ઘરના સભ્યોએ તેને ઘણું સમજાવ્યું પણ તેને ઘરે આવવાની ‘ના’ જ કહી દીધી હતી. પરિવારની અનેક કોશિશ બાદ પણ આહ જી ઘરે પરત ફર્યો ન હતો. પલમાં થયેલા પ્રેમને આહ જી હજુ ભૂલી શક્યો નથી તો જો તેની પ્રેમિકા તેને મળી ગઈ હોય તો આ વ્યક્તિ તેને કેટલો પ્રેમ કરતો હોય!! તેની પ્રેમિકાને પણ સમજી જવું જોઈએ – અહીં આહ જી ની હાલત જોઇને પણ તેને તેના પ્રેમ પણ વિશ્વાસ ન આવ્યો અને તે આજ સુધી તેને રેલ્વે સ્ટેશન પર મળવા નથી આવી. એટલે તો અમે અગાઉ જ ઉલ્લેખ કર્યો કે, આહ જી એ કોઈ બેવફા સાથે પ્રેમ કરી લીધો હશે!!

આ પહેલા પણ એક આવી જ ઘટના બની હતી. જેમાં એક કુતરો રેલ્વે સ્ટેશનેથી તેના માલિકથી છૂટો પડી ગયો હતો. તે કુતરાએ રોજ સ્ટેશનની બહાર બેસીને તેના માલિકનો ઈન્તેજાર કર્યો હતો, પણ માલિક વર્ષો પછી પણ અંતે ન જ આવ્યો. આ ઘટના પણ એ સમયમાં ઘણી વાઈરલ થઇ હતી.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *