જાણો કૃષ્ણની રાસલીલાના સ્થળ વૃંદાવન વિશે, અને નજીક આવેલા બીજા સુંદર ફરવાલયક સ્થળ વીશે

Image Source

હિંદુ ધર્મમાં વૃંદાવન શહેરને ઘણું પવિત્ર માનવામાં આવે છે. તે તેવું સ્થળ છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ એ યમુના નદીના કિનારે તેમનું બાળપણ વિતાવ્યું હતું. પુરાવાથી ખબર પડે છે કે વૃંદાવનમાં જ ભગવાન કૃષ્ણએ દૈવીય નૃત્ય કર્યું હતું. તેટલુ જ નહીં, રાધા સાથે રાસલીલા દ્વારા કૃષ્ણએ પ્રેમનો સંદેશ પણ આપ્યો હતો. આ તેજ સ્થળ છે જ્યાં કૃષ્ણએ ગોપીઓના વસ્ત્રો ચોરી લીધા હતા, જ્યારે તે સ્નાન કરી રહી હતી. સાથેજ અહીંયા તેણે ઘણા દાનવોનો વિનાશ કર્યો હતો. જોવામાં આવે તો વૃંદાવન હિન્દુઓનું એક મુખ્ય તીર્થસ્થળ છે અને અહીંયા લગભગ ૫૦૦૦ જેટલા મંદિર છે.

Photo Courtesy: SriRadhagopinathMondir

સમયની સાથે સાથે વૃંદાવન ઘણું નષ્ટ થઈ ગયું હતું. ૧૫૧૫ માં ભગવાન ચૈતન્ય મહાપ્રભુ એ ભગવાન કૃષ્ણથી જોડાયેલી બધા સ્થળોની શોધખોળમાં આ સ્થળનું ભ્રમણ કર્યું તો વૃંદાવન ફરીથી અસ્તિત્વમાં આવ્યુ. તે વૃંદાવનના પાવન જંગલમાં ઘણા ભટક્યા અને તેમની આધ્યાત્મિક શક્તિથી શહેર અને આજુબાજુના પવિત્ર સ્થળોને ઓળખ્યા. તેના પછી હિંદુ સંતો દ્વારા જીવનમાં ઓછામાં ઓછુ એક વાર વૃંદાવન નું ભ્રમણ કરવામાં આવી રહ્યું છે. જ્યારે તમે આ શહેરમાં જશો ત્યારે જાણશો કે લોકો તેના દૈનિક દિનચર્યા દરમિયાન પણ રાધે કૃષ્ણનું નામ જપતા રહે છે.

Photo Courtesy : Saisumanth

વૃંદાવન અને તેની આજુબાજુના ફરવાલાયક સ્થળો

જેમકે પહેલા પણ કહેવામાં આવ્યું છે કે હિંદુ એક મહત્વપૂર્ણ તીર્થસ્થળ હોવાની સાથે વૃંદાવનમાં લગભગ ૫૦૦૦ મંદિર છે. તેમાંથી કેટલાક મંદિરો તો ઘણા પ્રાચીન છે, તેમજ કેટલાક સમયની સાથે નષ્ટ થઈ ગયા. પરંતુ ઘણા પ્રાચીન મંદિર આજે પણ બચેલા છે, જેને જોતા ભગવાન શ્રી કૃષ્ણ થી જોડાયેલી ઘણી વાતોની જાણ થાય છે.

Photo Courtesy : commons.wikimedia.org

ગોપેશ્વર મહાદેવ મંદિર

Photo Courtesy : commons.wikimedia.org

કેટલાક મુખ્ય મંદિરોમાં બાંકે બિહારી મંદિર, રંગજી મંદિર, ગોવિંદ દેવ મંદિર અને મદન મોહન મંદિર શામેલ છે. ત્યાંનું ઇસ્કોન મંદિર વધારે જૂનું નથી અને તેનાથી વધારે સંખ્યામાં વિદેશી પર્યટકો શાંતિ અને જ્ઞાનપ્રાપ્તિ માટે આવે છે. અહીંયા વેદો અને શ્રીમદ્ ભાગવત ગીતા ની શિક્ષા અંગ્રેજીમાં આપવામાં આવે છે.

Photo Courtesy : commons.wikimedia.org

અહીંના ઘણા મંદિર કૃષ્ણની સખી રાધાને સમર્પિત છે. તેમાંનું એક છે રાધા ગોકુળનંદ‌ મંદિર અને શ્રી રાધા રાસબિહારી અષ્ટ સખી મંદિર. અષ્ટ સખીનો અભિપ્રાય રાધાની આઠ સખીઓની છે, જેમણે રાધા અને કૃષ્ણની વચ્ચે પ્રેમની મુખ્ય ભૂમિકા ભજવી હતી.

Photo Courtesy : www.wikipedia.org

મંદિર ઉપરાંત અહીંયા કેસી ઘાટ પણ એક મહત્વપૂર્ણ સ્થળ છે. હિંદુ સંસ્કૃતિ મુજબ પવિત્ર યમુના નદીમાં ડૂબકી લગાવવાથી વ્યક્તિના બધા પાપ ધોવાય જાય છે. જ્યારે તમે તે ઘાટ પર જશો તો જોવા મળશે કે લોકો પોતાને શુદ્ધ કરવા માટે યમુનામાં ડૂબકી લગાવે છે. ત્યાં ઘણા પ્રકારના ધાર્મિક નૃત્ય થાય છે. સાથેજ સાંજના સમયે વાતાવરણ આરતીના અવાજથી વધારે પવિત્ર થઈ જાય છે.

કેવી રીતે પહોંચવું વૃંદાવન

વિમાન, રેલગાડી અને રસ્તા માર્ગથી વૃંદાવન પહોંચી શકાય છે. ત્યાંનું સૌથી નજીકનું એરપોર્ટ દિલ્લી માં છે.

ફરવાનો સૌથી સારો સમય

નવેમ્બરથી માર્ચના સમયે વૃંદાવન ફરવા માટે સૌથી સારું રહે છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે અને અમુક ફોટો અમે પ્રતિકાત્મક ફોટો લીધેલ છે .

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *