ઘરેજ બનાવી શકો છો વિટામિન સી સીર,રેગ્યુલર વાપરવાથી ત્વચા થશે ઉજળી, વાંચો જાણવા જેવી માહિતી

Image by Jaromír Novota from Pixabay

આજના સમયમાં મોટા ભાગે લોકો પોતાના ફેસની સ્કીનને સારી રાખવા માટે બ્યુટી પાર્લરમાં જતા હોય છે. અને ફેશીયલ તેમજ બ્લીચ જેવી વસ્તુઓ કરાવીને પોતાના ચહેરાનો રંગ ઉજળો કરતા હોય છે. અને રૂપિયા ખર્ચીને તેઓ પોતાના ફેશની સ્કીન ઉજળીતો કરે છે. પરંતું ફેશીયલ અને બ્લીચની ઘણી વખત આડ અસર પણ આવતી હોય છે. સાથેજ લાંબા ગાળે પણ તેના કારણે નુકશાન થતું હોય છે. મિત્રો આપને જણાવી દઈએ કે ત્વચોને ઉજળી બનાવા માટે તમે વિટામિન સી સીરમ બનાવી શકો છો. અને આ સિરમથી માત્ર તમાંરા ફેસનીજ નહી પરંતુ શરીરના જુદા જુદા ભાગોની ત્વચા પણ તમે ઉજળી બનાવી શકો છો. ત્યારે આવો જાણીએ કેવી રીતે બનાવી શકાય છે વિટામીન સી સીરમ અને તેના દ્વારા શું ફાયદા મળી રહે છે.

Image by Couleur from Pixabay

કેવી રીતે બનાવશો વિટામિન સી સીરમ ?

વિટામિન સી સીરમ બનાવા માટે તમારે સૌથી પહેલા તો અડધી ચમચી એલ એસ્કોર્બિક પાવડર જોઈશે. તે સિવાય અડધી ચમચી ગુલાબ જળ અડધી ચમચી ગ્લીસરીન અને 1 વિટામીન ઈ ની કેપ્સુલ તામરે જોઈશે.

Image Source

હવે એક ડબ્બીમાં સૌથી પહેલા ગુલાબજળ નાખો. ત્યારબાદ તેમા વિટામીવ સી પાઉડર નો અને બંનેને ભેગા કરીને ડબ્બીને યોગ્ય રીતે હલાવો. ત્યારબાદ તમે તેમા ગ્લીસરીન નાખો અને સાથેજ વિટામીન ઈ ની કેપ્સૂલ પણ નાખો. અને ફરી વખત તે ડબ્બીને હલાવો . ત્યારબાદ તેને ફ્રીઝમાં મુકી દો. અને એક કે બે કલાક બાદ તે ડબ્બી ઠંડી થઈ જશે. અને તેમા જે પ્રવાહી છે તે તમે વિટામીન સી સીરમ છે.

આ તો થઈ વાત કે કેવી રીતે તમે ઘરમાંજ વિટામીન સી સીરમ બનાવી શકો છો. પરંતુ હવે વાત કરીશું એ વીશે કે વિટામીન સી સીરમથી તમને કેટલા અને કયા કયા લાભ મળી રહેશે.

Image Source

સ્કીનટોન સારા રહેશે

વિટામીન સી દ્વારા આપણી ત્વચાને હંમેશા ફાયદો થતો હોય છે. અને જો તમારી સ્કીન વધું પડતી લાલશ વાળી છે. તો તમારે વિટામિન સી સીરમ લગાવી જોઈએ. જેના કારણે તમારી સ્કીન પર જે લાલશ જોવા મળે છે. તેનાથી તમને છુટકારો મળશે. સાથેજ જો તમારી સ્કીન પર કોઈ પણ પ્રકારના ડાઘા પડી ગયા છે. તો તેનાથી પણ તમને છૂટકારો મળી રહેશે

ત્વચાને યોગ્ય પ્રમાણમાં પોષણ મળશે

આપણી શરીરને જો કોઈ વસ્તુની ભારે જરૂર પડતી હોય તો તે છે. હાઈડ્રેશન અને હાઈડ્રેશન વગર આપણી ત્વાચા ડ્રાય અને સુકાઈ ગયેલી દેખાઈ આવે છે. પરંતુ આપને જણાવી દઈએકે જો તમે ઘરે બનાવેલી વિટામીન સી સીરમ જો સ્કીન પર લગાવશો તો ત્વાચાની કોશીકાઓને ફાયદો થશે. સાથેજ તમારી ત્વચા પણ ઉજળી દેખાવા લાગશે.

વધતી ઉંમર સામે ફાયદાકારક

વધતી ઉંમર સામે દરેક લોકોની ત્વચા નબળી પડતી જાય છે. તેના પાછળનું કારણ છે કે ધૂળ પ્રજપણ અને જંકફુડને કારણે આપણી ત્વચા નબળી પડી જતી હોય છે. પરંતુ આપને જણાવી દઈએ કે જો તમારે લાંબા સમય સુધી તમારી ત્વચા સારી રાખવી છે તોતમે વિટામિન સી સીરમ લગાવી શકો છો. કારણકે તેના દ્વારા તમારી ત્વચાને રક્ષણ મળી રહે છે. સાથેજ તમારી ત્વચા લાંબા સમય સુધી તમે જુવાન છો તેવી રહેશે.

સૂર્ય પ્રકાશ સામે રક્ષણ મળશે

સૂર્યની હાનિકારક કિરણોને કારણે તમારી ત્વચા કાળી પડી જતી હોય છે.સાથેજ અમુક વખતતો તમારી સ્કીન પર ડાઘા પણ પડી જતા હોય છે. અને સનસ્ક્રીન ક્રીમ લગાવીને પણ ઘણી વખત તો કોઈ લાભ નથી મળતો. પરંતુ આપને જણાવી દઈએ કે સૂર્ય કિરણ સામે પણ વિટામિન સી સીરમ દ્વારા રક્ષણ મળી રહેતું હોય છે. અને ઘણા ખરા મહિનાઓ સુધી તમને તેની અસર જોવા પણ મળશે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment