સુંદર ત્વચા માટે વિટામિન સી જરૂરી છે, તો ખાઓ અને સાથે સાથે લગાવો અને પણ.

ભોજન અને ક્રીમમાં વિટામિન-સી નો ઉપયોગ તમારી પ્રાકૃતિક સુંદરતાને વધારવાનું કામ કરે છે. અહી જાણો તેના ઉપયોગથી જોડાયેલી જરૂરી વાતો…..

Image Source

નુરાની ત્વચા માટે જે ત્રણ વિટામિન સૌથી વધારે જરૂરી હોય છે, તેનું નામ છે વિટામિન-એ, વિટામિન-સી અને વિટામિન-ઈ. વિટામિન-એ અને ઈ નો ઉપયોગ તમારી ત્વચાને પોષણ આપવા માટે અને તેની સુંદરતા વધારવાનું કામ કરે છે. તેથી વિટામિન-સી તમારી ત્વચાને નિષ્કલંક રાખવાનું કામ કરે છે. અહી આપણે વિટામિનના ઉપયોગ વિશે વિસ્તારમાં જાણીએ ……

આ ગેરસમજને દૂર કરો:

Image Source

મોટાભાગે લોકો વિટામિન-સી ને ફકત એક ઈમ્યૂનીટી બૂસ્ટર વિટામિન રૂપે જાણે છે. જે શરીરની અંદર શ્વેત રક્તકણો અને ટી સેલ્સના નિર્માણમાં મદદ કરે છે. હકીકતમાં વિટામિન-સી તમારી રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે. પરંતુ શરીરની સાથેજ તે તમારી ત્વચાની રોગ પ્રતિકારક ક્ષમતા વધારીને તમને ફોડલીઓ, ખીલ, બ્લેક અને વ્હાઈટ હેડ્સ જેવી સમસ્યાઓથી પણ દૂર રાખે છે.

ત્વચા માટે વિટામિન-સીનો ઉપયોગ :

Image Source

નુરાની ત્વચા મેળવવા માટે તમે વિટામિન-સી નો બે રીતે ઉપયોગ કરી શકો છો. પહેલી રીત છે કે તમે ત્વચા પર એવા ક્રીમ અને લોશન લગાવો જેમાં વિટામીન સીનો ઉપયોગ કરવામાં આવ્યો હોય. બીજી રીત છે કે તમે તમારા નિયમિત ભોજનમાં વિટામિન એની પૂર્તિ માત્રાનો ઉપયોગ કરો.

તેના માટે તમે દરરોજ આમળા, સંતરા, અનાનસ, લીંબુ અને લીલા પાંદડાવાળી શાકભાજીઓનો ઉપયોગ કરો. કેમકે વિટામિન સીની સાથે જ એન્ટી ઓક્સિડન્ટ પણ ડાઘ રહિત નિખાર મેળવવા માટે ખૂબ જરૂરી હોય છે.

તમારે બંને રીતે ઉપયોગ કરવાનો છે :

Image Source

તમારી ત્વચાને સ્પોર્ટ ફ્રી અને સ્વચ્છ રાખવા માટે તમારે બંને રીતે વિટામીન સી નો ઉપયોગ કરવાનો છે. તમારે ભોજનમાં પણ તેની સીમિત માત્રા લેવાની છે અને ત્વચા પર એવી ક્રીમ પણ લગાવવાની છે જેમાં તે વિટામિન હોય. ત્વચા પર લગાવી અને ભોજનમાં લેવાથી તે તમારી ત્વચાને અંદર અને બહાર બંને તરફથી પોષણ આપીને સાફ રાખશે.

ત્વચા પર વિટામીન સી આ રીતે કાર્ય કરે છે:

Image Source

તમે બધા જાણો છો કે ત્વચા પર જ્યારે દાગ-ધબ્બા થઈ જાય છે તો તેને દૂર કરવામાં ખૂબ સમય લાગે છે. પરંતુ જો તમે વિટામિન સીનો ઉપયોગ કરશો તો આ સમસ્યાને અમુક અઠવાડિયામાં દૂર કરી શકો છો. કારણ કે વિટામિન સી તમારી ત્વચાની અંદર ત્વચાના નવા કોષો બનાવવાની પ્રક્રિયાને વેગ આપે છે.

જ્યારે એક પછી એક ત્વચાની નવી કોશિકાઓ રચાય છે ત્યારે એક સમય એવો પણ આવે છે જ્યારે ડાઘ હળવા થતા થતા સંપૂર્ણ રીતે અદૃશ્ય થઈ જાય છે.

કોલેજનની માત્રા વધારવામાં મદદરૂપ :

Image Source

વીટામીન સી ત્વચાની અંદર કોલેજનની માત્રાને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. કોલેજન એક એવી પ્રાકૃતિક પ્રક્રિયા દ્વારા બનતું ખાસ પ્રોટીન હોય છે જે ત્વચાના રંગને ચમકીલી બનાવી રાખવાનું કામ કરે છે.

આ પ્રોટીન ત્વચાની અંદર આપમેળે રચાય છે. તમે સારું ભોજન, સારી સંભાળ અને વિટામિન સીના ઉપયોગથી તેના સ્તરને જાળવી શકો છો. તે ત્વચાના ડાઘ-ધબ્બા ઝડપથી મટાડવામાં મદદ કરે છે અને તમને દોષરહિત સ્વચ્છતા આપે છે.

વધતી ઉંમરની અસર ઓછી કરે :

વધતી ઉંમરની અસર સૌથી પહેલા ત્વચા પર જોવા મળે છે. જો તમારા જીવનમાં તણાવ વધારે હોય તો આ અસર વધુ ઊંડી જણાય છે. તેનાથી તમે ઉંમરથી પહેલા વૃદ્ધ દેખાવા લાગો છો. પરંતુ વિટામીન સી નો ઉપયોગ તમારી ત્વચાને કસાવટ આપવામાં મદદ કરે છે.

જ્યારે ત્વચા કડક રહે છે, ત્યારે ચહેરો યુવાન દેખાય છે. આ એટલા માટે છે કારણ કે વિટામિન-સી ચહેરા પર કરચલીઓ, રંગદ્રવ્ય, ક્રીઝ ફીટ અને ફાઇન લાઇનને ઉભરી આવવાની મંજૂરી આપતું નથી. જો તમે ૨૦ થી ૨૫ વર્ષની વયથી નિયમિતરીતે વિટામિન-સી ક્રીમનો ઉપયોગ કરો છો, તો ચેહરા પર હંમેશા તાજગી રહે છે.

ત્વચાને વિટામીન સી આપવાની રીત આ પણ છે:

તમે તમારા ચેહરા પર દહીં, લીંબુ, મધનો રસ,સંતરાની છાલથી બનેલ પાવડર અને ટામેટા લગાવીને પણ ત્વચાને વિટામિન સીની માત્રા આપી શકો છો. આ બધી રીત તમારી ત્વચાને યુવાન અને વયવિહીન રાખવામાં મદદ કરે છે. માત્ર એક અઠવાડિયુ ત્વચા પર બહારથી વિટામીન સી નો ઉપયોગ કરો અને તમારા ભોજનમાં પણ તેને શામેલ કરો. તમને ચોક્કસ ફરક જોવા મળશે.

જો તમને આ લેખ સારો લાગ્યો હોય તો તેને ફેસબુક પર જરૂર શેર કરો અને આ પ્રકારના અન્ય લેખ વાંચવા માટે જોડાયેલ રહો “ફકત ગુજરાતી” સાથે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment