શું તમે ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો??? તો જમ્મુ તવીમાં આવેલા આ પ્રવાસી સ્થળોની મુલાકાત ચોક્કસ લો

Image Source

અમર મહેલ પેલેસ – આ જમ્મુ તવીનું એક આકર્ષક લેન્ડમાર્ક છે, જેનું નિર્માણ 19મી સદીમાં થયું હોવાનું કહેવાય છે. તે એક પ્રકારનું મ્યુઝિયમ પણ છે, જેમાં ઘણા પુસ્તકો અને કલા સંગ્રહ રહેલા છે.

Image Source

માંડા પ્રાણી સંગ્રહાલય – જમ્મુ મા જો તમે પરિવાર સાથે ફરવા આવ્યા છો અથવા અહીં આવવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો અહીં આવેલું માંડા પ્રાણી સંગ્રહાલયની મુલાકાત ચોક્કસ લો. તમારા બાળકોને આ જગ્યા ખૂબ ગમશે. અહીં દીપડો, ઘુવડ, સાંભર અને બીજા ઘણા આકર્ષક પ્રાણીઓ રહેલા છે.

Image Source

બાહુ ફોર્ટ – એવું કહેવાય છે કે આ સુંદર પ્રવાસ સ્થળને 19મી સદીમાં ડોગરા સામ્રાજ્યના એક રાજા દ્વારા બનાવવામાં આવ્યું હતું. જમ્મુમાં હાજર આ સ્થળને જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે.

Image Source

બાગ-એ-બહુ – તવી નદીના કિનારે આવેલા આ બગીચાની સુંદરતાનો કોઈ જવાબ નથી. અહી દેશના ઘણા ભાગોમાંથી લોકો ફરવા માટે તો આવે છે, સાથે જ સ્થાનિક લોકો પણ આ સ્થળની મુલાકાત લેવાનું પસંદ કરે છે. તમે અહીં પિકનિક પર આવીને સેલ્ફી લઈ શકો છો.

Image Source

ડોગરા આર્ટ મ્યુઝિયમ – આ અહીંનું એક અનમોલ મ્યુઝિયમ છે અને કહેવાય છે કે તેમાં 800થી વધુ સુંદર ચિત્રો હાજર છે. એવું કહેવાય છે કે અહીં રહેલા તીર અને કમાનના ચિત્રો મુગલ કાળના છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team

1 thought on “શું તમે ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો??? તો જમ્મુ તવીમાં આવેલા આ પ્રવાસી સ્થળોની મુલાકાત ચોક્કસ લો”

Leave a Comment