‘રબ ને બનાદી જોડી’ : જુઓ પ્રિયંકા-નિક ના લગ્ન ના ફ્રેશ ફોટોસ ફક્ત ગુજરાતી પર😍😍

બોલીવડની દેશી ગર્લ હવે સિંગલ નથી રહી. પ્રિયંકા હાલમાંજ નિક જોનાસ સાથે લગ્ન ના પવિત્ર બંધનમાં બંધાઈ છે. બંને ના લગ્ન બે અલગ-અલગ રિવાજોથી થયા હતા. ૧ ડિસેમ્બરના રોજ પ્રિયંકાએ કેથલિક એટલે કે ક્રીસ્તી રિવાજોથી લગ્ન કર્યા હતા. અને ૨ ડિસેમ્બરના રોજ પ્રિયંકાએ હિન્દૂ ધર્મ થી લગ્ન કર્યા.લગ્નના બધાજ ફન્કશન જોધપુર માં આવેલ ઉમેદ ભવન માં યોજાયા હતા.

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ પાંચ દિવસના ભવ્ય લગ્ન સમારંભ પછી આજે જોધપુર છોડી દિલ્હી જવા નીકળ્યા હતા. આ સમયે ઉમેદભવન બહાર બંને સાથે ક્લિક થયા હતા.

હાલ નિક અને પ્રિયંકા બંને ની ફેમિલી દિલ્લી આવી ગઈ છે. આજે બંને ના લગ્નનું રિસેપશન યોજવાનું છે. હિન્દૂ વેડિંગ અને કેથલિક વેડિંગ ના ફોટોસ ઝડપી થી ફેલાઈ રહ્યા છે.

કેથલિક લગ્ન ની વાત કરીએ તો સામે આવી આ તસ્વીરોમાં પ્રિયંકા વ્હાઇટ ગાઊન માં નજર આવે છે. વ્હાઇટ ગાઊન માં પ્રિયંકા ની ખુબસુરતી જોઈને તમે પણ સ્તબ્ધ થઇ જશો.

તો બીજી બાજુ નિક જોનાસ બ્લેક કલર ના ટક્સીડો માં નજર પડે છે. જેમાં તેઓ ખુબજ હેન્ડસમ લાગી રહ્યા છે. જોધપુરના ઉમેદ ભવન માં યોજાયેલ આ વેડિંગ માં પ્રિયંકાએ તેની મમ્મી મધુ ચોપરા સાથે એન્ટ્રી કરી હતી.

પ્રિયંકાએ પૂર્યો સેંથો

પ્રિયંકાએ ગ્રીન સાડી અને ચૂડો પહેર્યો હતો. આ સાથે તેણે માંગમાં સિંદૂર પણ પહેર્યું હતું. નિક જોનાસ દર વખતની જેમ ફોર્મલ કપડામાં જોવા મળ્યો હતો.

18 ફૂટની કેકઃ

ઉમેદ ભવનમાં ધામધૂમથી પ્રિયંકા નિકના લગ્ન થયા હતા. મહેમાનો માટે 200થી વધારે લોકોને ખડેપગે તૈનાત રખાયા હતા. લગ્નમાં મહેમાનોનું સ્વાગત સ્વાદિષ્ટ વ્યંજનોથી કરવાની જવાબદારી તાજ હોટેલે 50 શેફના માથે મૂકી હતી. કુવૈતથી આવેલા નિકના પર્સનલ શેફે દુલ્હા-દુલ્હનની વેડિંગ માટે 18 ફીટની કેક તૈયાર કરી હતી.

મારવાડી ડિશ પણ શીખ્યોઃ

નિકનો પર્સનલ શેફ એક દિવસ પહેલા આખા શહેરમાં ફર્યો હતો અને ત્યાંના મસાલા અને ટ્રેડિશનલ ફૂડ અંગે તેણે જાણકારી મેળવી હતી. નિકનો શેફ જોધપુરના ફેમસ પંજાબી ચિકન કોર્નરમાં પણ ગયો હતો. ત્યાં તેણે મારવાડના મસાલેદાર ભોજન અને નોનવેજ વેરાયટી વિષે જાણકારી મેળવી હતી.

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Fakt Gujarati. If you are new here, welcome to Fakt Gujarati!

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર..નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

AUTHOR : ADITI NANDARGI

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *