ગ્રામીણ વિસ્તારમાં મહિલાઓ ને કેન્સરથી જાગૃત કરવા ડોકટરોએ ભર્યું આ પગલું જાણો તેનું કારણ

દેશભરમાં મહિલાઓથી જોડાયેલા કેન્સરને લઈ તેને જાગૃત કરવાથી લઈ આરોગ્ય સંસ્થા ખુબ જ તેજીથી તેના પગલા આગળ ધપાવી રહી છે. સંસ્થાના સહ અધ્યાપકો ડોક્ટર ધ્રુવ કક્કડ અને ડોક્ટર અબીલ સલામ એ તો આ પહેલ માટે તેની નોકરી પણ છોડી દીધી.

આરોગ્ય ફાઉન્ડેશન આજે દેશભરમાં મહિલાઓથી જોડાયેલા કેન્સર વિશે જાગૃતતા ફેલાવી રહી છે. ફાઉન્ડેશનની સ્થાપના ડોક્ટર ધ્રુવ કક્કડ અને ડોક્ટર પ્રીયાંજલિ દત્તાએ કરી. ફાઉન્ડેશનના સહ સંસ્થાપક ડો. સબીલ સલામ પણ સક્રિય રીતે તેની સેવાઓ આપતા રહ્યા.

ફાઉન્ડેશન ની સહ સંસ્થાપક પ્રીયાંજલિ દત્તા કહે છે કે –

દેશમાં કેન્સરના ઈલાજ માટે ખુબ જ સારી હોસ્પિટલ મોજુદ છે પરંતુ પ્રાથમિક સ્તર પર આ બીમારીની જાણ મેળવવા અને તેની રોકથામ માટે જાગૃતતા ફેલાવવાવાળું કોઈ નથી.

છોડી દીધી સરકારી નોકરી –

કેન્સર જેવી બીમારીને લઈને તેના વિચારો વિશે વાત કરતા ડો. ધ્રુવ કક્કડ જણાવે છે કે,

“મારી દાદીને પણ બ્લડ કેન્સર હતું. કેન્સરના ઈલાજ દરમ્યાન દવાઓએ દાદીના શરીર પર ખરાબ અસર કરી, જેના લીધે દાદીની મૃત્યુ થઈ ગઈ. ”

ડો. ધ્રુવ આ ફાઉન્ડેશનમાં જોડાયા પહેલા સરકારી સંસ્થા ઈએસઆઈ માં કામ કરતા, જ્યાં તેની મુલાકાત ડો. પ્રીયાંજલિ દત્તા સાથે થઈ. ત્યારબાદ ડો. ધ્રુવ અને ડો. પ્રીયાંજલિ સાથે મળી ફાઉન્ડેશન ના બેનર લઈ ગ્રામીણ વિસ્તારમાં જઈ મહિલાઓને કેન્સર પ્રત્યે જાગૃત કરવાની પહેલ કરી.

કેન્સર સ્ક્રીનીંગની થઈ શરૂઆત

કેન્સર સ્ક્રીનીંગની શરૂઆત ૨૦૧૭ માં થઈ, જેના દ્વારા મહિલાઓ ને જાતે જાગૃત કરી શકાય. તેના દ્વારા મહિલાઓ ને કેન્સરથી જોડાયેલી તમામ માહિતીઓ આપવામાં આવી. જેથી મહિલાઓને આ બીમારીના શરુવાતી લક્ષણો વિષે જાતે જ ખબર પડી શકે.

એકસાથે ૧૫ હજાર મહિલાઓનું પરીક્ષણ

ડો. ધ્રુવ જણાવે છે કે આવતા વર્ષે બક્સરમાં એક મોટા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કેન્દ્ર સરકાર તરફથી ફાઉન્ડેશનને સહયોગ મળશે. આ કેમ્પમાં લગભગ ૧૫ હજાર મહિલાઓ નું પરીક્ષણ કરવામાં આવશે.

ડો. ધ્રુવ જણાવે છે કે,
“મહિલાઓની તપાસ પછી, જો અમને કેન્સરના લક્ષણો મળે, તો અમે તેમને હોસ્પિટલમાં સંદર્ભિત કરીએ છીએ, જ્યાં મહિલાઓને પણ સારવાર માટે મુક્તિ મળે છે અને તેનાથી સારવારનો ખર્ચ પણ ઓછો થાય છે. ”

ભવિષ્યની યોજનાઓ

આરોગ્ય ફાઉન્ડેશન હવે આશા બહુ અને એએનએમઓને ટ્રેનીંગ આપવાનું કામ કરી રહ્યા છે, જેનાથી તેને મોટા પાયે આગળ વધારી શકાય.આરોગ્ય ફાઉન્ડેશન દેશના અનેક રાજ્યોમાં આ શિબિરોનું આયોજન કરી રહ્યું છે. આ ફાઉન્ડેશનનું મેઘાલય, બિહાર, દિલ્હી એનસીઆર, હરિયાણા, ઉત્તર પ્રદેશ, પંજાબ અને પશ્ચિમ બંગાળમાં શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

ડો. ધ્રુવ આગળ જણાવે છે કે,
“સારવાર માત્ર સારા સ્વાસ્થ્ય માટે જ જરૂરી નથી, રોકથામ પ્રત્યે જાગૃત રહીને પણ વધુ સારું સ્વાસ્થ્ય બનાવી શકાય. આ રોગથી બચી શકાય છે અને જો કોઈ તેનાથી મરી જાય છે તો તે દુર્ઘટના જેવું છે. ”

આગામી 5 વર્ષ માટેની યોજના અંગે વાત કરતાં ડો.પ્રિયાંજલી કહે છે, અમે આગામી 5 વર્ષમાં આ પહેલને દક્ષીણ-પૂર્વી એશિયા સુધી લઈ જવા માંગીએ છીએ. અમે એક બિન-લાભકારી આરોગ્ય-ટેક ઇન્સ્ટિટ્યૂટની જેમ આગળ વધવા જઈ રહ્યા છીએ. અત્યાર સુધી અમે 51 હજાર દર્દીઓ સાથે કામ કર્યું છે. અમે અમારી પહોંચ વધારવા માટે વધુને વધુ સંસ્થાઓ સાથે ભાગીદારી કરી આગળ વધી રહ્યા છીએ.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *