બજાર જેવી જ વેજીટેબલ ફ્રેન્કી ઘરે બનાવવા માટે નોંધી લો આ સરળ રેસીપી…

Image Source

મિત્રો, હાલ કોરોના ના કારણે લોકો બહાર ખાવાપીવામા ખુબ જ વિશેષ સાવચેતી રાખો છો પરંતુ, તમે તેના કારણે તમારી મનપસંદ ચીજવસ્તુઓ ખાઈ શકતા નથી. આજે આ લેખમા અમે તમારા માટે એક વિશેષ વાનગી ની રેસીપી લાવ્યા છીએ, જે નાણા બાળકો ને પણ ખુબ જ પસંદ પડશે. આ વાનગી છે વેજીટેબલ ફ્રેન્કી. તો ચાલો જાણીએ તેના વિશે.

આવશ્યક સાધન-સામગ્રી :

લોટ તૈયાર કરવા માટે :

  • ઘઉં નો લોટ : ૧ કપ
  • મૈદા : ૧ કપ
  • તેલ : ૨ ચમચી
  • મીઠુ : ૨ ચમચી
  • દેશી ઘી : ૨-૩ ચમચી

સ્ટફિંગ માટે :

  • ટામેટા : ૧ નંગ
  • કેપ્સિકમ : ૧ નંગ
  • પનીર: ૨૦૦ ગ્રામ
  • કોબી : ૧ કપ
  • વટાણા: ૧ કપ
  • તેલ: ૨ ચમચી
  • જીરુ : અડધો ચમચી
  • હીંગ : એક ચપટી
  • હળદર પાવડર : ૧/૪ ચમચી
  • ધાણા પાવડર : ૧ ચમચી
  • લીલા મરચા : ૨ નંગ
  • આદુ : ૧ નંગ
  • લીલા ધાણા : બે ચમચી
  • લાલ મરચુ પાવડર : એક નાની ચમચી
  • નમક : સ્વાદ મુજબ 

પદ્ધતિ :

સૌથી પહેલા એક મોટા વાસણમા મેંદા નો લોટ અને ઘઉંનો લોટ કાઢો. ત્યારબાદ તેમા મીઠુ અને તેલ ઉમેરો. ત્યારબાદ તેને બરાબર મિક્સ કરો. ત્યારબાદ થોડુ પાણી ઉમેરીને નરમ કણક તૈયાર કરો. ત્યારબાદ આ કણક તૈયાર થઇ જાય એટલે તેને ૨૦ મિનીટ માટે ઢાંકીને સાઈડમાં રાખી દો અને સ્ટફિંગ તૈયાર કરી લો.

એક કડાઈમા અડધી ચમચી તેલ ઉમેરી અને તેને ગરમ કરો. તેલ ગરમ થાય એટલે વટાણા ઉમેરો. ત્યારબાદ થોડુ નરમ થાય ત્યા સુધી વટાણા ને ૨ મિનિટ તળી લો અને ત્યારબાદ આ બાફેલા શેકેલા વટાણા ને એક બાઉલમા કાઢી લો. ત્યારબાદ તેલમા કોબી અને કેપ્સિકમ ૧-૨ મિનિટ માટે હલાવો અને ફ્રાય કરી નાખો. તેને ત્યા સુધી ફ્રાય કરો કે જ્યા સુધી તે થોડુ નરમ ના થાય. 

ત્યારબાદ તેમા જીરું અને હીંગ નાંખી હળદર પાવડર તથા કોથમીર ઉમેરો. ત્યારબાદ તેમા ટામેટા , લીલા મરચા , આદુ અને લાલ મરચુ ઉમેરો અને ચમચીથી બરાબર હલાવતા ટામેટા રાંધો કે જ્યા સુધી તે મેશ ના થાય. ત્યારબાદ તેમા  ચીઝ અને શેકેલા શાકભાજી ઉમેરો અને બરાબર મિક્સ કરી લો અને સારી રીતે રંધાઈ જાય ત્યા સુધી હલાવો. ત્યારબાદ તેમા લીલા ધાણા ઉમેરો અને તેને મિક્સ કરી લો તો હવે સ્ટફિંગ તૈયાર છે.

હવે રોટલી બનાવી લો.  તવા ને ગેસ પર ગરમ થવા માટે મુકો. હવે આ તવા પર રોટલી શેકી લો. ત્યારબાદ રોટલી ઉપર ઘી લગાવી લો. જો તમે ઈચ્છો તો રોટલી ની જગ્યાએ પરોઠા પણ બનાવી શકો છો. હવે ફ્રેન્કી બનાવવા માટે રોટલી અથવા પરાઠા એક પ્લેટમા મૂકો. ત્યારબાદ તમને જે ગમે તે ચટણી આ રોટલી પર ઉમેરો અને ત્યારબાદ ૨-૩ ચમચી સ્ટફિંગ આ રોટલીમા ઉમેરી તેને ગોળ વાળી લો અને બાળકો ને ડીશમા સર્વ કરો. તો તૈયાર છે તમારી સ્વાદિષ્ટ વેજીટેબલ ફ્રેન્કી.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *