3 વર્ષથી કાપ્યા નથી નખ : આજે પગ થી કીબોર્ડ ટાઇપ કરે છે.

તમે તમારા નખને કાપતા પહેલા કેટલા લાંબા થવા દો છો ? આપણે ઘણાય લોકો નખ ને વધારે વધવા દેતા નથી કારણકે આનાથી દૈનિક જીવન માં ઘણી બધી અસુવીધા થાય છે.પરંતુ જર્મની ની આ યુવતીએ છેલ્લા કેટલા સમય થી પોતાના નખ કાપ્યા નથી પણ વધાર્યા છે.

૧૬ વર્ષની સિમોન ટેલરે પોતાના ૬ ઇંચ લાંબા નખને 3 વર્ષ પહેલા ઓગસ્ટ ૨૦૧૫ થી કાપવાના છોડી દીધા હતા બસ ત્યારથી તે પોતાના નખ વધારતી આવી છે.

તેમને જણાવ્યું કે,”નખ ન કાપવાથી મને ઘણી અસુવિધાઓ નો સામનો કરવો પડ્યો હતો જેમકે હું એક પેન પણ સરખી રીતે પકડી નથી સકતી અને હાથ ના બદલે પગથી કીબોર્ડ પર ટાઇપ કરું છુ, તો પણ મને નખ કાપવા નથી.” તેમને સ્નાન કરતી વખતે પોતાના નખ વાળ માં ફસાવાથી બચવા માટે સાવધાન રેહવું પડે છે અને પોતાના વધેલા નખ ના કારને સ્કુલ માં ઘણી રમતો રમી શક્તિ નથી.

એક વાર જયારે તેમનો એક નખ તૂટી ગયો હતો ત્યારે તે ખુબ રડી હતી, ” હું અને મારી એક મિત્ર ગેટ ચડતા હતા જે ફસાઈ ગયો હતો, અને જેમ મીન ત્યાંથી કુદકો માર્યો તો મારા હાથની વહલી આંગળી ફસાઈ ગઈ અને મારો નખ તૂટી ગયો. તેમને પોતાની એ સમયની ભાવનાઓ ને વ્યક્ત કરતા કહ્યું કે,” હું તો રોવા મંડી હતી અને જોર જોર થી બુમો પાડતી રહી, કઈ પણ તૂટી જાત તો ચાલત પણ નખ નહિ.”

Image result for simone christina

નકારાત્મક ટીપ્પણીઓ ને ઇગ્નોર કરી એ જણાવે છે કે,” મને આશા છે કે હું ખાલી નખ વધારવા માટે નહી પણ પોતાના હ્રદયની લાગણી ને ઓળખવા માટે પણ પ્રેરિત કરું છુ, ભલે તે કોઈને પસંદ હોય કે નઈ. લોકો થી લગ થવું કે લોકો થી અલગ રીતે જીવન જીવવ માં કોઈ શરમ નથી. ભીન્નતા જીવન ને રોચક બનાવે છે.”

આવા અદ્ભુત આર્ટીકલસ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો થતા સગા સંબંધિઓ સાથે શેર કરો..

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે”

AUTHOR : ADITI NANDARGI

Leave a Comment