ગુજરાતના ૯૫ વર્ષ જૂના વલસાડ રેલ્વે સ્ટેશનને વિદેશી ટચ આપવામાં આવ્યો..

ભારતીય રેલ્વે વિભાગ કામ સારું કરે છે પણ ક્યારેક કામ કરવાની ઢીલી નીતિ તંત્રને નુકસાન પહોંચાડે છે. અત્યારે સુધી ઘણા એવા સ્ટેશન હતા; જેને કોઈ ઓળખતા ન હતા અને એ સ્ટેશન પર લોકો જવા પણ ઇચ્છતા ન હતા. એ પાછળનું કારણ એ હતું કે મુસાફરોને જોઈતા મુજબની પ્રાથમિક જરૂરિયાતનો અભાવ હતો. પણ હવે રેલ્વે વિભાગની કામગીરી સુધરી છે. અને રેલ્વે સ્ટેશન પણ સુંદર મજાના નવા રંગરૂપ લઇ રહ્યા છે. તેનું એક જ ઉદારહણ કાફી છે – ‘ગુજરાતનું વલસાડ રેલ્વે સ્ટેશન.

ભારતીય રેલ્વેએ ગુજરાતના વલસાડ રેલવે સ્ટેશનનું પુનર્નિર્માણ કર્યું અને સ્ટેશનને અતિ સુંદર બનાવ્યું. તમે તસવીરમાં જોઈ શકો છો કે, વલસાડ રેલ્વે સ્ટેશનની સ્થિતિ કેટલી આબેહુબ કરી દેવામાં આવી છે. અહીં આવવા પર યુરોપ આવ્યાનો અનુભવ થાય છે.

પશ્ચિમ રેલ્વેના ડીપાર્ટમેન્ટમાં આવતું ૯૫ વર્ષ જુનું એવું ગુજરાતનું વલસાડ રેલ્વે સ્ટેશનને નવી છબીમાં બનાવી દેવામાં આવ્યું છે. આધુનિક સુવિધાથી સજ્જ આ રેલ્વે સ્ટેશન મુસાફરો માટે આરામદાયક રહેશે. કારણ કે, અહીં જરૂરી એવી તમામ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

રેલ્વે સ્ટેશનના પુનઃનિર્માણની યોજના હેઠળ આ પ્રોજેક્ટને પૂર્ણ કરીને વલસાડ રેલ્વે સ્ટેશનને સુંદરતા આપવામાં આવી છે. આ સ્ટેશનમાં લાંબા સમય સુધી સુવિધાનો અભાવ રહ્યો પણ અત્યારે યાત્રીઓને જરૂર પડતી એવી તમામ સુવિધા અહીં વ્યવસ્થિતપણે સુસજ્જ કરવામાં આવી છે, જેના કારણે યાત્રીઓની સંખ્યામાં પણ વધારો થયો છે.

સૌપ્રથમની જરૂરિયાતમાં – ટીકીટ માટે જે લાંબી કતારોમાં ઉભું રહેવું પડતું તે સુવિધાને અપગ્રેડ કરવામાં આવી, ત્યારબાદ અહીં વેઈટીંગ રૂમની પણ સારી સુવિધા ન હતી, જે હવે સગવડતાઓ સાથે સુધારી દેવામાં આવી છે.

એક શતાબ્દી જેવા જૂના આ સ્ટેશનના બ્યુટીફીકેશનના કાર્યક્રમોથી લોકોમાં પણ આનંદની અનુભૂતિનો અહેસાસ થાય છે. કારણ કે, સુરત-વલસાડના સ્ટેશન પરથી ઘણા એવા મુસાફરો છે જે દરરોજ નિયમિતપણે આ સ્ટેશનનો આવન-જાવન માટે ઉપયોગ કરે છે. હવે એ મુસાફરોને ઓછી તકલીફ થશે અને આરામથી તેની મુસાફરીનો લાભ લઇ શકશે.

સ્ટેશનના બહારના ભાગમાં પર સુંદરતા આપતું લોકેશન બનાવવામાં આવ્યું છે. પેઈન્ટ્સથી આખા સ્ટેશનને નવી ડીઝાઇનમાં આપવામાં આવી છે, તદ્દઉપરાંત વેઈટીંગ હોલ પણ સારો બનાવ્યો છે. એમ, જરૂરી એવી તમામ સુવિધા અહીં ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આવનારા સમયમાં રેલ્વે સ્ટેશનના બ્યુટીફીકેશનની યોજના હેઠળ અન્ય ઘણા રેલ્વે સ્ટેશનને સુંદર બનાવી અતિ મોર્ડન ફેસીલીટી મુસાફરોને મળે એવું આયોજન કરવામાં આવશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *