વેલેન્ટાઇન ડે સ્પે. : ભલે હોય દેશ-વિદેશના સંબંધ પણ પ્રેમીને મળવા જાવ ત્યારે આ ટીપ્સ યાદ રાખીને જજો એટલે બધું સેટ થઇ જશે..

શું તમારૂ નામ પણ પ્રેમીઓની યાદીમાં જોડાયેલ છે? તમે પણ કોઈને પ્રેમ કરો છો? તમે કોઈને પ્રેમ કરતા હોય તો રાહ શા ની જુઓ છો? ફેબ્રુઆરી મહિનાની ૧૪ તારીખે કરી નાખો તમારા પ્રેમને જાહેર. આ વેલેન્ટાઇન ડે તમારા માટે બેસ્ટ ઓપ્શન છે કે, તે દિવસે તમારા પ્રેમની જાણ સામેના વ્યક્તિને કરી શકો છો. એમ, બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ પહેલી વખતના ડેટથી ઘણા ઉત્સાહિત હોય છે. કેવો અનુભવ હશે? બધું કેવું રહેશે? આવા પ્રશ્નો મનમાં મૂંઝવણ કરતા હોય છે. એ મૂંઝવણમાં અમુક વ્યક્તિની જિંદગીમાં સંબંધનો ધ એન્ડ આવતા વાર નથી લાગતી.

તો યાદ રાખો નીચેના પેરેગ્રાફમાં જણાવેલી સાવધાની વિશે. જેનાથી તમને ઘણો ફાયદો થશે. પહેલીવાર ડેટ પર જતી વખતે અથવા પ્રેમીને મળવા જાવ ત્યારે, પાર્ટનર સાથેની એક મુલાકાત કાયમી સંભારણું બની જાય એ રીતે મળવું જોઈએ. અમુક લોકોને એવું પણ બને છે પહેલી મુલાકાત આખરી મુલાકાત બની જાય છે. તો ધ્યાનથી વાંચો નીચેની ટીપ્સને, જે સ્પેશિયલ તમારી જાણકારી માટે જ લખી છે.

(૧) નેગેટીવ વાતો અને નાખુશ ચહેરો :

તમારા પ્રેમીને જયારે મળો ત્યારે પોઝીટીવ ઉર્જાથી મળો. એવું ન દર્શાવો કે તમે દુનિયાની સૌથી મોટી તકલીફમાં છો. જીવન છે તો તકલીફ થોડે ઘણે અંશે રહેવાની જ. પરિસ્થિતિને બહુ ગંભીર રીતે ન વર્ણવો, જેનાથી સામેવાળાનો મૂડ પણ ઓફ થઇ જાય. નેગેટીવ વાતો કોઇપણ વ્યક્તિને વધુ પસંદ આવતી નથી. છોકરીઓને જ નહીં પણ આ વાત છોકરાઓને પણ યાદ રાખવી જરૂર છે.

પહેલી વખત ડેટ પર ગયા હોય કે પ્રેમીને મળ્યા હોય ત્યારે બિનજરૂરી વાતો કરીને ટાઈમને વેસ્ટ ન કરો. એકબીજામાં ધ્યાન આપો. એકબીજા સાથે લાઈફને શેયર કરો.

(૨) ડેટ પર જાવ અથવા તમારા પ્રેમીને માળો ત્યારે આટલી વાતોનું અવશ્ય ધ્યાન રાખવું :

– પહેલી વખત ડેટ પર જવાના હોય અથવા તમારા પ્રેમી સાથે મળવાના હોય ત્યારે વધુ પોલીટીક્સ અથવા ધર્મ-જાતિના પ્રશ્નોની વધુ વાત કરવાનું ટાળો.

– કદાચ તમે ફોરવર્ડ માઈન્ડના હોય તો વધુ વિચારને ઓપન કરીને વધારે બોલતું રહેવું પણ ન જોઈએ. જેનાથી બીજીવાર મળવાની મીટીંગ કેન્સલ પણ થઇ શકે છે.

– પહેલી વખત મળવાના છો તો વધુ આકર્ષક દેખાવાના ચક્કરમાં ન પડો. શક્ય તેટલા નેચરલ રહેવાનો પ્રયત્ન કરો. જેટલા નેચરલ રહેશો તેટલી ખુલ્લીને વાત કરી શકશો.

– મનમાં એક પ્રકારનો ડર લઈને પ્રેમીને મળશો તો બની શકે તમે ખુલ્લીને તેની સાથે સમય ન વિતાવી શકો. તો ખુલ્લેથી વિના ડરે પ્રેમીની આંખોમાં આંખ પરોવીને અને હાથ પર હાથ રાખીને સમય વિતાવો.

– પહેલી વખત ડેટ પર જાવ ત્યારે લગ્નવિષય પર વધુ ચર્ચા ન કરો. બની શકે પ્રેમમાં સમય પસાર થતો જાય તેમ સંજોગો અને પરિસ્થિતિ અલગ પણ હોય.

– આજના સમયમાં કોઇપણ છોકરો કે છોકરીનો પાસ્ટ હોય છે એ એક સામાન્ય વાત છે. પણ થોડીક ચર્ચા એ વિશે સામસામે બેસીને પણ કરી લો જેનાથી મગજમાં સેટ થયેલી અમુક પ્રકારની ગેરસમજણને પણ દૂર કરી શકાય છે.

– એમ, આ વાતમાં પહેલા બંને વચ્ચેનું વાતાવરણ અનુકુળ છે કે નહીં એ જાણી લો. અમુક વ્યક્તિ પોતાના એક્સ વિશે વાત કરવાનું ટાળતા હોય છે.

– પાર્ટનર સાથે હોય ત્યારે ફોનમાં કે અન્ય કોઈ વ્યક્તિ સાથે ગુસ્સાથી કે ઘમંડથી વાત કરવાનું ટાળો. જે પ્રેમીના મનમાં ઊંડી વિરોધાભાસ છાપ ઉભી કરે છે.

(૩) સેક્સ અને પ્રેમમાં તફાવત છે :

તમારા પ્રેમીને અનહદ પ્રેમ કરતા હોય તો તેમાં સેક્સને સામેલ કરી શકાય છે. પણ જે વ્યક્તિ માત્ર સેક્સ અને શરીરના આનંદ માટે જ સંબંધ રાખે છે તેમાં પ્રેમ શોધવો મુશ્કેલ છે. એટલે પહેલી વખતની મુલાકાત એ સેક્સ માટેની પરવાનગી છે એવું ન સમજવું.

સેક્સ અને પ્રેમ વચ્ચેની શુધ્ધતા જાળવો. તમને ખુદને પણ પ્રેમમાં આનંદ મળશે, શુધ્ધતાનો અહેસાસ થશે. નિ:સ્વાર્થ પ્રેમ કરો, તમને પણ સ્વાર્થરહિત પ્રેમ મળશે. જેની શરૂઆત સૌપ્રથમ ખુદની જાતથી કરવી જોઈએ.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohil

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *