બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ માટે વેલેન્ટાઈન ડે લવ ટિપ્સ – તમારા વેલેન્ટાઇન ડે ને કંઈક આ રીતે ખાસ બનાવો

જાન્યુઆરીના ભયંકર શિયાળાના દિવસો પછી ફેબ્રુઆરીના ગુલાબી શિયાળામાં દરેક હદય ઝૂમી ઉઠે છે. વાતાવરણના દરેક પાસામાં તડકો તાજગી ભરે છે. પરંતુ હાલના દિવસોમાં ફેબ્રુઆરી ફક્ત ઉજવણીનો મહિનો જ નથી. આ મહિનાની ખાસ રાહ વેલેન્ટાઈન ડે માટે પણ જોવાય છે. દરેક આ દિવસ માટે કંઈક ખાસ સપના જુએ છે. જે પ્રેમમાં છે, તે પણ આ દિવસની રાહ જુએ છે. અને જેઓ વ્યક્ત કરવા માંગે છે, તેઓ તો આ દિવસ માટે ઉત્સુક અને નિરાશ રહે જ છે. આ પ્રેમ ભર્યા દિવસની લોકપ્રિયતા એટલી હદે વધી ગઈ છે કે, કંપનીઓ આ પ્રેમની ઉજવણી કરવા માટે ઘણા મહિના પહેલા જ સક્રિય થઈ જાય છે. તેથી હવે આ દિવસ ફક્ત પ્રેમીઓ જ નહીં, ગિફ્ટ શોપના માલિકો અને ફુલવાળાઓ માટે પણ મહત્વપૂર્ણ બની ગયો છે અને યુવાનોના માતા-પિતા માટે પણ. આ બધાને કારણે, ઘણા રાજકીય પક્ષોની સાંસ્કૃતિક શાખાઓ સક્રિય કરવા માટે પણ તે મહત્વપૂર્ણ બન્યું છે. આ દિવસ પોલીસકર્મીઓને વધારાની આવક મેળવવાનું એક માધ્યમ છે અને બીજું પણ ન જાણે શું શું ? એટલે કે एक अनार के सौ बीमार। જ્યારે આવું થાય છે ત્યારે એક સારો દિવસ ખરાબ થતાં વાર લાગતી નથી. આ દિવસ સાથે બાંધેલી આશાઓ પણ તેની મજા ખરાબ કરવાનું કારણ બની જાય છે. તેથી વેલેન્ટાઇન્સ ડે આવે, ત્યારે તેને પ્રેમનો યાદગાર દિવસ બનાવવામાં કોઈ કસર છોડશો નહીં.

Image Source

કોઈ ચિંતા નહીં, ફક્ત પ્રેમ….

વેલેન્ટાઇન્સ ડે ની એક મુખ્ય આડઅસર ચિંતા છે. આ દિવસે ઘણા પ્રકારની ચિંતા હોય છે. ક્યારેક ક્યારેક તો મહિના અગાઉ ચિંતા રહે છે. ચિંતા ના પ્રકાર પોતાની પરિસ્થિતિ મુજબ જુદા હોઈ શકે છે. જેમ કે, ભેટ શું આપવી? બજેટની ચિંતા, જો ભેટ ફરીને આવી ગયા, તો પછી આપવી કેમ, તેની ચિંતા. એકરારનો સ્વીકાર થશે કે નહીં તેની ચિંતા, મારાથી વ્યક્ત થઈ શકશે કે નહીં, તેની પણ ચિંતા થાય છે? આ દિવસે બધી જ ચિંતા ને ભૂલી જાઓ, વ્યવસ્થા થાય તો ઠીક છે, નહીંતર પ્રેમ માટેનો દરેક દિવસ હોય જ છે. અને જેવો પ્રેમ કરે છે, તેઓ એકબીજાની મુશ્કેલીઓ ન સમજે, તો પ્રેમ કેવો?

નકારાત્મકતાથી દૂર રહો…

ઘણા લોકો દિલજલેપન ને લીધે આ સુંદર દિવસને ‘ડાઉટ ડે’ માં બદલી દે છે. ફોન કે ઇ-મેઇલ મા કોનો મેસેજ આવ્યો છે? પતિ અને પત્નીની સહેલગાહ વિશે શંકા, માતા પિતાનું દીકરીનું તૈયાર થઈને બહાર નીકળવા પર શંકા, આ નકારાત્મક ભાવનાઓથી આ દિવસે દૂર રહેવું. આ દિવસે મનમાં શંકાના દોષો ન ઉત્પન્ન કરો. આજે મનમાં ફક્ત પ્રેમને જ સ્થાન આપો. માતા-પિતાને તમારી સહેલગાહની વિગતો આપીને નીકળો, જેથી મનમાં કોઈ ભાર ન રહે અને હદય હળવું અને ખુશ રહે.

તમારા હૃદયને ખુશ રાખો…

આ દિવસ એવો છે કે જો પ્રેમ ની ભેટ મળે તો ઠીક છે, નહીંતર દિવસ “સેડ ડે” માં બદલતા લાંબો સમય લાગતો નથી. કેટલાક પ્રેમીઓ આ પીડાથી દૂર રહેવા માટે આ અગ્નિમાં કૂદતાં જ નથી તેથી ટગર ટગર બીજાના હાથમાં રહેલા ગુલાબને જોતા રહે છે. મનમાં કચાશ રહી જાય છે કે કદાચ કોઈ આપણને પણ આપણી કોઈ આશા વગર એક ગુલાબનો હકદાર માની લે. પરંતુ જો આ વખતે વેલેન્ટાઇન મળ્યો, તો પછીના સમય માટે આશા કેમ છોડી દેવી? આમ પણ ખુશ હદયની આભા ચેહરા પર પણ દેખાય છે. ઉદાસી ચહેરાને ઝાંખો કરી દે છે. જો તમારો સાથી આ દિવસને યાદ ન રાખી શક્યો, તો તમે જ પહેલ કરી દો. એકબીજાને હસાવો, જેથી હદય હળવું પણ થઈ જાય અને વ્યક્ત પણ.

મનને પાંખો લગાવો…

આ દિવસે સંકોચ કરનારાઓની પણ અછત હોતી નથી. સામાન્ય રીતે વૃદ્ધ યુગલોને વેલેન્ટાઇન્સ ડે જેવા દિવસો વ્યર્થ આયોજન લાગે છે. સંકોચ પણ થાય છે કે, આ વયે જો વેલેન્ટાઇન્સ ડે ઉજવ્યો, તો બાળકો શું વિચારશે? એટલે કે અત્યાર સુધી ન બદલ્યા, તે આ દિવસ માટે શું બદલશે. પરંતુ જેની સાથે વર્ષો વિતાવવાનો નિર્ણય કર્યો છે અને ઘણા વર્ષોના ઉતાર-ચઢાવ એકસાથે જોયા છે તેમને સવાર સવારમાં એક ગુલાબ આપવામાં શાનો સંકોચ અને કોની મંજૂરી લેવી? આ દિવસે એક ગુલાબ તમારા સંબંધને ફરીથી પાંખો લગાવી દેશે.

હદય જુઓ, પૈસાને નહીં…

વેલેન્ટાઇન્સ ડે અને ખિસ્સા વચ્ચે એક અતૂટ સંબંધ છે. આ દિવસે ફૂલોના ભાવ પણ વધી જાય છે. ફક્ત ફૂલો પર પૈસા ખર્ચ કરવા એ મૂર્ખતા લાગે છે, અને આવું ન કરીએ, તો તમારો પ્રેમ વ્યક્ત કરવાની સ્પર્ધામાં પાછળ રહી ગયો હોય તેવું લાગે છે. પરંતુ પ્રેમમાં પૈસા શું જોવા. ફક્ત એક ફૂલની જ જરૂર હોય છે આ દિવસને રોમેન્ટિક બનાવવા માટે. અને હા, યાદ રાખો કે આ દિવસે ઘરની બહાર ઘણા એવા લોકો પણ મળશે, જે તમારા પ્રેમને સમજશે નહીં અને તેનો આદર પણ કરશે નહીં. તેથી બહાર ઉજવણી કરો તો સમજદારી સાથે કરવી.

સંબંધોમાં પ્રેમના રંગો ભરો…

તમારી ભાવનાઓ અને લાગણીઓને વ્યક્ત કરવા માટે ફક્ત એક દિવસ પુરતો નથી, પરંતુ કોઈ ખાસ દિવસના બહાને આપણે એકબીજાની નજીક આવવાની તક શોધી જ લઈએ છીએ. મધર્સ ડે, ફાધર્સ ડે ની જેમ વેલેન્ટાઇન્સ ડે પણ પ્રેમ કરનારાઓ માટે ખાસ દિવસ બની જાય છે. આ દિવસે પ્રેમી અને પ્રેમિકા વચ્ચેનો પ્રેમ ગાઢ બને છે. દરેક પોતાની રીતે પ્રેમમાં વધારે મીઠાશ મેળવવાનો પ્રયત્ન કરે છે. વધુમાં પ્રેમના આ દિવસને ખાસ બનાવવા માટે હવે બજાર પણ પાછળ રહ્યું નથી. મોંઘી મોંઘી ભેટો અને થીમ પાર્ટી ની મદદથી પ્રેમી યુગલોને આકર્ષવાનો પ્રયત્ન થાય છે. ચાલો, સારું! જીવનમાં રંગો ભરવા માટે આવી ઉજવણીઓ થતી રહેવી જોઈએ, પરંતુ આ સુંદર લાગણી ને એક દિવસમાં બાંધીને ન જોવી. એવું કહેવામાં આવે છે કે પ્રેમનો રંગ જેટલો ઉડે છે તેનો રંગ પણ એટલો વધારે ફેલાય છે. તેથી પ્રેમના આ રંગથી દરેક સંબંધને સાચવવાનો પ્રયત્ન કરવો જોઈએ. તમારી જાતને પ્રેમ કરો અને બીજા વચ્ચે પ્રેમ વહેંચો, જીવન આપમેળે સુધરી જશે. ભલે પ્રેમના આ એક દિવસને ખાસ રીતે ઉજવો, પરંતુ જીવનમાં પ્રેમ ઉત્સવને દરરોજ ઉજવવાનું વાતાવરણ તૈયાર રાખો.
હેપ્પી વેલેન્ટાઇન્સ ડે!

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *