વાંકાનેર (રાજકોટ) – ચા કેન્ટીન ચાલવનાર ની અદ્દભુત કહાની – જરૂર થી વાચો

રાજકોટથી ટ્રેન દ્વારા અમદાવાદ જાવ તો સૌથી પહેલું સ્ટેશન વાંકાનેર આવે. વાંકાનેરના રેલ્વે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર -2 નાં ખૂણે એક નાની કેન્ટીન છે. રામનાથ શર્મા આ કેન્ટીન ચલાવે છે અને ગ્રાહકોને સંતોષકારક સેવાઓ પૂરી પાડે છે.

રામનાથનો ફોટો જોઈને તમને એવું લાગે કે આ કોઈ અભણ માણસ હશે અને નસીબનો માર્યો બિચારો મજૂરી કરીને જેમ તેમ ગુજરાન ચલાવતો હશે. તમને જાણીને આશ્વર્ય થશે કે લોકોને હસતા હસતા મસ્ત મસાલેદાર ચા પિવડાવનાર આ માણસે આજથી 35 વર્ષ પહેલા એમ.એ.બી.એડ. કરેલું છે. ઉચ્ચ અભ્યાસ કરેલો હોવા છતાં કોઈપણ જાતની શરમ કે સંકોચ વગર એ કેન્ટીનમાં કામ કરે છે.

રામનાથને સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે. વાંકાનેરના રેલ્વે સ્ટેશન પર સામાન્ય કેન્ટીન ધરાવતા આ માણસે સંતાનોના ઉછેર અને અભ્યાસ માટે પોતાનો જીવ રેડી દીધો. સંતાનોના અભ્યાસ માટે દિવસ રાત કામ કરીને શાળા – કોલેજની ફીની વ્યવસ્થા કરી. સંતાનોના સંસ્કાર જતન માટે પણ નિષ્ઠાપૂર્વકના પ્રયાસ કર્યા જેનું પરિણામ પણ એને મળ્યું.

રામનાથનો એક દીકરો આજે કેન્સર સ્પેશ્યાલીસ્ટ ડોકટર છે. બીજા દીકરાએ એમ.ટેક. પૂરું કરી લિધૂ. અને દીકરીને પણ એમ.બી.એ. કરાવીને ડોકટર સાથે પરણાવી. આટલી મોટી સફળતા પછી પણ રામનાથ સામાન્ય માણસની જેમ જ એની કેન્ટીન ચલાવે છે.

મિત્રો, જે ભણેલા ગણેલા હોય એ શિક્ષણનું મહત્વ સમજી શકે અને સંતાનોની શ્રેષ્ઠ કારકિર્દી ઘડવામાં મદદ પણ કરી શકે. રામનાથ ભૌતિક સંપત્તિ નથી કમાયા પણ સંતાનોના સર્વાંગી વિકાસ રૂપી જે સંપત્તિ કમાયા છે એની પાસે દુનિયાની બાકીની બધી સંપત્તિ ઝાંખી પડે. ભૌતિક સંપત્તિ માટે દોડાદોડી કરતા આપણે સૌ સંતાન રૃપી સંપત્તિની સંભાળ લેવાનું ભૂલી નથી જતાને એની તપાસ કરાવી.

સલામ છે રામનાથ શર્મા જેવા પિતાઓને……

વધુ માં વધુ share અને Like કરો…
વધુ માહિતી માટે ફક્તગુજરાતી સાથે જોડાવ

Like Facebook Page

Join Faceook Group

Follow Twitter

Follow Instagram

Leave a Comment