આ દિવાળી મેકઅપ વગર સુંદર કેવી રીતે લાગશો?😍

દિવાળી હિન્દુધર્મના પ્રમુખ તહેવારોમાં મહત્વનુ સ્થાન છે. દિવાળી આવવામાં હવે કેટલાક જ દિવસ બચ્યા છે. દિવાળી એક એવો તહેવાર છે જે આપણે નિકટના સંબંધીઓ, મિત્રો અને પડોશીઓ સાથે ઉજવીએ છીએ. આ દિવસે લોકો એકબીજાને મીઠાઈઓ અને ગિફ્ટ્સ આપીને એકબીજાને આ દિવસની શુભેચ્છા આપે છે. ગિફ્ટ્સ આપવાથી સંબંધો મજબૂત થાય છે. સાથે જ પ્રેમ પણ વધે છે. દિવાળી પર અનેક બ્રાંડ્સ અનેક પ્રકારના ઓફર લઈને આવે છે. આ સાથે જ ડિસ્કાઉંટ પણ આપે છે.

કોઈ કોઈ વાર માતૃત્વની મજા-લેતા, તે આપણને થાક પણ આપે છે. બાળકોનું ધ્યાન રાખવામાં જે સમય અને તાકાતનો ઉપયોગ થાય છે, તેમાંથી ઘણા પાસે એટલો પણ સમય નથી હોતો કે તેઓ સરસ તૈયાર થઈ શકે. સુંદરતા, ઘણી બધી વસ્તુઓનું મિશ્રણ છે. માત્ર મેકઅપ ઉપર જ આધારીત નથી. એવા ઘણા બધા ઉપાયો છે જેનાથી તમે કોઈ પણ મેકઅપ અથવા શણગારના પરિધાનો વગર સુંદર દેખાઈ શકો છો.

મોઢાંની ચમક

સારી ચામડી અને સ્વચ્છતા ની શક્તિનું મૂલ્ય ક્યારેય ઓછું ન ગણવું જોઇએ. તમારા મોઢાંને ચમકાવવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે દિવસમાં બે વખત મોઢાંને એક્સફોલિયેટ કરો. તમારા મોઢાંને મોઇશ્ચરાઇઝ કરવાનું ભૂલો નહિં કે જેથી તે શુષ્ક ન થઈ જાય. તમારા મોઢાંને વારંવાર ધોવો નહીં, કારણકે આમ કરવાથી તમારી ચામડી તેના કુદરતી તેલને ગુમાવી શકે છે. સનસ્ક્રીન લગાવાનું ભૂલશો નહીં.

કપડાંને નવી ઓળખ આપો

Image result for bollywood good dressing

મેકઅપ વગર પણ સારું લાગે તે માટે એવા કપડાં પહેરો કે જે તમારા શરીરને સારો આકાર આપે છે. એવું કરવાનો પ્રયત્ન કરો કે તમારી સારી માત્રા માં કપડાં હોય જે તમારી બચતના હોય. એ પણ યાદ રાખો કે તમે તમારા કબાટ માં મોટી સાઈઝના કપડાં પણ રાખો અને એને ત્યારે પહેરો જ્યારે તમે સુસ્તી અનુભવો. એક્સેસરીઝ સાથે તમારા કપડાં પહેરો જેથી તમે વધુ સારું અનુભવશો.

પૂરતી ઊંઘ

Related image

અમે ઊંઘના મહત્વ ના વિશે જેટલું કહીએ એટલું ઓછું છે. ઊંઘ તમારા અને તમારા શરીર માટે ખૂબ ફાયદાકારક છે. તે શરીરને તાકાત આપે છે અને ચયાપચયની ખાતરી કરે છે. સારી ઊંઘ તંદુરસ્ત શરીરને સુનિશ્ચિત કરે છે જે મનને તંદુરસ્ત બનાવવામાં પણ ફાળો આપે છે. તે બાહ્ય સ્વરૂપમાં દેખાય છે. આ ઉર્જા સાથે તમે ઉત્સાહિત અનુભવશો જે તમારા મૂડને બનાવી શકે છે અને તમને તાજગી મહેસૂસ થાય છે.

હંમેશાં હસો

Image result for bollywood beauties smile without make up

જેમ મેં પહેલાં પણ કહ્યું છે, સારો મૂડ તમારી સુંદરતા પર ઘણો પ્રભાવ પાડે છે. પ્રસંગોપાત હસતું રહેવાથી તમે સુંદર બનો છો. હસવું અને ખુશ રેહવું સૌંદર્યનો ભાગ છે. તમારા શરીરને સુખનો અનુભવ કરવાદો.

કસરત નું મહત્વ

સોમવાર, ગુરુવાર અથવા અન્ય કોઇ પણ દિવસ કસરત માટે સારો છે. સ્વાસ્થ્ય માટે વ્યાયામ ખૂબ મહત્વ છે અને તેનું મહત્વ તમે પણ ખૂબ જ સારી રીતે જાણો છો. વ્યાયામ હોર્મોન્સને બહાર નીકળવામાં મદદ કરે છે, જે તમને ખુશ બનાવે છે. તે તમારા શરીરના આકારને પણ જાળવી રાખે છે. કેટલાક લોકો એવું પણ અનુભવે છે કે વ્યાયામ કર્યા પછી તેમના મોઢાં પર ચમક આવે છે અને તેઓ તાજગી પણ અનુભવે છે.

સૌંદર્ય ટિપ્સ

જ્યારે તમે મેકઅપનો ઉપયોગ નથી કરી શકતા, ત્યારે તમે બાકીની ટીપ્સનો ઉપયોગ કરી શકો છો જે તમારા મોંઢાને વધુ સુંદર બનાવી શકે છે. તમારા ગાલને હલકા હાથે મસળો જે તમારા ગાલમાં રંગ લાવે છે. તમારા હોઠ પર તેલ લગાવો. તમારા ભમરને સારી સ્થિતિમાં રાખો કારણ કે તે તમારા આખા મોઢાને આકાર આપે છે. તમારા પોપચાને કર્લ કરવાનો પ્રયત્ન કરો, જેથી તમારી આંખો વધુ સારી દેખાય.

આત્મવિશ્વાસ

લોકો તમારા આત્મવિશ્વાસથી તમારી તરફ આકર્ષિત થાય છે. તમારી સુંદરતા અને વ્યક્તિત્વ પર વિશ્વાસ રાખો અને બાકી બધું આપોઆપ સારું થશે. કોઈને પોતાનો અભિપ્રાય આપવાનો મોકો આપતા નઈ. તમારું માથું ઉપર રાખો અને ખુશીથી દરેકને સામનો કરો. આ કેટલાક સૂચનો છે જે તમને સુંદર મહેસૂસ કરાવશે. તમને ફરીથી મેકઅપના નિયમોનું પાલન કરવાની જરૂર નહી પડશે.

ALL IMAGE CREDITS: GOOGLE IMAGES

આ પોસ્ટને શેર કરીને બધા ને જાગૃત કરો અને તમારી સલાહ અને સવાલ અમને કમેન્ટસ માં લખી ને મોકલો.

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર…...નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

AUTHOR: ADITI NANDARGI

Leave a Comment