વધતી ઉંમરમાં પણ લાગો યુવાન અપનાવો આ ટિપ્સ ને ✓👍

૩૦ વર્ષ ની ઉંમર એ તમારા જીવન નો સૌથી સારો સમય હોય છે, તમારી કારકિર્દી અને સંબંધો બંને બઉ સારા હોય છે, આ ઉંમર સુધી પહોંચતા-પહોંચતા તમેં બધું અનુભવ કરી લીધું હોય છે, બધું જ સારું છે સિવાય એક વસ્તુ – તમારી ત્વચા. હા, સારી ચામડી મેળવી બધાના બસ ની વાત નથી હોતી.

જો તમે ૩૦ ના થઇ ગયા હોવ તો અમે અહીંયા નીચે અમુક ટિપ્પણી આપી છે જેનાથી આ ઉંમરમાં પણ તમે એક રૂપાળી ચામડી મેળવી શકો છો.

એક તંદુરસ્ત જીવનશૈલી

આ નુસ્કો થોડો પેચીદો છે પણ સૌથી મહત્વપૂર્ણ પણ છે. એ વાત તમને પણ ખબર હશે કે જો તમે તંદુરસ્ત નઈ હોવ તો તમારી ચામડી પણ ચમકશે નઈ. એ ચમક, એ રૂપાળી ચામડી જેની તમને ઈચ્છા છે, એ ચોખ્ખું મોઢું, આ બધું અંદરથી હોય છે. જો તમે તંદુરસ્ત છો, તમારી જીવનશૈલી સારી છે તો આપો આપ તમારી ચામડી પર જોવાશે. તો જે લોકો સુંદરતા ની વાત કરતા હોય છે એ હકીકતમાં એક તંદુરસ્ત શરીર ની વાત કરતા હોય છે. પોતાના શરીર ને પ્રાકૃતિક એન્ટિઓક્સિડન્ટસ, કા તો ડેટોક્સિફાયર નો ડોઝ આપો. પૂરતી ઊંઘ લો અને કસરત કરો.

બરાબર રીતે મોઈશ્ચરાઈઝ કરો

વધતી ઉંમર ના અમુક લક્ષણો છે કરચલીઓ, ડાઘા- ધબ્બા વગેરે. જ્યારે અપડી ઉંમર થઈ જતી હોય છે ત્યારે આપડી ચામડી કોરી પડી જાય છે અને એની સૌમ્યતા કસે ખોવાઈ જાય છે. જેમ-જેમ આપડી ઉંમર વધે છે એમ આપડે એક એવી ભૂલ કરીએ ને આપણી ચામડી ને મોઈશ્ચરાઈઝ નથી કરતા અને એના કારણે આપણને કરચલીઓ નો સામનો કરવો પડતો હોય છે. સ્નાન કરીને તરત જ તમારી ચામડી ને મોઈશ્ચરાઈઝ કરો.

હાઇદ્રટેડ રહો

જેટલું બની શકે એટલું પાણી પીવો અને પોતાને કુદરતિરૂપ થી મોઈશ્ચરાઈઝ રાખો. શરીરમાં પાણી ની અછત થી તમારી ચામડી કોરી પડી શકે છે, દરરોજે બરાબર માત્રા માં પાણી પીવાથી ચામડી હાઇડ્રેટ અને સૌમ્ય રહેશે અને સાથે જ તમે કરચલીઓથી પણ દૂર રહેશો.

જાણો તમારા જીવન ને વગર કસા તણાવે

ખબર નઈ આ તમને કેવું લાગશે પણ એ સાચી વાત છે કે સુખી રહેવાથી તમારી સુંદરતા વધે છે અને યુવાન રહેવામાં મદદ કરે છે. તણાવ અને તકલીફો તમને સાચી ઉંમર થી વધારે દેખાડે છે. હસતા રહેવું અને તણાવથી દૂર રહેવું એજ તમારી ત્વચા ની સુંદરતા નું રહસ્ય છે.

આ વાતો નું ધ્યાન રાખો અને તમારી ચામડી ને ચમકતી રાખો.

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર..નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

AUTHOR: ADITI NANDARGI

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *