જાણો કઇ ધાતુના વાસણમાં ખોરાક લેવો જોઇએ અને શેમાં ના લેવો, સૌથી બેસ્ટ વાસણ છે આ

આપણે જોયું જ હશે કે, ભોજન માટે બધી જગ્યાએ ઉપયોગમાં લેવાતા વાસણો કોઇ એક જ ધાતુના નથી હોતા. પૌરાણિક કથાઓમાં આપણે વાંચ્યું હશે કે, રાજા-મહારાજાઓના મહેલમાં ભોજન માટે સોના-ચાંદીના થાળી-વાટકા વપરાતા હોય છે! પિત્તળ અને સ્ટીલ ઉપરાંત કાંસાના વાંસણોનો પણ ઉપયોગ થતો હોય છે. હાલ તો પ્લાસ્ટીકના વાસણોનો ઉપયોગ પણ ખાસ્સો વધ્યો છે.

આજે અમે તમને જણાવી રહ્યાં છે કે, અમુક ધાતુના વાસણોમાં ભોજન લેવાથી કેવા શારીરિક લાભો અને નુકસાન થાય છે. જાણો કેવા પ્રકારની ધાતુના વાસણોમાં ભોજન લેવું જોઇએ :

સોનું

સોનું એક ગરમ ધાતુ છે. સોનાના વાસણમાં ભોજન બનાવવાથી અને લેવાથી શરીરના આંતરીક અને બાહ્ય અવયવો કઠોર, બળવાન, તાકતવર અને મજબુત બને છે. સાથે આંખોની રોશની પણ વધે છે.

ચાંદી

ચાંદી ઠંડા પ્રકારની ધાતુ છે, જે શરીરમાં આંતરીક ઠંડક આપે છે અને શરીરને શાંત રાખે છે. ચાંદીના પાત્રમાં ભોજન બનાવવાથી દિમાગીય શક્તિ તેજ થાય છે, આંખો સ્વસ્થ રહે છે અને આંખોની રોશની પણ વધે છે. એ સાથે જ પિત્તદોષ, કફ અને વાયુદોષ પણ નિયંત્રણમાં રહે છે.

કાંસું

કાંસાના વાસણમાં ખોરાક લેવાથી વિચારશક્તિ તેજ થાય છે, લોહી શુધ્ધ થાય છે, રક્તપિત્તનો ભય વધતો નથી અને ભુખમાં વૃધ્ધિ થાય છે. પણ કાંસાના વાસણમાં ખાટો ખોરાક પીરસવો ન જોઇએ કારણ કે, તેમાં રહેલો એસિડ કાંસા સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે અને ખોરાક વિષયુક્ત બની જાય છે-જેથી શરીરને નુકસાન થાય છે. કાંસાના વાસણમાં ખોરાક બનાવવાથી માત્ર ૩% જેટલા પોષક તત્વો નષ્ટ થાય છે.

તાંબું

તાંબાના ગ્લાસમાં રાખેલ પાણી પીવાથી વ્યક્તિ રોગમુક્ત બને છે, રક્ત શુધ્ધ થાય છે, યાદશક્તિમાં વૃધ્ધિ થાય છે, યકૃત સબંધિત મુશ્કેલીઓ દુર થાય છે અને આ પાણી શરીરમાં રહેલા ઝેરીલા તત્વોનો નાશ કરે છે. જો કે, તાંબાના વાસણમાં રાખેલા દૂધનું સેવન શરીર માટે હાનિકારક છે.

પિત્તળ

પિત્તળના વાસણમાં ભોજન પકાવવાથી અને ખાવાથી કૃમિરોગ, કફ અને વાયુદોષની બિમારી થતી નથી અને આ ધાતુના વાસણમાં બનાવેલા ખોરાકમાંથી માત્ર ૭% પોષકતત્વોનો નાશ થાય છે, જે બહુ અલ્પ માત્રામાં છે.

લોખંડ

લોખંડના વાસણમાં ભોજન બનાવવાથી શરીર શક્તિમાં વૃધ્ધિ થાય છે. લોખંડના વાસણમાં રહેલ લોહ તત્વ ઘણા રોગોનો નાશ કરે છે જેમ કે-કમળો, પોલિયો, શરીરમાં સોજા આવવા, શરીર પીળું પડી જવું ઇત્યાદિ. અલબત્ત, લોખંડના વાસણમાં ખોરાક ખાવો જોઇએ નહી. કારણ કે, આનાથી બુધ્ધિ અને વૈચારીકતા પર વિપરીત પ્રભાવ પડે છે. જો કે, લોખંડના પાત્રમાં દૂધ પીવું હિતાવહ છે.

સ્ટીલ

સ્ટીલના વાસણોથી નુકસાન નથી થતું. કારણ કે, આ ધાતુ ખટાશ કે ગરમી સાથે કોઇ પ્રતિક્રિયા કરતી નથી. એ જ પ્રમાણે કોઇ ફાયદો પણ નથી થતો!

એલ્યુમિનિયમ

એલ્યુમિનિયમ બોક્સાઇટનું સ્વરૂપ છે. આના વાસણોમાં બનાવેલ ખોરાકથી શરીરમાં નુકસાન થાય છે. ખોરાકમાં રહેલા આર્યન અને કેલ્શિયમને એલ્યુમિનિયમ શોષી લે છે, જેથી કરીને હાડકાં કમજોર થાય છે, યકૃત અને ચેતાતંત્ર પર વિપરીત અસર પડે છે અને માનસિક બિમારીનો ખતરો રહે છે. એ સાથે કિડની ફેલ થઇ જવી, ટી.બી., અસ્થમા, દમ અને સુગર લેવામાં વધારો થવો જેવી ગંભીર મુશ્કેલીઓ પણ સર્જાય શકે છે. વધુમાં,એલ્યુમિનિયમના પ્રેશર કૂકરમાં બનાવેલા ખોરાકમાંથી ૮૭% પોષક તત્વો નાશ પામે છે!!

માટી

માટીના વાસણમાં ખોરાક પકાવવાથી એવા પોષક તત્વો મળે છે જે હરેક બિમારીને શરીરમાંથી દૂર કરે છે. આધુનિક વિજ્ઞાને આ વાત સાબિત કરી છે! માટીના વાસણમાં ખોરાક ધીરે-ધીરે પાકે છે એ જ ઉત્તમ છે. આયુર્વેદમાં કહેવામાં આપેલ છે કે, ખોરાકને પૌષ્ટિક અને સ્વાદિષ્ટ બનાવવો હોય તો એને પાકવામાં સમય લાગવો જોઇએ! દૂધ અને દુધમાંથી ખોરાક માટે તો માટીના વાસણો સર્વશ્રેષ્ઠ છે. માટીના વાસણોમાં બનાવેલા ખોરાકથી ૧૦૦% પોષક તત્વો મળે છે અને એ સાથે જ અલગ સ્વાદ પણ મળે છે નફામાં!!

આ વાત વાંચ્યાં પછી દરેક વ્યક્તિએ એવો આગ્રહ રાખવો જોઇએ કે, પોતાના ઘરમાં બનતો બધો નહી તો અમુક ખોરાક માટીના વાસણમાં બને! સૌથી સસ્તાં ભાવે મળી રહેતાં માટીના વાસણો આપણા માટે ખરેખરા હિતદાયી છે.

આપને યોગ્ય લાગે તો આ માહિતી બીજાને પણ શેર કરજો જેથી કોઇને ઉપયોગી થઇ શકે.

Story Author: Fakt Gujarati Team & Kaushal Barad
તમે આ લેખ ‘Fakt Gujarati‘ ના માધ્યમ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આર્ટિકલ વાંચવા બદલ આભાર

૩.5 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ.. શું તમે હજી સુધી આપણું પેજ લાઈક નથી કર્યું???

મિત્રો, આ લેખ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો જય જય ગરવી ગુજરાત, જય ભારત.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *